SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક ] જૈન તીર્થો [૧૭] જયાનંદસૂરિના ઉપદેશથી થયો હતો. આ જ અરસામાં આ૦ શ્રી જયાનંદસૂરિના ઉપદેશથી શાહ ખીમસીહ ઓસવાળ કહેડા પાર્શ્વનાથને પ્રાસાદ કરાવ્યું હતું. ત્યારપછી મહાપ્રભાવિક આ૦ શ્રી ધર્મષસૂરિના ઉપદેશથી મંત્રી ઝાંઝણકુમારે વિ. સં. ૧૩૪૦માં તે મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કરેડા પાર્શ્વનાથના મંદિરમાં બાવન જિનાલયોની દેરીઓની પાટ ઉપર ભિન્ન ભિન્ન લેખો છે જે પૈકી એક લેખ વિ. સં. ૧૦૩૯ નો છે, જેમાં લખેલ છે કે-સંડેરેક ગચ્છીય શ્રીયશોભદ્રસૂરિએ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. આ સ્થાન ઉદેપુર-ચિડ રેવેન કરેડા સ્ટેશનથી લગભગ બે માઈલ દૂર છે. - -( જૈન તીર્થોનો ઈતિહાસ મેવાડની પચતીથી, જેને સત્ય પ્રકાશ ક્રમાંક ૯) - ચિત્તોડ-ચિત્તોડના કિલ્લામાં બે ઊંચા કીર્તિસ્થંભે છે, જે પૈકીનો એક ભ૦ મહાવીર સ્વામીના મંદિરના કંપાઉંડમાં જેને કીર્તિસ્થંભ છે. જે સમયે ભવેતાંબર અને દિગમ્બરના પ્રતિમાભેદ પડ્યા ન હતા તે સમયનો એટલે વિ. સં. ૮૯૫ પહેલાંનો એ જૈન વેતામ્બર કીર્તિસ્થંભ છે. અલટરાજા જેનધર્મપ્રેમી રાજા હતા. તે વાદીજેતા આ. પ્રદ્યુમ્રસૂરિ આ. નન્દકગુરુ આ. જિનયશ (આ. સમુદ્રસૂરિ) વગેરે “. આચાર્યોને માનતો હતા. એટલે સંભવ છે કે તેના સમયમાં ભ. મહાવીરસ્વામીનું મંદિર અને કીર્તિસ્તંભ બન્યાં હશે. આ કીર્તિસ્થંભનું શિલ્પસ્થાપત્ય અને પ્રતિમાવિધાન તે સમયને અનુરૂપ છે. - આ કીર્તિસ્તંભના પાસેના મંદિરનો જીર્ણોદ્ધાર અંગે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૫૫ માં લખ્યું છે કે - “આ ગુણરાજે ચિત્રકૂટ પર મેકલ રાજાના આદેશથી તે રાજાને ઘણો પ્રસાદ પામી કીર્તિસ્તંભ પાસેના પ્રાસાદને ઉદ્ધાર કર્યો કે જે ઊંચા મંડપ તથા દેવકુલિકાઓથી વધુ શોભા પામતો હતો. આમાં તેના પુત્રયુક્ત બાલને તેના કાર્યમાં દેખરેખ રાખવા રોકયો હતો. તે તૈયાર થયા પછી ગુણરાજના પાંચ પુત્રોએ વર્ધમાનજિનની નવીન પ્રતિમા સ્થાપી અને તેની સમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૪૮૫ માં. (પ્રતિષ્ઠા પહેલાં ગુણરાજનો સ્વર્ગવાસ થયે લાગે છે.)” નાડલાઈ (વિ. સં. ૯૫૪)--નાડલાઈ પાસે શત્રુંજય અને ગિરનાર નામની બે પહાડીઓ છે. શત્રુ નામની પહાડી ઉપર શ્રી આદિનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે. જેનો ઈતિહાસ આ પ્રમાણે છે– ખંડેરક ગચ્છના આ. શ્રી યશોભદ્રસૂરિ અને એક કાપાલિક એગીએ પિતપોતાની મંત્રશક્તિ અજમાવવા માટે એવી હરિફાઈ કરી કે મારવાડના પાલાણી ખંડમાંથી (ખેડનગરથી) પિતા પોતાના ઈષ્ટ દેવનું મંદિર મંત્ર બળે ઉઠાવીને નાડુલાઈ લઈ આવવા. જે પિતાના મંદિરને સવાર થતાં પહેલાં નાકુલની ટેકરી ઉપર પ્રથમ સ્થાપન કરે તેની જીત થઈ જાણવી. આ. યશોભદ્રસૂરિએ આ હરિફાઈમાં આ ટેકરી પર સૂર્યોદય થતાં પહેલાં આદિનાથનું મંદિર ઉતાર્યું જે આજે વિદ્યમાન છે અને ત્યારથી ઉક્ત ટેકરી શત્રુંજયના નામથી ઓળખાય છે. આ ઘટના વિ. સં. ૯૫૪માં બનેલ છે. તે જ સૂરીશ્વરે નાડોલના ચોહાણોને ઉપદેશ આપી જેન બનાવ્યા છે અને તેના ગોત્રની ભંડારી તરીકે સ્થાપના કરી છે. આચાર્યશ્રીના પટધર શાલિસૂરિ પણ ચેહાણુવંશના હતા. આદિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર ભંડારીઓએ જુદા જુદા સમય પર કરાવેલ છે. છેલ્લે જીર્ણોદ્ધાર તપગચ્છના આ. શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી નાદુલાઈના સંઘે સં. ૧૬૮૬ વૈ. શું. ૮ શનિવારે પુષ્યનક્ષત્રમાં મહારાણુ જગતસિંહના રાજ્યમાં કરાવેલ છે, For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy