SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૮૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું કહેલ નમસ્કાર સાંભળતાં તે જાતિસ્મરણ પામી. ભરૂચ આવી એણે શ્રી મુનિસુવ્રતસ્વામીના ચૈત્ય શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યું અને પુષ્કળ ધન-દાન કર્યું.” શકુનિકાવિહાર “સમલીવિહાર” નામે પણ સાહિત્યમાં પ્રસિદ્ધ છે. છે. શાપેન્ટિયર અને જેકાબી જેવા જૈનધર્મના અભ્યાસી અને પંડિતના મત પ્રમાણે શ્રી પાર્શ્વનાથ જૈન ધર્મના પ્રરૂપક અને ઐતિહાસિક દૃષ્ટિએ સીમાસ્તંભ ગણાય, અને ભગવાન મહાવીર તથા તેમના શિષ્ય સુધર્માએ જેનધર્મને પુનરુદ્ધાર કરીને તેને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કર્યો છે. તેઓનું માનવું છે કે શ્રી પાર્શ્વનાથ પહેલાનું સર્વસ્વ, કલ્પિત કથાનકમાં અને માન્યતાઓના ગર્ભમાં અદશ્ય થઈ ગયું છે. - અધાવબોધતીર્થ-શકુનિકાવિહાર યાને સમલીવિહારના કથાનકમાંથી આટલું તારવી શકાય છે કે દક્ષિણાપથના અસ્મક અને મુલક પ્રદેશનું નામ પ્રાચીન ગ્રંથમાં મળે છે. અસ્મકની રાજધાની પતલી અને મુલકનું પાટનગર પ્રતિષ્ઠાન હતું. આધુનિક પેથાણ એ જૂના કાળનું પ્રતિષ્ઠાન. આ નગરેથી મહાજનપદયુગમાં વણજારાની પેઠે અને વ્યાપારીએના સાથે કાફલા મગધ સુધી અને નર્મદા તટના ભરૂચને કુરજે આવતા હતા. મધ્ય ભારત-માજિઝ પ્રદેશ અને મગધથી ઉજ્જન થઈ ગોદાવરી કાંઠાના અસ્મક–મુલક દેશે જવાનું અને અવન્તીની દક્ષિણ રાજધાની માહિષ્મતીથી પથાણુ અને નર્મદાના કિનારે કિનારે ભરૂચ સુધીના રાજપથ હતો. ભારતવર્ષને આંતરિક વ્યાપાર નદી તરફ, સમુદ્ર અને ખુશી માગે વ્યવસ્થિત ચાલતો હતો. ઉત્તરાપથના ગાંધારથી જમીન માગે (ખુશી માગે) ઉજૂન સુધી અને પશ્ચિમ ભારતના બંદરગાહ સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધીના રાજમાર્ગો બધો વહેવાર હતો. ભરૂચના બંદરેથી દૂર દૂર દેશ સુધી વહાણો જતાં. વહાણો તામ્રપતામ્રપણું–સિંહલદ્વીપ થઈને સુવર્ણભૂમિ (વર્તમાન બરમાં ), રાતા સમુદ્ર, ઈજીપ્ત અને ઈરાનના અખાત અને બેબિલન સુધીને વ્યાપારી વ્યવહાર, આયાત નિકાસ, અને રાજપ્રતિનિધિઓ જતા એમ સાહિત્યથી ફળે છે. ભરૂચ પ્રાચીન કાળથી રાજકીયતા કરતાં વ્યાપારના પટ્ટન–બંદર તરીકે વધારે પ્રસિદ્ધિ પામ્યું છે. ઉજ્જયિની–ઉજન એ અવન્તીનું ઉત્તરનું રાજધાનીનું નગર. લોકપ્રસિદ્ધ વિક્રમ રાજાના નામ સાથે ઉજન જોડાયેલું હોવાથી, વિદ્યા અને જ્યોતિષને માટે પ્રખ્યાત હોવાથી, ઉજ્જયિનીનું સ્થાન મહત્ત્વનું ગણાતું. ઉજજન પશ્ચિમ ભારતનું સંગમસ્થાન હતું. મહાક્ષત્રપ નહપાનના સમયમાં પશ્ચિમની દુનિયાનાં વહાણો સુપારક બંદરે આવતાં તે તેઓને પ્રથમ બંદરી અકસાઈ સારૂ ભરુચ પાછા જવું પડતું. તીર્થ અને વિહારની લેકકથામાં જગજૂના કાળનું તથ્ય સમાયેલું છે. બૌદ્ધો નિકાયમાં બુદ્ધ ભગવાનનું નિવ્વાણ થયા પૂર્વે બૌદ્ધધર્મ પશ્ચિમ ભારતમાંના સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધી પ્રવર્તમાન થયું હતું. ઉજજનના મહાસ્થવિર કચ્છાયને પશ્ચિમ ભારતમાં બુદ્ધધર્મ પ્રચલિત કરેલે, જ્યારે જૈન ધર્મ ભગવાન મહાવીરના સમયમાં અથવા મૌર્યસમ્રાટ સંપ્રતિ પૂર્વે ગુજરાતને આંગણે વધુ પ્રગતિમાન થયો હોય એમ જણાતું નથી. સંપ્રતિનું કાર્યક્ષેત્ર અને ધાર્મિક કેન્દ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારત હતું. ભદ્રબાહુના કલ્પસૂત્રમાં ભરુચ ઉલ્લેખ છે. (ઈ. સ. પૂ. ૩૦૦) For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy