________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું મૂતિ નંબર ૧૬-શ્રી પાર્શ્વનાથજી. શ્રીયુત નાહરના સંગ્રહમાં આવેલી બીજી એક ધાતુપ્રતિમાને લેખ જૈ. લે. સં. ભા. બીજામાં લેખાંક ૧૦૦૧ પ્રસિદ્ધ થયો છે, જે નીચે પ્રમાણે છે –
(१) पजक सुत अंब देवेन ॥ सं. १०७७
માન્યવર નાહરજીએ આ પ્રતિમાની ઓળખાણ ઉપરોક્ત લેખાંકની કુટનોટમાં હિન્દી ભાષામાં આપી છે, જે આ પ્રમાણે છે – - यह प्राचीन मूर्ति भारतके उत्तर-पश्चिम प्रान्तसे प्राप्त हुई है। दोनों तर्फ कायोत्सर्गकी खडी और मध्यमें पद्मासनको बैठी मूर्तियें है। सिंहासनके नीचे नव ग्रह और उसके नीचे वृषभयुगल है। इस कारण मूल मूर्ति श्रीआदिनाथजी की और यक्ष यक्षिणी आदियों के साथ बहुत मनोज्ञ और प्राचीन है।।
આ મૂર્તિનું ચિત્ર જે. લે. સં. ભા. બીજાના પહેલા પૃષ્ઠની સામે આપવામાં આવેલું છે અને ચિત્રની નીચે અંગ્રેજી ભાષામાં નીચે પ્રમાણે ઓળખાણ આપવામાં આવી છે. “ Metal Image of Shri Adinath Dated V. S. 1077 (A. D. 1020.)”
માન્યવર પૂરણચંદજી નાહારના ઉપરોક્ત વિધાનને સાચું માનીને “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ” એ નામના પુસ્તકના વિદ્વાન સંપાદક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ, એ મૂર્તિ ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથની હોવા છતાં એને આદિનાથની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ મૂર્તિનું ચિત્ર તે પુસ્તકના પૃષ્ઠ ૩ની સામે ચિત્ર નંબર ૩ તરીકે છપાયું છે. અને તે જ પુસ્તકના પૃષ્ઠ ૮૭ ઉપર ચિત્રપરિચય પણ આપે છે, જે અક્ષરશઃ શ્રીયુત નાહારજીના હિંદી ભાષામાં આપેલા પરિચયનું ગુજરાતી અવતરણ માત્ર જ છે. આ મૂર્તિનું ચિત્ર–મારા “ભારતનાં જૈનતીર્થો ” નામના પુસ્તકમાં ચિત્ર નંબર ૩૭ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ મૂર્તિને વાસ્તવિક પરિચય નીચે પ્રમાણે છે:--
મધ્યમાં પદ્માસનની બેઠકે બેઠેલા શ્રી પાર્શ્વનાથજી છે. તેમના મસ્તક પર શિલ્પીએ કરેલી નાગરાજ(ધરણેન્દ્ર)ની નવ ફણાઓ બરાબર નિરીક્ષણ કરતાં સ્પષ્ટ દેખાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની બન્ને બાજુએ એકેક ચામર ધરનાર પરિચારક ઊભેલા છે. અને પરિચારકની નજીકમાં કાયોત્સર્ગમાં ઊભી રહેલી એકેક જૈનમૂર્તિ છે. નાગરાજની નવ ફણાઓના ઉપરના ભાગમાં ત્રણ છત્ર શિલ્પીએ રજુ કરેલાં છે. પાશ્વનાથ પ્રભુના પબાસનની નીચે બે બાજુ એક સિંહની આકૃતિ તથા બન્ને સિંહની વચમાં એક અસ્પષ્ટ આકૃતિ કોતરેલી છે, જે બરાબર ઓળખી શકાતી નથી. આ આકૃતિઓની નીચે નવ ગ્રહની નવ આકૃતિઓ કતરેલી છે. નવગ્રહની નવ આકૃતિઓની નીચે મધ્યમાં કઈક દેવની આકૃતિ કોતરેલી છે, જેનાં આયુધે સ્પષ્ટ દેખાતાં ન હોવાથી તે આકૃતિને ઓળખવી મુશ્કેલ છે. આ મધ્ય આકૃતિની બન્ને બાજુની આકૃતિઓને માન્યવર નાહારે તથા વિદ્દવર્ય શ્રીયુત દેસાઈએ વૃષભયુગલની આકૃતિ માની લઈને, અને પ્રથમ તીર્થંકર શ્રી
ઋષભદેવનું લંછન વૃષભ હોવાથી આ મુખ્ય મૂર્તિને ખોટી રીતે શ્રી ઋષભદેવની મૂતિ તરીકે ઓળખાવી છે. વાસ્તવિક રીતે એ બન્ને આકૃતિ વૃષભયુગલની નથી, પરંતુ હરણ યુગલની છે. જેનમૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને સુવિદિત છે કે કોઈ પણ જિનેશ્વરની મૃતિને ઓળખવા માટે કોઈ પણ શિલ્પમાં કોઈ પણ શિપીએ લાંછનની બે આકૃતિઓની
For Private And Personal Use Only