SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું મંત્રીશ્વર તેજપાલની જીવનઘટના જોડે શકુનિકાવિહાર અગત્યનું સ્થાન ભોગવે છે પ્રબન્ધમાં કથાનક આ પ્રમાણે મળે છે. એક સમયે ભરૂચના પ્રસિદ્ધ શકુનિકાવિહાર નામના મુનિસુવ્રતસ્વામીના મંદિરની યાત્રાએ તેજપાલ આવ્યા હતા. મંદિરના આચાર્ય વીરસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ મંત્રીની સ્તુતિ કરી. આમૃભટ મંત્રીએ (આંબડે) શકુનિકા વિહારમાંની પચ્ચીશ દેવકુલિકા માટે સુવર્ણ ધ્વજ કરાવી આપવાની વિનંતિ કરી. મંત્રી ભાઈ વરતુપાલની સંમતિ મેળવી તેજપાલે પચીશ દેવકુલિકાને સુવર્ણ દંડ કરાવી આપ્યા. વીરસૂરિના શિષ્ય જયસિહસૂરિ વિહારના આચાર્ય ઉપરાંત એક કવિ હતા. કવિ સિહસૂરિ વિશે બીજી માહિતી મળતી નથી, પણ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના દાનની સ્મૃતિ ચિરંજીવી રાખવા એક સુંદર લાંબું પ્રશસ્તિ કાવ્ય રચ્યું છે, જેમાં મૂળરાજથી વીરધવલ સુધીની વંશાવળી અને ટૂંક વર્ણનનો સમાવેશ થાય છે. આ પ્રશસ્તિકાવ્ય શકુનિકાવિહારમાંની ભીંતના પથ્થરમાં અંકિત કર્યું હતું. કવિ અને આચાર્ય જયસિહરિની બીજી કૃતિ “હમ્મીરમદમન” ગ્રંથ, જેમાં ગુજરાત ઉપર તુરૂષ્કાએ-મુસલમાનોએ કરેલ હુમલે, વસ્તુપાલ-તેજપાલનું શૌર્ય, તેઓએ તુરૂષ્કરના ઉપર વિજય મેળવ્યું તે વગેરે નાટકના રૂપમાં આપ્યું છે. આ કાવ્યને અંતે બંને મંત્રીભાઈઓની પ્રશંસાનું પ્રશસ્તિકાવ્ય આ ભરૂચના કવિએ બનાવેલું આપણને મળે છે એ જ આપણું ભાગ્ય છે. હમ્મીરમદમર્દન કાવ્ય-નાટક વસ્તુપાલના પુત્ર જયંતસિંહની આજ્ઞાથી ખંભાતના ભીમેશ્વર ભગવાનની યાત્રાના ઉત્સવ પ્રસંગે પહેલવહેલું ભજવાયું હતું. આ નાટકમાં પાંચ અંક છે અને તેની તાડપત્રની સં. ૧૨૮૬ની લિખિત પ્રત મળી આવી છે. વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ સુધી શકુનિકાવિહાર અસ્તિત્વમાં હતો. એ પછી તઘલખ વંશના ગ્યાસુદ્દીન તઘલખના સમયમાં જેન વિહાર મજીદમાં પરિવર્તન પામે. શકુનિકાવિહારનું ચક્કસ સ્થળ નિર્ણય કરવાનાં સાધન નથી; તેમજ ભરૂચના કવિની કાવ્ય પ્રસાદી વતુપાલ-તેજપાલનું પ્રશસ્તિકાવ્ય અંકિત દશામાં ઉપલબ્ધ નથી, પણ વર્તમાનમાં ભરૂચમાં જૂના કાળમાં જેન વિહાર મજીદમાં પરિવર્તિત થયાના અવશેષ પ્રાપ્ત થાય છે અને તે ભરૂચની જુમ્મા મજીદ છે. પુરાતત્ત્વની દૃષ્ટિએ આ મજીદના સ્થળનું બારીક અવલોકન કરતા અને એની વિશિષ્ટતા જોતાં આબંડ ભટ્ટે પથ્થરનું બંધાવેલું શકુનિકાવિહાર આ જ સ્થળ છે એમ મારે પિતાને અભિપ્રાય છે. મહાશય બરજેશ ઈ. સ. ૧૮૬૫-૬૬માં ગુજરાતના અવશેષોની સરવે કરવા આવેલા ત્યારે આર્કોલોજીકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા પુસ્તક ૬ ઢામાં જુમ્મા મજીદ વિષે આ પ્રમાણે નેંધ લખે છે – ' ઈ. સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું એ સમયે ભરૂચ પણ મુસલમાનોને હસ્તક ગયું. તેઓએ ગુજરાતમાં ઘણે સ્થળે હિંદુ અને જૈન દેવાલયોને મછદમાં ફેરવી નાંખ્યાં. એ કાળમાં ભરૂચની જુમ્મા મજીદ પણ જૈન મંદિરમાંથી પરિવર્તિત થયેલી લાગે છે. અત્યારે પણ ત્યાંના અવશેષે ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મંદિરને ભાગ છે એમ જણાય છે. સને ૧૮૦૩ સુધી આ જગ્યા અવડ રહેલી લાગે છે. જ્યારે અંગ્રેજોએ એ સાલમાં ભરૂચ લીધું ત્યારે આ સ્થળમાં લશ્કરે મુકામ કર્યો હતો. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy