________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું નાડુલાઈની પાસે નાડેલ એ પણ પ્રાચીન જૈન તીર્થસ્થાન છે. બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના ફાલના અને રાણી સ્ટેશનથી આ સ્થાનમાં જવાય છે.
રામસેન (વિ. સં. ૧૦૧૦ ની પૂર્વે)–આ. શ્રી ઉદ્યોતનસુરિઓ વિ. સં. ૯૯૪માં આબુ પાસે ટેલી ગામમાં એક મેટા વડના ઝાડની નીચે એક સાથે પોતાના શિષ્યોને આચાર્યપદ આપ્યું અને તેઓને પિતાની પાટે સ્થાપ્યા. તેઓમાં મુખ્ય આ. સર્વદેવસૂરિ વડગચ્છના આદિ આચાર્ય છે. આ. સર્વદેવસૂરિએ વિ. સં. ૧૦૧૦ માં રામસેનામાં આદિનાથ ભગવાનના મંદિરમાં ચંદ્રપ્રભની પ્રતિષ્ઠા કરાવી છે અને ચંદ્રાવતીના મંત્રી કુંકુણને દીક્ષા આપી પિતાનો શિષ્ય બનાવેલ છે. આ ઉપરથી નક્કી થાય છે કે રામસેન તીર્થ એ પ્રાચીન તીર્થ છે.
રામસેનમાં ૧૧ મા સૈકાની જિનપ્રતિમાઓ છે. ભોંયરામાં ચાર ચમત્કારી મૂર્તિઓ છે. ત્યાંની જનતા તેને બહુ માને છે. આ સ્થાન ભીલડીયાથી ૧૨ કેશ દૂર છે.
–(ગુર્નાવલી, તપગચ્છપટ્ટાવલી, જૈનતીર્થોને ઇતિહાસ) આબૂ (વિમલવસહિકા–વિ. સં. ૧૦૮૮)-આબુ સંબંધી ઇતિહાસ તે ઘણે ભલે છે. અને સાહિત્ય પ્રેમી પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજીએ આખું પુસ્તક પ્રકાશિત કરી આબુનો ઈતિહાસ આપણી સામે રજુ કર્યો છે. આબુના વર્તમાન તીર્થના સ્થાપક ગુર્જરેશ્વર ભીમદેવ(પહેલા)ના મંત્રી દંડનાયક વિમલમંત્રી છે. તેઓ પિોરવાડ જૈન હતા. તેમના પૂર્વજો શ્રીમાલમાંથી ગૂજરાતના ગાંભુ ગામે રહેતા. અને ત્યાંથી વનરાજ ચાવડો તેમને પાટણ લાવેલો. તેમાંના નીના મંત્રીએ પાટણમાં ભવ્ય જિનમંદિર બંધાવેલું. વિમલને પણ મુખ્ય ઉપદેશ આપનાર તે વખતના પ્રાભાવિક આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી હતા. વિમલ પહેલેથી જ જેનધર્મને અનુરાગી હતો. મંત્રી અને છેલ્લે ચંદ્રાવતીના પરમાર રાજાને જીતી ત્યાંના દંડનાયક બન્યા પછી તેમને પિતાનું જીવન સફલ કરવાની તક મલી અને આબુના શિખરે મનોહર જિનપ્રાસાદ બનાવ્યા
વસ્તુપાલ ચરિત્ર (સંસ્કૃત-રચના સં. ૧૪૯૭)માં શ્રી જિનહર્ષ આપણને વિમલને જે પરિચય આપે છે તેને સાર આ પ્રમાણે છે
“ચંદ્રાવતીમાં પ્રાગવાટ વંશના વિમલનામે દંડપતિ થયા. તે શ્રી ભીમ ગુર્જરપતિના પરમ પ્રસાદરૂપ હતા. સિંધુરાજાના દારુણ યુદ્ધમાં તેણે રાજાને ભેટી સહાય આપી હતી. પરમાર રાજા પણ તેનાથી પરાભવની શંકાથી પોતાની રાજધાની છેડી ગિરિદુર્ગમાં જઈ રહ્યા હતા. તેણે માલવીય રાજાની સાથે સંગ્રામમાં ભીમરાજાના સેનાપતિપદને પામી વિજય મેળવ્યો હતો. ત્રણ દિવસમાં સ્થટ્ટ (૬) નામના રાજાને હરાવી બાંધી લીધો હતો. નદ્દલનગરના રાજાએ તેમને સુવર્ણનું સિંહાસન આપ્યું હતું, ને ગીની( દિલ્હી )પતિએ તેને છત્ર આપ્યું હતું. વિમલાચલની યાત્રામાં ચાર કેટી સુવર્ણ વ્યય કરી સંધપતિ થયા હતા. તેમની સ્ત્રીનું નામ શ્રી હતું. પુત્ર ન્હોતો. અંબિકાની આરાધના કરી અર્બુદગિરિ પર ચૈિત્ય બાંધવાનું ને વંશની ઉન્નતિરૂપ પુત્ર થવાનું-એમ બે વર માગ્યાં. દેવીએ બેમાંથી
એક મળશે એમ કહેતાં જિનચૈત્યની માંગણી કરી અને તે ફળી. શૈવમતિઓનો વિરોધ થતાં અંબિકાની સહાયથી ત્યાંથી ઋષભદેવની પ્રતિમા નીકળી. આખરે સં. ૧૦૮૮
For Private And Personal Use Only