________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું ગયા હતા અને સર્વ પંડિતો ઉપર વિજય મેળવ્યો હતો. પ્રથમ તો ભોજરાજ તેઓના ઉપર પ્રસન્ન થયો હતો પણ પાછળથી તેઓના નગ્ન સત્ય કહેવાના સ્વભાવથી ક્રોધિત થશે હતા. ભોજરાજા સર્વ દેશોને એકઠાં કરવાનો પ્રયત્ન કરતો હતો. તે ન થઈ શકે તેમ તેમણે તેને સમજાવ્યું હતું. ભજવ્યાકરણમાં ભૂલે બતાવી હતી. છેવટે ભજે તેમને દેહકષ્ટ આપવા વિચાર કર્યો હતો, પરંતુ ધનપાલની ગોઠવણથી તેઓ સુખે પાટણ પહોંચી ગયા હતા.
નેમિનાભેય-દ્વિસંધાન મહાકાવ્ય તેમની કાવ્યકૃતિ છે. ભીમદેવની સભામાં તેમનું સારું માન હતું. ભીમદેવના મામા દ્રોણાચાર્યને તેઓ શિષ્ય હતા અને સંસારપક્ષે ભત્રીજા હતા. ૧૧ નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિજી
સંવત ૧૦૮૮ માં ૧૬ વર્ષની વયે તેમને આચાર્ય પદ મળ્યું હતું અને તેમને સ્વર્ગવાસ સં. ૧૧૩૯ની લગભગ થયો હતો, એટલે તેમનું આયુષ્ય આશરે ૬૭ વર્ષનું થયું. જૈન આગમ ઉપર શીલાંકાચાર્યકૃત અગિયાર અંગમાંથી આદિનાં બે અંગોની જ ટીકા મળતી હતી. તેથી તેમણે દૈવી પ્રેરણાથી નવ અંગ ઉપર ટીકા રચી હતી. જિનેશ્વરસૂરિજીકૃત થાનકભાષ્ય” ઉપર તેમની ટીકા છે, હરિભદ્રસૂરીશ્વરજીના “પંચાશક પર તેમની ટીકા છે. અનેક ગ્રન્થનું દેહન કરી વૃત્તિ રચવાની તેમની શૈલી અપૂર્વ છે. આજ પણ નવ અંગપરની તેમની ટીકા અનેક વિચારણાઓને વેગ આપે છે.
સ્તંભનપાર્શ્વનાથજીની પ્રતિમા તેમના જ આત્મબળ અને પુણ્યપ્રભાવે પ્રકટ થયેલ છે. તે સમયે તેમનું બનાવેલ “જયતિહુઅણ” સ્તોત્ર આજ પણ પ્રાભાવિક મનાય છે. તેમની વ્યાખ્યાન અને વિવેચન કરવાની શક્તિ અદ્દભુત હતી. એક સમય “અમ્બરન્તર’ એ અજિતશાન્તિસ્તવની ગાથાનું સંગારિક વિવેચન કરતાં તેમના પર એક રાજકુમારી મોહિત થઈ હતી. પછીથી વૈરાગ્ય અને શાન્તરસના ઉપદેશથી તેઓએ તેને પ્રતિબંધિત કરી હતી. તેમની સર્વ ટીકાઓ ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં રચાયેલ છે. તેઓને માર્ગવાસ કપડવંજમાં થયો છે. ૧૨ શ્રી ચંદ્રપ્રભસૂરિજી
સં. ૧૧૪૮ માં તેઓ વિદ્યમાન હતા. તેમણે “દર્શનશુદ્ધિ અને પ્રમેયરત્ન કાષ” એ બે ન્યાયગ્ર રચ્યા છે. ૧૩ શ્રી વીરાચાર્યજી
તેઓ વિક્રમની ૧૨ શતાબ્દિના ઉત્તરાર્ધમાં થયા. પાટણના સાર્વભૌમ રાજા સિદ્ધરાજને તેમના પ્રત્યે બહુ માન હતું. એક વખત રાજાએ મશ્કરીમાં તેમને કહ્યું કે “અમારા જેવા રાજાના આશ્રયથી આપશ્રી દીપ છે ! આના પ્રત્યુત્તરમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે “પૂર્વ પુણ્યથી પ્રતિભા પ્રસરે છે.” રાજાએ વળી કહ્યું: “આ સભા સિવાય અન્ય દેશમાં ફરશો ત્યારે બીજા બાવાની જેમ અનાથતા સમજાશે.” સૂરિજીએ કહી દીધું કે અમુક સમયે પિતે અહીંથી વિહાર કરશે. સિદ્ધરાજે નગરદ્વાર બંધ કરાવ્યાં. વિદ્યાબળથી આચાર્યશ્રી બહાર નિકળીને પલ્લીપુર પહોંચ્યા, ત્યાંથી મહાબોધ નગરમાં જઈ બૌદ્ધોને વાદમાં હરાવ્યા. ગેપાલગિર (ગવાલિયર) માં રાજાએ ઘણું સન્માન આપ્યું ને ત્યાં પણ અન્ય વાદીઓને જીત્યા, રાજાએ ચામર છત્ર વગેરે રાજચિહ્ન આપ્યાં. નાગર જઈ જેનદર્શનની શેભા વધારી
For Private And Personal Use Only