SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું સંવત આઠથી દશ સુધી ભદ્રાવતી નગરી પઢીયાર જાતિના રાજપુતના હાથમાં હતી, એમ શ્રીયુત લાલજી મુલજી જોશી પોતાના “કચ્છની લોકકથા” નામના પુસ્તકમાં લખે છે. જુની ભદ્રાવતીના જે અવશેષો અહીં દૃષ્ટિગોચર થાય છે, તેમાં જગડુશાહે બંધાવેલી જુડીઆ વાવ” “માણેશ્વર ચોખંડા મહાદેવનું મંદિર,‘પુલસર તલાવ’, ‘આશાપુરીમાતાનું મંદિર” “લાલશા બાજપીરને કુબ,” “સેલ થાંભલાની મદ, ” “પિંજરપીરની સમાધિ અને ખીમલી મજીદ –આમ હિંદુ-મુસલમાન સંસ્કૃતિના અનેક અવશેષે અહીં મેજૂદ છે. તેમાંના કેટલાક ઉપર અને કેટલાક પાળીયાઓ ઉપર શિલાલેખ પણ છે. દાખલા તરીકે આશાપુરાના મંદિરના એક થાંભલા ઉપર સંવત ૧૧૫૮નો લેખ છે. કેટલાક પાળીયાઓ ઉપર સંવત ૧૩૧૮ના લેખે છે. ચોખંડા મહાદેવના મંદિરની ડેલીના એક ઓટલાના ચણેલા પત્થરમાં સંવત ૧૧૫ને સિદ્ધરાજ જયસિંહના સમયનો લેખ છે. કહેવાય છે કે આ પથ્થર દુધીયાવાલા મંદિરમાંથી લાવીને બેસારવામાં આવ્યો છે. વીસો વર્ષ ઉપર દેવચન્દ્ર નામના ગૃહસ્થ બનાવેલા મહાવીરસ્વામીના મંદિરને જે ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે, તે મંદિરનો જીર્ણોદ્ધાર કુમારપાલ રાજાએ પણ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. તે પછી જે જગડુશાહનું નામ ઉપર લેવાયું છે, તે જગડુશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ જગડુશાહે દેશના રક્ષણ માટે અઢળક દ્રવ્ય ખરાનાં પ્રમાણે ઈતિહાસ પ્રસિદ્ધ છે. “વરધવલપ્રબંધ માં જે “વેલાપુર બંદર'નું નામ આવે છે તે આ જ “ભદ્રાવતી’ હતું, એમ પણ ઈતિહાસકારો માને છે. આ પ્રસંગે આપણે મહાદાની જગડુશાહની દાનવૃત્તિ જરા જોઈએ. હિન્દુસ્તાનમાં પડેલો પનરતર દુકાલ (૧૩૧૫) ઈતિહાસ પ્રસિદ્ધ છે. જગડુશાહનું ચરિત્ર કહે છે કે, તે વખતે ભદ્રાવતી, વાઘેલાને તાબે હતી. જગડુશાહે તેમની પાસેથી પિતાને કબજે લીધી. અને આ દુષ્કાલમાં એટલું બધું દાન કર્યું, કે આખા દેશને દુષ્કાળની અસર ન થવા દીધી. બલે કવિઓ કલ્પના કરે છે કે, દુકાળને પણ ખૂબ ખબર પાડી દીધી, અને એને કહેવું પડયું મેલ જગડુશાહ જીવતે, (ક) ફરી ન આવું તારા દેશમાં.” જગડુશાહના દાનનું અનુમાન આપણે એટલા ઉપરથી કરીશું કે, એમની જુદા જુદા દેશમાં અનેક દાનશાલાઓ ચાલતી હતી. રેવાકાંઠા, સેરઠ અને ગુજરાતમાં ૩૩, મારવાડ ઘાટ અને કચ્છમાં ૩૦, મેવાડ, માલવા અને હાલમાં ૪૦ અને ઉત્તર વિભાગમાં ૧૨ એમ એમની સત્રશાલાએ (દાનશાલાઓ) હતી. વળી એમણે ૮૦૦૦ મુંડા વિશલદેવને, ૧૨૦૦૦ મુંડા સિંધના હમીરને, ૨૧૦૦૦ મુંડા દિલ્હીના સુલતાનને, ૧૮૦૦૦ મુંડા માલવાના રાજાને, અને ૩૨૦૦૦ મુંડા મેવાડના રાજાને અનાજના આપ્યા હતા. વળી આ જ અરસામાં મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પણ હજારે છેને છ આપી સુખી કર્યા હતા. જે નગરીમાં આવા દાનવીર મૌજૂદ હતા તે નગરીની જાહોજલાલી કેવી હશે, એની કલ્પના કરવી જરા પણ કઠિન નથી. - ભદ્રાવતી એ બંદર હતું. વ્યાપારનું મોટું મથક હતું. એ વાત ઈતિહાસકારોએ સ્થિર કરી છે. શ્રીયુત સાક્ષરવર્ય ડુંગરશી ધરમશી સંપટ પોતાના “કચ્છનું વ્યાપારતંત્ર’ નામના પુસ્તકમાં લખે છે For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy