SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] શકુનિકાવિહાર [૧૮૯] શકુનિકાવિહાર: કુમારપાલપ્રતિબોધ, પ્રભાવક ચરિત, સમ્યકત્વસતિ વૃત્તિ, કથાવલી, અને ચતુર્વિશતિપ્રબન્ધ વગેરે ગ્રંથથી શકુનિકાવિહારને એતિહાસિક યુગ ઈસ્વી સન પૂર્વેની પહેલી-બીજી સદીથી શરૂ થયો એમ માનવાને કારણ મળે છે. શકુનિકાવિહારનું દિગ્દર્શન આર્ય ખપૂટાચાર્યના પ્રબન્ધમાં થાય છે. આપણે ઉપર જોયું તેમ બુદ્ધ ભગવાનના સમયમાં અને પછીના એક સૈકામાં બૌદ્ધ ભિખુઓ, વિહાર અને ઉપાસક અને બૌદ્ધોને નિવાસ ભરૂચમાં ઘણો હતો. આર્ય ખપૂટાચાર્યના વિદ્વાન શિષ્ય ભુવન વિહાર-વાસ શકુનિકાવિહારમાં હતો. એણે બૌદ્ધોને વાદમાં હરાવી જીત્યા હતા. આર્ય ખંપુટાચા બૌદ્ધ ભિખ્ખ બિટું(વદ્ધ કરને વાદમાં જીત્યો હતો અને નમાવ્યા હતા. આર્ય ખટાચાર્ય અને આ. કાલકાચાર્યને સમય એક સરખે મનાય છે. ભરૂચમાં એ સમયે બલમિત્ર અને ભાનુમિત્ર શાસન કરતા હતા. ઈ. સ. પૂર્વે ૧૨૩ ની આસપાસ ભારતવર્ષમાં ઉજનમાં ગદંભિલ્લ રાજા ગાદીનશીન હતો. આથી જણાય છે કે આર્ય ખપુટાચાર્યને ભરૂચના શકુનિકાવિહારમાં નિવાસ હતો અને બૌદ્ધો જોડે વાદ થયેલે એ સમય પૂર્વે ગુજરાત અને ભરૂચમાં જૈન ધર્મ પ્રચલિત થઈ ગયો હતો. એ જ અરસામાં બીજો પ્રસંગ જેનોને પરમ પવિત્ર એવા શત્રુંજયતીર્થ અથવા પાલીતાણાનું ખાતમુહૂત થયેલું. પ્રભાવચરિતમાં વિજયસિંહસૂરિને પ્રબન્ધ છે.' આ પછી ગુપ્ત, વલ્લભી અને ભરૂચના ગુર્જર રાજાઓના રાજ્યશાસન દરમિયાન શકુનિકાવિહાર ઈતિહાસના પાને મળતું નથી. રાષ્ટ્રકૂટથી ચાવડા અને સોલંકી કર્ણદેવ સુધી ઈતિહાસ ઉપર શકુનિકાવિહારનું દર્શન થતું નથી. આપણે આધુનિક ગુજરાત ભગવાન મહાવીરના સમયમાં પશ્ચિમ ભારતનાં પ્રદેશ ગણતા હતા. સૌરાષ્ટ્ર, આનર્ત અને લાટ જે ગુજરાતના જૂના વિભાગીય નામ આપણને મળે છે એ મૌર્ય યુગનાં વિભાગીય નામ છે. લાટ દેશ એ દક્ષિણ ગુજરાત. એની સીમા ઘણી જ ઉથલપાથલ થયેલી મળે છે. સેલંકી યુગમાં મહીથી નર્મદા નદી સુધી અથવા તાપી સુધીને પ્રદેશ લાટ કહેવાત. મૂળરાજ અથવા દુર્લભરાજે લાટ ઉપર પ્રભુત્વ જમાવવા પ્રયત્ન કરેલે પણ તે નિષ્ફળ ગયો હતો. લાટ દેશને તાબે કરનાર કર્ણદેવ સોલંકી હતા એમ તેના વિ. સં. ૧૧૩૧ ના નવસારી દાનપત્રથી ફળે છે. ૧ મુનિશ્રી કલ્યાણવિજ્યજી વિજયસિંહસૂરિના પ્રબન્ધ ઉપર આ પ્રમાણે નેંધ લખે છે. “ભરૂચમાં ઘણું જ પ્રાચીન કાળથી વીસમા તીર્થંકર મુનિસુવ્રતનું તીર્થરૂપ ચિત્ય હતું, જે પ્રથમ “ અવાવબેધ” એ નામથી ઓળખાતું હતું. સિંહલ રાજાની પુત્રી સુદર્શનાએ તેને જીર્ણોદ્ધાર કરાવીને શકુનિકાવિહાર એ નામ પાડ્યું હતું. તે પછી માર્યરાજા સંપતિ અને તેના પછી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્યે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વીર સંવત ૪૮૪ ઈ. સ. પૂર્વેના પહેલા શતકમાં ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રના શાસનકાળમાં આચાર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી આ તીર્થ છેડાવ્યું હતું. આન્દ્રદેશના સાતવાહન રાજાએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરે અને પાદલિપ્ત સૂરિએ એના દેવજદંડની પ્રતિષ્ઠા કરેલી હતી. વિજયસિંહસૂરિના સમયમાં અંકલેશ્વરમાં દાવાનળ પ્રગટ ને નદી પર અગ્નિના પ્રવેશથી આ વિહાર નાશ પામેલો ને તે સૂરિએ ગામના બ્રાહ્મણ પાસેથી દ્રવ્ય સંપાદન કરી ફરી વિહાર બંધાવેલો. પૂર્વે આ વિહાર કાષ્ટને હતું અને પછી આબડે પથ્થરને બંધાવ્યું. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy