________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્રાવતી
[ કચ્છનું એક પ્રાચીન મહાતીર્થ | લેખક પૂ. મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજ્યજી.
રહે છે ઉલ્લુ ગુલશનમાં, હતો જ્યાં વાસ બુલબુલ
મયૂરા જ્યાં હતા ત્યાં રાગ, ગાયે કાગડાઓ છે. કચ્છ એક મહાપુરાતન દેશ છે, એ વાત સમજાવવા જેવી નથી રહી. પ્રાચીન કાલના આ કચ્છ દેશમાં એવી નગરી હોવાનું સંભવિત છે, કે જેની જાહેજલાલી દેશદેશાન્તમાં ફેલાયેલી હશે અને તેમાંયે કચ્છદેશ હમેશાંથી દરિયા કિનારે આવેલો દેશ હોવાથી એ દરિયાકાંઠાનાં શહેરે મહાબંદરે તરીકે–વ્યાપારનાં કેન્દ્રસ્થાન તરીકે પ્રસિદ્ધ હોય, એ પણ સ્વાભાવિક છે.
કચ્છમાં “ભદ્રેશ્વર” નામનું એક ગામ છે, કે જે કચ્છની મુદ્રા તાલુકામાં આવેલું છે. આ ભદ્રેશ્વર એ પ્રાચીન જમાનાની “ભદ્રાવતી નગરી. બીજા શબ્દોમાં કહીએ તો ચૌદમી શતાબ્દિના પ્રારંભમાં થયેલા મહાદાની જગડુશાહની જે ભદ્રાવતીનું વર્ણન જેના ગ્રંથમાં આવે છે, તે આ જ ભદ્રાવતી.
એક કાળે જે નગરીની ભાગોળમાં જ દરિયો ઉછાળા મારી રહ્યો હશે, જ્યાં હજારે વહાણોની આવ-જાવથી અને લેકેના કોલાહલથી કાન પડયું સંભળાતું નહિ હશે, મોટાં મોટાં શિખરોથી આકાશને સ્પર્શ કરી રહેલાં મંદિરના ઘંટાના ગાજી રહ્યા હશે, માટી મોટી અટ્ટાલિકાઓથી સુશોભિત અસંખ્ય મહેલે પિતાની સુંદરતા બતાવવા સ્પર્ધા કરી રહ્યા હશે અને જ્યાં અનેક પ્રકારના બાગબગીચાઓ જુદી જુદી જાતનાં પુષ્પની સૌરભ માઇલો સુધી ફેલાવતા હશે, તે ભદ્રાવતી નગરી આજે–
“રહે છે ઉલ્લુ ગુલશનમાં, હતો જ્યાં વાસ બુમ્બુલનો,
મયૂરા ક્યાં હતા ત્યાં રાગ, ગાયે કાગડાઓ છે.” આ કથનની સત્યતા શાબીત કરી રહી છે. પરિવર્તનશીલ સંસારમાં એમ થતું જ આવ્યું છે. - ભદ્રાવતી નગરીને ઈતિહાસ બહુ જૂને બતાવવામાં આવે છે. કહેવાય છે કે મહાભારતમાં વર્ણવેલી યૌવનાશ્વ રાજાની નગરી, તે આ જ ભદ્રાવતી અને પાંડવોએ અશ્વમેધન ઘોડો પણ અહીં જ બાંધ્યો હતો.
ઉપરની વાત તો બહુ પિરાણિક છે. પણ જેને આપણે ઈતિહાસકાળ કહીએ, એ સમયનાં પ્રમાણ લઈએ તેપણ ભદ્રાવતી એક પ્રાચીન નગરી હતી, એમ સિદ્ધ થાય છે. ભદ્રાવતીને ઈતિહાસ અત્યારના “ભદ્રેશ્વરના જૈન મંદિરની સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે. વિક્રમ સંવતથી ચારસો પચાસ વર્ષો પૂર્વે, એટલે આજથી લગભગ ૨૪૪૪ વર્ષ ઉપર, આ નગરીના દેવચંદ્રનામના એક જૈન ધનાઢયે એક વિશાલ જૈનમંદિર બનાવેલું. એવું એક તામ્રપત્ર ઉપરથી જણાયું છે. આ તામ્રપત્રમાંના ઉલ્લેખ પ્રમાણે વીર નિ, સં. ૨૩ માં આ મંદીર બન્યું. આ મૂળ તામ્રપત્ર ભુજના કઈ યતિ પાસે છે, અને તેની નકલ ભદ્રેશ્વરના મંદિરમાં સાચવી રાખેલ છે. તેમ જ કચ્છની ભૂગોળમાં પણ છપાયેલ છે. વિક્રમ
For Private And Personal Use Only