________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જૈન ન્યાયને વિકાસ
[૧૫] તેમણે વાવાજીવ છે વિગઈનો ત્યાગ કર્યો હતો. તેમનું અપર નામ ભદ્રકીર્તિ હતું. તેઓ બ્રહ્મચારી ગજવર” અને “રાજપૂજિત” એ બે બિરુદથી પણ વિભૂષિત હતા. ૩ શ્રી શીલાંકાચાર્યજી
તેઓ વિક્રમના દશમા સૈકામાં થયા. તેઓએ અગિયારે અંગ ઉપર ન્યાય અને આગમ વિચારોથી પૂર્ણ ટીકા લખી છે. જેમાંની હાલમાં આચારાંગ અને સુગડાંગ પરની વૃત્તિ ઉપલબ્ધ છે. જીવસમાસ ઉપર તેમણે ટીકા લખી છે. ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત “શ્રી વિશેષાવષ્યકભાષ્ય ઉપર તેમણે વૃત્તિ લખી છે. આ ટીકા, તેમનું બીજું નામ કોચ્યાચાર્ય હતું તે નામથી પ્રસિદ્ધ છે.
અંગો ઉપર ન્યાયશૈલીથી ટીકા લખનારાઓમાં શીલાંકાચાર્ય પ્રથમ છે. ૪ શ્રી સિદ્ધર્વિસૂરિજી
સિદ્ધર્ષિજીને સત્તાસમય વિ. સં. ૯૬૨ની આસપાસ છે. કારણ કે તેમણે બનાવેલ ઉપમિતિભવપ્રપંચ નામની કથા ૯૬રમાં પૂર્ણ થઈ છે. સિદ્ધર્ષિના સમયમાં પણ બદ્ધોનું વિશેષ જોર હતું. દીક્ષા લીધા બાદ તેઓ દ્ધો પાસે અભ્યાસ કરવા ગયા હતા. ત્યાં તેમને દ્ધ સિદ્ધાન્ત રૂચિ ગયા, પરંતુ વચનબદ્ધ થયા હોવાથી ગુરુ મહારાજ પાસે આવ્યા. વળી ત્યાં વચન આપીને આવ્યા હોવાથી ત્યાં ગયા, ફરી અહીં આવ્યા. એમ એકવીશ વખત બન્યું હતું. છેવટે શ્રી હરિભદ્રસૂરિજીકૃત “લલિતવિસ્તરા” વાંચી જૈનદર્શનમાં સ્થિર થયા હતા. તેમણે શ્રી હરિભદ્રસૂરિજીની અને લલિતવિસ્તારની ખૂબ પ્રશંસા લખી છે. ઉપમિતિની પ્રશસ્તિમાં તેઓ લખે છે કે “જે હરિભદ્ર પિતાની અચિત્ય શક્તિથી મારામાંથી કુવાસનામય ઝેર દૂર કરીને, કૃપા કરી સુવાસનારૂપ અમૃત મારા લાભ માટે શોધી કાઢયું છે તે હરિભદ્રસૂરિને મારા નમસ્કાર હે ! તે હરિભદ્રસૂરિજીને મારા નમસ્કાર હો કે જેમણે મારા માટે લલિતવિસ્તરા' નામની વૃત્તિ રચી. ”
તેઓ છએ દર્શનના વિદ્વાન હતા. તેમણે સ્વયં લખ્યું છે કે “તિર્ષિ નિમિनिकणभुक्सौगतादिदर्शनवेदिनः सकलग्रन्थार्थनिपुणस्य श्रीसिद्धषेर्महाचार्यस्येति। તેમણે સિદ્ધસેનકૃત “ન્યાયાવતાર” ઉપર વૃત્તિ રચી છે. ૫ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી
તેઓ વિક્રમની ૧૧ મી સદીમાં થયા છે. તેઓ એક સમર્થવાદી હતા અલ્લ રાજાની રાજસભામાં તેમણે દિગમ્બરેને પરાજય આપ્યો હતો. ત્રિભુવનગિરિ અને સપાદલક્ષ (માલવા) આદિના રાજાઓને જેન બનાવ્યા હતા અને ૮૪ વાદે જીતીને આનન્દ્રિત કર્યા હતા.
૧. સિદ્ધર્ષિ જ્યાં તર્કશાસ્ત્ર ભણવા ગયા હતા તે નગરનું નામ “મહાબેધ” લખ્યું છે. તે નગર ક્યાં હતું તેને કંઈ પત્તો લાગતું નથી પણ તે સ્થાન તક્ષશિલાનું વિશ્વવિદ્યાલય અથવા નાલંદા વિશ્વવિદ્યાલય એ બેમાંથી એક હેવું જોઈએ એમ લાગે છે.
२ नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये। मदर्थे निर्मिता येन, वृत्तिर्ललितविस्तरा । ३ वादं जित्वाऽल्लुकक्ष्मापसभायां तलपाटके । आत्तैकपट्टो यस्तं श्रीप्रद्युम्नं पूर्वजं स्तुवे ।
– સમરાદિત્યસંક્ષેપ) ४ सपादलक्षगोपाल-त्रिभुवनगिर्यादिदेशगोपालान् । ययुश्चतुराधिकाशोत्या, वादजयै रञ्जयामास ।
–(પાર્શ્વનાથચરિત્ર )
For Private And Personal Use Only