SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] જૈન ન્યાયનો વિકાસ [૨૧] કીર્તિની વિખ્યાતિ કરી છે. યશશ્ચન્દ્ર તો આ વાદના સપૂર્ણ પ્રસંગનું વર્ણન આપતું ‘મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ રચ્યું છે, જે ઘણું રોચક છે. તેમનામાં ગ્રન્થરચનાની શક્તિ પણ અદ્દભુત હતી. તેઓએ જેને ન્યાયના પ્રવેશ માટે ઉપયોગમાં આવે તે ૩૭૪ સુત્ર પ્રમાણ “પ્રમાણનયતત્ત્વાકાલંકાર.” નામને ન્યાયને મૂલગ્રન્થ આઠ પરિચ્છેદમાં રચ્યો છે. તેના પર તેઓશ્રીએ જ ‘સ્યાદ્વાદરત્નાકર” નામની વિસ્તૃત વૃત્તિ લખી છે, તેનું પ્રમાણ ૮૪૦૦૦ હજાર શ્લોક જેટલું છે. તેમાં દાર્શનિક વિષયોનું સુન્દર ખંડનમંડનાત્મક સ્વરૂપ છે. જો કે તે વૃત્તિ હાલમાં સમપૂર્ણ ઉપલબ્ધ નથી તો પણ જેટલી ઉપલબ્ધ છે તેટલી સારી રીતે પ્રકાશમાં આવેલ છે. તે વૃત્તિનું કાઠિન્ય પણ ઘણું સમજાયેલ છે. તેમાં પ્રવેશાર્થે તેમના શિષ્ય રત્નપ્રભસૂરિજીએ “રત્નાકરાવતારિકા ” નામની લઘુ વૃત્તિ મૂલસૂત્ર પર રચી છે. તેમાં “સ્યાદ્વાદરત્નાકર'ની ખૂબ ગંભીરતા બતાવી છે. તેઓએ તથા અન્ય આચાર્યોએ સ્યાદ્વાદરત્નાકર ના ઘણું વખાણ કર્યા છે. “સ્યાદ્વાદરત્નાકર 'ની રચનામાં વાદિ દેવસૂરિજીના બે શિષ્યો ભદ્રેશ્વરસૂરિ અને રત્નપ્રભસૂરિજીએ સહકાર આપ્યો હતો. આ માટે તેઓએ જ લખ્યું છે કે किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे, यत्रातिनिर्मलमतिः सतताभियुक्तः। भद्रेश्वरः प्रवरसूक्तिसुधाप्रवाहो, रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥ ૧૮-૧૯ શ્રી અમરચંદ્રસૂરિજી અને શ્રી આનંદસૂરિજી આ બન્ને આચાર્યો વિક્રમની બારમી સદિમાં થયા. તેમણે સિદ્ધરાજની સભામાં બાલ્યાવસ્થામાં જ વાદીઓને હરાવી વિજય મેળવ્યો હતો, તેથી સિદ્ધરાજે તેઓને અનુક્રમે “સિહશિશુક” અને “બાઘશિશુક’ એવાં બિરુદ આપ્યાં હતાં. શ્રી અમરચંદ્રસૂરિજીએ “સિદ્ધાતાર્ણવ’ નામને ગ્રન્થ રચ્યો છે. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ઉપરના બે બિરુદને આધારેમહાતાર્કિક ગંગેશપાધ્યાયે “તત્ત્વચિન્તામણિ નામને નવ્ય ન્યાયને મહાગ્રન્થ રચ્યો છે, તેમાં વ્યાપ્તિસ્વરૂપ પર લખતાં વ્યાપ્તિનાં બે લક્ષણોનું નામ “સિંહ-વ્યાધ્ર લક્ષણ એવું આપ્યું છે, કદાચ તે બે લક્ષણે ઉપરોક્ત બે મહાતાર્કિકેની માન્યતાનાં હોય એમ અભિપ્રાય બતાવે છે. ૨૦ શ્રી દેવભદ્રસૂરિજી આ આચાર્ય બારમી સદીને અન્ત થયા. તેમણે “ન્યાયાવતાર' પર ટિપ્પણુ રચ્યું છે. મુનિચંદ્રસૂરિજીથી તેઓએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. પિતાના ગુરુ શ્રીચંદ્રસૂરિજીની સંગ્રહણી પર વૃત્તિ રચી છે. તેમાં નીચેના ગ્રન્થોનાં ઉલ્લેખ અને અવતરણો આપ્યાં છેઃ “અનુગ દ્વારચૂર્ણિ,” હારિભદ્રી “અનુયોગદ્વાર ટીકા,” ગબ્ધ હસ્તિ હારિભદ્રી તત્વાર્થટીકા, મલયગિરિબહસંગ્રહણીવૃત્તિ, હારિભદ્દી બહત્સંગ્રહણીવૃત્તિ, ભગવતીવિવરણુ, વિશેષણવતી, સૂર્યપ્રજ્ઞપ્તિનિર્યુક્તિ વગેરે. ર૧ શ્રીમલયગિરિજી તેઓ તેરમી શતાબ્દિની શરૂઆતમાં થયાનો સંભવ છે. તેઓ એક સમર્થ ટીકાકાર હતા. અનેક આગ પર તેઓએ ટીકા લખી છે. તેમની ટીકા ઘણી સરલ અને તલસ્પર્શી ૧ આ ગ્રંથ ઉપર અમાએ વૃત્તિ બનાવી છે. તે વૃત્તિ થોડા સમય બાદ જૈન સાહિત્યવર્ધક સભાનુરત તરફથી પ્રસિદ્ધ થશે, For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy