SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમુ વિ. સં. ૧૮૮૩માં તપાગચ્છાધિરાજ શ્રી સમસુંદરસૂરિના શિષ્ય પં. શાંતીશગણી સંઘ સાથે અહીં પધાર્યા. આ લેખ ગાદી પર છે. માટે જીર્ણોદ્ધાર કરી ગાદી પર આ લેખ દાવ્યો હોય એમ માની શકાય છે. વિ. સં. ૧૬ ૬પ ચે. શુ. ૧૫ સોમવારે હસ્ત નક્ષત્રમાં માણેકવામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. વિ. સં. ૧૭૬૭ ચિ. શુ. રવિવારે પુષ્ય નક્ષત્રમાં વિજયમદૂતમાં શ્રી માણેકરવામીની પ્રતિષ્ઠા કરી, દિલ્લીના બાદશાહ ઔરંઝેબના પુત્ર બાદશાહ બહાદરશાહના રાજ્યમાં સૂબા નવાબ મહમ્મદ યુસફખાનની મદદથી તપાગચ્છના આ. શ્રીવિજયપ્રભસૂરિના પટ્ટધર આ. શ્રી વિજય રત્નસૂરિની વિદ્યમાનતામાં પં. ધર્મકુશલગણીના શિષ્ય પં. કેસર કુશલના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયે. સં. ૧૯૬૬ પિષ (માગશર) વદી ૧૧ શુક્રવારે તપાગચ્છ વિદ્યારત્ન મુનિ શાંતિવિજયજીના ઉપદેશથી શ્રીસ કુલ્પાકજી તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો, ધ્વજાદંડ ચડાવ્યા. - આજે પણ આ તીર્થ પ્રભાવક તીર્થ તરીકે વિખ્યાત છે. નિઝામ સ્ટેટમાં ગગનચુંબી શિખરવાળું જે કઈ હિન્દુ મન્દિર હોય તે તે માત્ર આ કુલ્પાકજીનું જ જેન વેતાંબર મન્દિર છે. આ સ્થાન દક્ષિણના નિઝામ હૈદ્રાબાદથી ઈશાન ખૂણામાં ૪૭ માઈલ અને બે ફલાંગ પર છે. હૈદ્રાબાદથી બેઝવાડા જતી મોટર સડક અને રેલવે લાઈન પર ૪૩ માઈલની દૂરી પર આલેર સ્ટેશન છે, ત્યાંથી ૪ માઈલ અને બે ફાઁગ પર કુલ્યાક ગામ છે. કુલ્પક ગામની બહાર ઉક્ત ભવ્ય મન્દિર ઊભું છે. -( આ. જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પ, ૫. સેમધર્મગીકૃત ઉપદેશસપ્તતિકા, ૫. દેવવિમલગીકૃત હીરૌભાગ્ય મહાકાવ્ય સર્ગ-૬ ઠે, બસવપુરાણ, વિજલ કાવ્ય, શ્રી કુલ્પાકજી તીર્થ લેખ-જેન સત્ય પ્રકાશ ક્રમાંક ૬૮ થી ૭૨ ) તે મહાતીર્થ મેરા (વિ. સં. ના આઠમા સૈકા પહેલાં)–વિ. સં. ૮૦૨માં અણહિલપુર પાટણ વસ્યું, તે પહેલાંનું આ તીર્થ છે. અહીં ભગવાન મહાવીર સ્વામીનું મંદિર હતું. આર. બપ્પભદિસૂરિ ગ્વાલીયરથી વિદ્યાના બળે અહીં રોજ જિનદર્શન કરવાને આવતા હતા. અહીંથી મઢ ગચ્છની ઉત્પત્તિ થઈ છે, જે ગ૭માં આ. સિદ્ધસેનસૂરિ આ બમ્પ ભદિસરિ જેવા ધર્મ પ્રભાવક આચાર્યો થયા છે. મોઢજ્ઞાતિનું ઉત્પત્તિસ્થાને પણ આ જ ભૂમિ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, આ૦ શ્રીબાલચંદ્રસૂરિ જેવા શાસનસ્તંભ આચાર્યો અને મહર્દિક જેને પણ આ જ્ઞાતિનાં જ રત્ન છે. | ગુજરાતના રાજા અજયપાળે ઠેકબુદ્ધિથી જૈનમંદિરનો ધ્વંસ કરાવ્યો હતો તેમાં પાટણ, મોઢેરા અને રાંતેજા વગેરે સ્થાનમાં જૈન મંદિરોનો નાશ થએલ છે. | વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું ત્યારે ત્યાં જૈન મંદિર બનાવી તેમાં પચાસરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી તેમજ ત્યાં પોતાની ભક્તિભાવયુક્ત મૂર્તિ કોતરાવી. આ વનરાજ ચાવડાની જમણી બાજુએ મંત્રી આશકની મૂર્તિ છે જે મોઢ જ્ઞાતીના જેન છે એમ તેપરના શિલાલેખમાં ઉલ્લેખ છે. મોઢેરા તીર્થ આજે તીર્થરૂપે નથી. --(પ્રભાવક ચરિત્ર, જૈન સત્ય પ્રકાશ કુમાંક ૯) કરહેડા (વિ. સં. ૮૬૧)-સંપ્રતિ રાજાએ અનેક જિનમંદિર બનાવ્યાં હતાં. જે પૈકીનાં ૯૦૦ જિનાલનો જીર્ણોદ્ધાર વિ. સં. ૮૬૧ માં જ્ઞાનભંડારના સ્થાપક આ. શ્રી For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy