SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક ] શકુનિકાવિહાર [ ૧૯૧ ] થયું. કળશ અને ધજા ચડાવવાના ઉત્સવ વખતે શહેરના સધાને નિમંત્રણ પૂર્વક તેડાવી સન્માન કર્યું. × × × શ્રી અણહિલપુરથી ધા ચડાવવાના શુભ મૂ`તે . ભટ્ટારક શ્રીહેમચંદ્ર અને સેાલકી રાજા કુમારપાલ અને પાટણના સાંધને પણુ ભરૂચ ખેાલાવ્યેા. શ્રી સુન્નત સ્વામીના મંદિરમાં મહાધ્વજ ચડાવી કુમારપાલદેવને હાથે આરતી ઉતરાવી. ( ઇ. સ. ૧૨૧૧ અથવા ૧૨૨૨ ). કાર્ય પતાવી આપ્રભટનું અનુમેાદન મેળવી ગુરુ અને રાજા પાટણ પાછા સિધાવ્યા. પાટણમાં ગુરુશ્રી હેમચંદ્ર આવ્યા પછી શ્રી આમ્રલટને દેવીના દોષથી છેલ્લી સ્થિતિએ આવી જતા રા માંગતા પત્ર પાટણ આવ્યા. તે જ વખતે, મહામાત્ય ( આમ્રાટ ) મંદિરના શિખર ઉપર નૃત્ય કરતા હતા ત્યાં તેના ઉપર દૃષ્ટિવાળાએ ( અદ્વૈતા )ની દેવીને દોષ લાગ્યા છે એમ નક્કી કરીને રાતે યશશ્ચન્દ્ર નામના સાધુ જોડે આકાશમાર્ગે ઊડીને એક નિમેષમાં ભરૂચના પાદરે આવી પહોંચ્યા. શ્રી હેમાચા' પ્રભુએ સૈન્યવી દેવીને પ્રસન્ન કરવા માટે કાર્ય।ત્સર્ગ કર્યાં અને મિથ્યાદષ્ટિવાળાઓની જંત્રી ( વ્યન્તરી )ના દેષને દૂર કરી શ્રી સુવ્રતસ્વામીના મદિરે ગયા. ભૃગુકચ્છભરૂચમાં શકુનિકાવિહારનું સ્થળ કયાં હતું તે આપણે આગળ ભેઈશું. સૈન્યવી એ સિન્ધવાઈ માતાનું મંદિર અત્યારે પણ છે. માતાની પ્રતિમા કુમારપાલના સમયની છે, પણુ મદિર સા—દેાઢસા વનુ નવું બાંધેલું છે. અત્યારે જ્યાં મંદિર છે ત્યાંથી પાંચ-છ ફરલાંગ જૂના સિન્ધાવાઈ–સૈન્યવી દેવીનુ સ્થળ હતું, ત્યાં માત્ર કૂવા ઊભા છે. શકુનિકાવિહાર નદી કાંઠે ઉત્તર તરફ હતા, જ્યારે દેવીનું મંદિર દક્ષિણે બે માઇલને અંતરે છે. કુમારપાલ પછી અજય દેવ ગાદીએ આવ્યા. અજયદેવ શિવભક્ત હતા. અજયદેવ પછી ખાલ મૂળરાજ અને ભીમદેવ બીજો પાટણના સામ્રાજ્યના સ્વામી થયા. સ. ૧૨૩૩ માં વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતમાં નેમિનાથ ચરિત્ર અને સ. ૧૨૭૮ માં ભરૂચના અશ્વાવમાધ તીર્થમાં—શકુનિકાવિહારમાં ધર્માંદાસકૃત ઉપદેશમાલા ઉપર વૃત્તિ રચી કે જે વૃત્તિ ભદ્રેશ્વરસૂરિ આદિએ સશાધિત કરી હતી. કુમારપાલની માસીને પુત્ર અણ્ણરાજ ઉર્ફે આનક ભીમપલી અથવા વ્યાધ્રપક્ષીને રજપૂત સામન્ત હતી. એને પરાક્રમી લવણુપ્રસાદ નામને પુત્ર હતા. લવણુપ્રસાદે ગૌરવ અને શૂરાતનથી પોતાનુ મંડળ વધાર્યું અને પિતામહ ધવલના નામથી ધવલક-ધાલકા વસાવ્યું અને રાજધાની સ્થાપી. એના પુત્ર વીરધવલ, એ પણ પિતા જેવા પરાક્રમી અને શૂરા હતા. વીલવ વાઘેલાના મંત્રી વસ્તુપાલ તેજપાલ હતા. તેઓ જૈન ધર્માંના મેટા પ્રભાવક અને પ્રાગ્વેટ વાણિયા હતા. વીરધવલે મંત્રીપદને યાગ્ય શસ્ત્રમાં, શાસ્ત્રમાં, ધનમાં ( ધન મેળવવામાં ), પ્રહ્ન ( શત્રુને મારવા )માં કુશલ હેાય એવા મંત્રીને વાસ્તે ભીમદેવ સેાલક પાસે માંગણી કરેલી અને લાદેશની સરહદના ખંભાતની લડાઇમાં વસ્તુપાલે રાણાની જોડે રહીને કુશળતા બતાવેલી. ઈ. સ. ૧૨૭૭ માં વસ્તુપાલ ખંભાતના દંડનાયક નિમાયા. ચાણકયયુક્તિ અને વણુકદષ્ટિએ ગુજરાતનું ગૌરવ વસ્તુપાલ અને તેજપાલે વધાયું. વસ્તુપાલ તેજપાલના દાનની, યશની અને વિદ્વત્તા અને જૈન તીર્થાની યાત્રાના બ્યાના અનેક પ્રબન્ધામાં મળે છે. ભરૂચમાં ત્રણ સરસ્વતી ભંડાર (પુસ્તકાલય) વસ્તુપાલ તેજપાળે સ્થાપ્યાં હતા. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy