SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક ] ભદ્રાવતી [૨૦] કચ્છની પ્રાચીન ભદ્રાવતી એક સરસ બંદર હતું. અને ત્યાં વેપાર અને ત્યાંનું વહાણવટુ અતિ વિકાસને પામ્યાં હતાં. તેરમા સૈકામાં એ ભદ્રાવતીમાં જગડુશાહ નામે મોટા વેપારી થઈ ગયો છે. એ બહુ ધનવાન હતો. તેની અનેક પેઢીઓ દૂર દેશાવરમાં હતી. તેનાં વહાણો જગતનાં બંદરમાં કીંમતી માલ લઈ આવ-જા કરતા હતાં. એમણે ભદ્રેશ્વરમાં મોટું જેનપ્રાસાદ બાંધ્યું છે, જે અદ્યાપિ પર્યન્ત જેન ભાઈઓનું યાત્રાનું સ્થલ જણાય છે. કચ્છમાં સંવત ૧૩૧૫ની સાલમાં ભારે અનાવૃષ્ટિ થઈ, લેકે અને જાનવરે ભયંકર દુષ્કાળના પંજામાં સપડાયા હતા. તે વખતે જગડુશાહે પિતાના ભંડાર ખોલી મનુષ્યોને અન્નવસ્ત્ર, અને જાનવરોને ચારો પૂરો પાડ્યો હતો. એણે લાખ રૂપિયા ધર્માદા માટે ખરચ્યા હતા.” પૃ. ૬-૭. આ બધા ઉપરથી એ નક્કી થાય છે કે, આ ભદ્રાવતી એક વખતે જબર નગરી હતી, અને દેશદેશાંતરોની સાથે વ્યાપારને સંબંધ ધરાવતું એક મોટું બંદર હતું, એ વાત ચેકસ છે. અને તે ચદમી શતાબ્દિ સુધી તો પુર જાહોજલાલીવાળું શહેર હતું. પણ, તે પછી તો તેને પડતો કાળ આવ્યો હોય એમ જણાય છે. ભદ્રાવતી નગરી શાથી ભાંગી? એ સંબંધી ખાસ કાંઈ પ્રમાણ મલતું નથી. પણ એના જે ખંડેરે વગેરે અવશેષ દેખાય છે, તે ઉપરથી એમ અનુમાન થાય છે, કે ધરતીકંપને લીધે આ નગરી દટાઈ ગઈ હોવી જોઈએ. આ સંબંધમાં શ્રીયુત લાલજી મૂલજી જોશી પિતાના “કચ્છની લોકકથાઓ” નામના પુસ્તકમાં એક સ્થળે ભદ્રાવતી ઉપર નોટ લખતાં લખે છે કે – વિક્રમ સંવત ૮ થી ૧૦ સુધી તે “પઢીયાર' નામની એક શૂરવીર રાજપુત કામના હાથમાં હતું. તે પછી વાઘેલાઓના હાથમાં આવ્યું, તે પછી સમા જામ જાડેજાઓના હાથમાં ગયું. એ રીતે આપણે જેશું તો વિક્રમ રાજ્યની તેરમી શતાબ્દિની છેલ્લી પચીશીમાં ભદ્રેશ્વર જાડેજા રાજપુતોના હાથમાં આવ્યું હતું. પરંતુ પઢીયાર રજપુતોની હકુમત જતાં, શહેરની ઉન્નતિ, સમૃદ્ધિ પણ હટવા લાગ્યા. ધરતીકંપથી થયેલા ફેરફારો અને ઉપરાઉપરી પડેલ દુષ્કાના કારણે, તથા રાજ્યના પરિવર્તનના લીધે આ સમૃદ્ધિશાલી શહેર દિનપ્રતિદિન પતન તરફ ઘસડાવા લાગ્યું.” પૃ. ૫૪–૫૫. પણ, ખરી રીતે ચૌદમી શતાબ્દિ સુધી તે આ નગરી પુરજાહોજલાલીમાં હતી. બેશક વિદ્વાન લેખક કહે છે તેમ, ધરતીકંપ અને દુષ્કાળ ઉપર દુષ્કાળ પડવાના કારણે અને હંમેશાં બનતું આવ્યું છે તેમ, ચડતી પડતીના નિયમે ચૌદમી શતાબ્દિથી આ નગરીનું પતન શરૂ થયું એ વાત તે ખરી છે. જો કે, આવી ઇતિહાસપ્રસિદ્ધ ભદ્રાવતી નગરી અત્યારે ખંડેરો-તુટયાટયા અવશેના આકારમાં જ દેખાય, પરંતુ આ જુની ભદ્રાવતીના ખંડેરની નજીક જ એક ભદ્રેશ્વર” નામનું ગામ છે. કચ્છના મુદ્રા તાલુકાનું આ ગામ ગણાય છે. આ ગામમાં ત્રણથી સાડાત્રણ હજાર માણસની વસ્તી છે. ઠકરાતનું આ ગામ છે. આ ગામ નવું વસાવેલ છે. આ ગામની ઉત્પત્તિના સંબંધમાં રાવસાહેબ મગનલાલભાઈ ખખ્ખરનો મત છે કે જામ રાવલનું થાણું જુના ભદ્રેશ્વરમાં હતું. તેને ગુંદીયાલીવાલા રાયઘણજીના ભાઈ મેરામણજીએ એ થાણું ઉઠાડીને સર કર્યું. તેના દીકરા ડુંગરજીએ તેને તોડીને નવું ભદ્રેશ્વર બંધાવ્યું. એ વાતને આજે ચારસો વર્ષ થયાં છે.” For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy