SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરનિ. સંવત ૧૦૦૦ થી વીરનિ. સંવત ૧૭૦૦ સુધીના જૈન તીર્થો લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી ઉપક્રમ–૨૩ ભગવાનની કલ્યાણક ભૂમિએ, તક્ષશિલા, મથુરા, અજારા, શંખેશ્વરજી, અશ્વાવબોધ-શકુનિકાવિહાર, ક્ષત્રિયકુંડ, ઋજુવાલુકા, મુંડસ્થલ, નાદિયા-એ સિદ્ધક્ષેત્રે અને અતિશય ક્ષેત્રે ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાનાં તીર્થો છે. વીરનિર્વાણુ સંવત્ ૧૦૦૦ સુધીમાં પાવાપુરી, વૈભારગિરિ, મેશ્વર, મથુરા, દ્વારિકા, જગન્નાથપુરી, બકી, અવનીપાર્શ્વનાથ, થિરા૫ક, ઔશિયા, ભિન્નમાલ, શત્રુંજય, વલભીપુર, પ્રભાસપાટણ, રથાવર્તુગિરિ, સ્વર્ણગિરિ, સાચેર, નાગોર, નાગહદ (નાગદા), અદબદજી અને આણંદપુર વગેરે તીર્થો થયાં છે. જેને પરિચય અને જેને સત્ય પ્રકાશના પર્યુષણ પર્વ વિશેષાંક (ક્રમાંક ૩૭–૩૮)માં આપી ગયા છીએ. વીરનિર્વાણ સં. ૧૭૦૦ સુધીમાં ભીમપલ્લી (ભીલડીયાજી), મક્ષીજી, વટપદ્ર (જે પ્રતિમાં હાલ કેસરિયાજી તરીકે પ્રસિદ્ધ છે), ઓસમ (જુનાગઢ સ્ટેટ) પહાડ, કરેડા (મેવાડ), ઢાંકગિરિ (ઢાંકની ટેકરી) વગેરે અનેક તીર્થો સ્થપાયાં છે. પરંતુ તેના પૂરાં પ્રમાણે ન મળવાથી અમે અત્રે તેને પરિચય આપ્યો નથી. વીરનિર્વાણુ સં. ૧૦૦૦ થી ૧૭૦ ૦માં સ્થપાએલ તીર્થો પૈકીનાં કેટલાંક નીચે પ્રમાણે છે કુપાકજી (વિ. સં. ૬૦૦ લગભગ)–નિઝામ સ્ટેટમાં કુલ્પાકજી તીર્થ છે જેને લકે કુલ્પાક, કુ૫પાક, કેલીયા પાક અને માણેકસ્વામી એમ વિવિધ નામોથી સંબોધે છે. ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત સિંહનિષદ્યાપ્રાસાદમાં વીશે તીર્થકરોની રત્નમય પ્રતિમાઓ સ્થાપી તેમજ પોતાની આંગળીના લીલામાણેકમાંથી શ્રી ઋષભદેવ ભગવાનની જટાજુથ વાળી “માણિક્યસ્વામી '' નામની મૂર્તિ બિરાજમાન કરી જે પ્રતિમાં ઘણી જ સુંદર હતી. એટલે અનુક્રમે વિદ્યાધરે, સૌધર્મેન્દ્ર અને રાવણ મંદોદરીએ પિતપેતાના સ્થાનમાં આ પ્રતિમાને લાવી તેની પૂજા કરી. લંકાને નાશ થયો ત્યારે મદદરીએ આ પ્રતિમાને સમુદ્રમાં પધરાવી, જ્યાં તેની પૂજા દેવો કરતા હતા. કર્ણાટકના શંકર રાજાએ પિતાના પાટનગર કલ્યાણમાં ફેલાએલ મરકીને શાંત કરવા માટે લવણુધિપતિદેવને આરાધી આ પ્રતિમા મેળવી, તેને સાથે લઈ કલ્યાણી તરફ પ્રયાણ કર્યું. વિકટ માર્ગ વટાવી કુલ્પાક પહોંચતા શંકર રાજાને પ્રતિમાજીને રથ આ વિકટ માર્ગ વટીને આવે છે કે નહીં એમ શંકા પડતાં જ (પાછળ જોયું તેટલામાં) રથ કુલ્પાકમાં જ ખંભિત થઈ ગયો એટલે શંકર રાજાએ માણિકયસ્વામીની કુલ્પાકજીમાં પ્રતિષ્ઠા કરી. તેની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. તેના અભિષેકનું પાણી છાંટવાથી કલ્યાણની મરકી શાંત થઈ અને કુપાકનું ધામ તીર્થ તરીકે વિખ્યાત થયું. વિ. સં. ૬૮૦માં અને ૧૨૪૩માં વિધર્મીઓ તરફથી આ તીર્થને વિનાશ કરવા માટે આક્રમણો થયા હતાં, જેમાંથી આ તીર્થને બચાવ થયો છે. આ તીર્થનો જીર્ણોદ્ધાર કયારે કયારે થશે તેની પૂરી યાદી મળતી નથી, કિન્તુ ત્યાંના શિલાલેખ પરથી કેટલાએક જીર્ણોદ્ધારનો ઈતિહાસ નીચે મુજબ મળે છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy