SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir t૧૯૦ ] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ સાતમું સોલંકી કર્ણદેવના સંપન્કર-શાન્ત મહેતા-મંત્રી હતા. કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમયમાં શ્રીમાળી જૈન વાણિયા લાટ દેશની મંત્રી મુદ્રા શોભાવતા હતા, એટલે દંડનાયક નિમાતા હતા. વિ. સં. ૧૧૯૩ માં પૂર્વે શ્રીમાળી વણિકે લાટના દંડનાયક અને પાછળથી દીક્ષા લઈ શ્રી ચંદ્રસૂરિ નામ ધારણ કરેલું તેમણે પ્રાકૃતમાં મુનિસુવ્રતસ્વામી ચરિત્ર લખ્યું છે. તેમાં લખ્યું છે કે વરણગના પુત્ર સંતુયે (સાખ્યુએ) ભરૂચમાં સમલિકાવિહાર-શકુનિકાવિહારને સોનાના કળશો ચડાવ્યા હતા. પ્રખ્યાત નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિએ કહારયણ કેસ (કારત્નકેશ વિ. સં. ૧૧૫૮) લખ્યો છે અને સુવર્ણદંડથી મંડિત થયેલા મુનિસુવ્રત અને વીર પ્રભુના મંદિરેથી રમણીય એવા ભરૂચમાં આમ્રદાના મંદિરમાં રહી સં. ૧૧૬પમાં પ્રાકૃતમાં પાર્શ્વનાથચરિત્ર રચ્યું એમ ઊડતો ઉલેખ આ વિહારને મળે છે. કુમારપાલ સોલંકીના રાજ્યશાસન વિશે ઘણું પ્રબન્ધમાં હકીકત મળે છે. પ્રબન્ધચિન્તામણિમાં કુમારપાલ પ્રબન્ધમાં લાટના મંત્રી આંબડ અને શકુનિકાવિહાર વિશે ઉલ્લેખ છે તેમાં લખ્યું છે કે એક વખત સોરઠના સુવંર ( હારવટીઓ ?) સામે ઉદા મહેતાને સૈન્ય લઈ મોકલ્યા હતા. પ્ર.ચ. લૈ. ૪૨૯માં કુમારપાલને ભાઈ કીર્તિપાલ સેરઠ સામે ગયો ત્યારે તેને ઉદયને ખંભાતથી પોતાના લશ્કરની મદદ કરી હતી. સેરઠમાં ઉદયન મંત્રીને વિાગ્યું, ઘાયલ થયે અને મરવા પડ્યા, પણ એને જીવ જતો ન હતો. એના મનમાં શત્રુંજયના મંદિર અને ભરૂચના શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરવાનો વિચાર રમ્યા કરતો હોવાથી જીવ જતા નહોતા. કીતિપાલે એ જીર્ણોદ્ધાર વાલ્મટ અને આબંડ કરશે એમ કબૂલ કર્યું. વાગભટ વિ. સં. ૧૨૧૧ માં શત્રુંજયના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો અને ધ્વજા ચડાવી. ગુજરાતની દક્ષિણે કેકણું રાજ્ય હતું. પૂર્વકાળમાં અપરાન્તને છેડો કેકણુ સુધી ગણુતે હતો. એનું પાટનગર થાણુપત્તન હતું અને શિલાહારવંશી રાજાઓ રાજ્ય કરતા હતા. કેકણ રાજ્યની પેલી બાજુની દક્ષિણ સીમા ઉપર કર્ણાટકના કદબવંશનું રાજ્ય હતું. જેની રાજધાની ગેપપટ્ટન-ગેવા હતું. સિદ્ધરાજની માતા અને કર્ણદેવની રાણી મયણલ્લાદેવી એ વંશની હતી. સિદ્ધરાજના રાજકામમાં કર્ણાટકનો સંબંધ મૈત્રી ભાવે રહ્યો. એના મરણ પછી કાકણના ગર્વિષ્ટ રાજા મલ્લિકાર્જુને ગુજરાત સામે માથું ઊચકર્યું. એ સમયે મારવાડ અને માલવાના રાજા કુમારપાલ જોડે રણે ચઢયા હતા. કુમારપાલે ઉદયન મંત્રીના પુત્ર આબંડને કેકણુના મલ્લિકાર્જુનને મહાત કરવા મોકલ્યો. ગુજરાતનું લશ્કર એક વેળા હાર્યું, પણ મારવાડ ઉપર વિજય મેળવી આંબડે કાણને હરાવ્યું અને “રાજપિતામહ”નું બિરુદ કુમારપાલે આંબડને અર્પિત કર્યું. મારપાલે કેકણ જીત્યા પછી આંબડને લાટને દંડનાયક ની. લાટનું રાજનગર ભરૂચ હતું. ભરૂચ આવી પિતાની ઈચ્છાને માન આપી ભરૂચમાં શકુનિકાવિહાર બંધાવાનું કાર્ય આરંભ્ય. “પ્રબંધચિંતામણિ પ્રમાણે ભગુપુરમાં શ્રીશકુનિકાવિહારનું મંદિર બાંધવાની શરૂઆત કરતાં પાયા ખોદતા હતા ત્યાં નર્મદા પાસે હોવાથી અકસ્માત જમીન ભેગી થઈ જઈને પાયા પૂરાઈ જતાં મજુરો હેરાન થવા (દટાઈ જવા) લાગ્યા એટલે તે મજાની દયાને વશ થઈને પિતાની જ ખૂબ નિન્દા કરતાં કરતાં આમ્રભટે સ્ત્રી પુત્ર સાથે એ પાયામાં ઝંપાપાત કર્યો. આખરે અતિશય સાહસથી તે વિન દૂર થઈ ગયું. મંદિર પૂરું For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy