SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩] દીપોત્સવી અંક] જેને ન્યાયનો વિકાસ સમસ્યાઓ પિતાના અનુયાયી સિવાય અન્યને સમજાવતા ન હતા. આવા સમયે શ્રી હરિભદ્રસૂરિજી ઉત્પન્ન થયા હતા. તેઓ જાતે બ્રાહ્મણ હતા. ચૌદ વિદ્યાના પારંગત હતા. અને સત્ય સમજાયા પછી જેન બન્યા હતા. તેમણે શાસ્ત્રાર્થ કરી બદ્ધોને હરાવ્યા હતા, અને અનેક જેન-ન્યાય ગ્રન્થની રચના કરી હતી. તે સમયના બ્રાદ્ધોના જોરને અને શ્રી હરિભદ્રસૂરિજીની પ્રતિભાને ખ્યાલ નીચેના એક પ્રસંગથી સારી રીતે આવી શકશે. શ્રી હરિભદ્રસૂરિજીના બે ભાણેજ-શિષ્ય હંસ અને પરમહંસ ઘણું બુદ્ધિશાળી હતા. ન્યાયની પરાકાષ્ટાએ પહોંચવાની અને બ્રાદ્ધન્યાય શિખવાની તેમની ખૂબ ઈચછા હતી અનેક વ્યવસાય વગેરેને કારણે શ્રી હરિભદ્રસૂરિજી શિક્ષણ આપી શકતા ન હતા, માટે તે બન્ને બદ્ધ-સમ્પ્રદાયમાં શીખવા માટે ગયા. શિક્ષણ લીધા બાદ ધોને ખબર પડતાં તે બન્નેને મરાવી નાખવાને પ્રબન્ધ કર્યો. આ વાતની એ બન્નેને જાણ થઈ એટલે તેઓ ત્યાંથી ભાગ્યા. એક જણ વચમાં સપડાઈ જવાથી મરણ પામ્યા, અને બીજા એક હરિભદ્રસૂરિજી પાસે આવી પહોંચ્યા અને બધી હકીકત કહી તરત જ સ્વર્ગસ્થ થયા. હાલા શિષ્યોના આમ અકાલ અવસાનથી શ્રીહરિભદ્રસૂરિજીને ધ થયો. જોદ્ધોને શાસ્ત્રાર્થ કરવા આમંત્રણ મોકલાવ્યું. હારે તે બળતી કડાઈમાં પડે. દો હાર્યા. આચાર્ય મહારાજે ૧૪૪૪ બદ્ધોને મારવાનો સંકલ્પ કર્યો હતો. ગુરુ મહારાજશ્રીના ઉપદેશથી ક્રોધ શાન્ત થયો અને સંકલ્પ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેનું પ્રાયશ્ચિત્ત લીધું અને તે પ્રાયશ્ચિત્ત તરીખે ૧૪૪૪ ગ્રન્થની રચના કરી. હાલ પણ તેમના ઉપલબ્ધ ગ્રન્થમાં વિદુ શબ્દ આવે છે તે હંસ અને પરમહંસના વિયેગને સૂચક છે. તેમના વિરચિત ન્યાયગ્રન્થ આ છે-૧ અનેકાન્તવાદપ્રવેશ, ૨ અનેકાન્તજયપતાકા, ૩ અષ્ટક પ્રકરણ, ૪ ન્યાયપ્રવેશ સૂત્ર-દ્ધિ -ન્યાયના ગ્રન્થ પર) વૃત્તિ, ૫ ધર્મસંગ્રહણી, ૬ લલિતવિસ્તરા, ૭ દર્શનસમુચ્ચય, ૮ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ( વૃત્તિયુક્ત છે. તેમની ભાષા ઘણી સચોટ છે. હળવે હળવે પણ જે વાત તેઓ બતાવે તે હૃદયમાં તરત જ ઊતરી જાય છે. દ્વાદશદર્શન ટીકાકાર વાચસ્પતિ મિશ્રાની અને તેમની લખાણ શૈલીમાં સમાનતા ભાસે છે. અનેકાન્તજયપતાકામાં સ્યાદ્વાદનું અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પૂર્વક સ્થાપન કર્યું છે. ધર્મ સંગ્રણીમાં તેમણે આત્મા તથા ધર્મને વિષય સુન્દર રીતિએ બતાવ્યો છે, નાસ્તિકાના ૌદ્ધોના તથા અન્યોના મતે નિરાસ કર્યો છે. ષદર્શનસમુચ્ચય એકર માધ્યમિક દૃષ્ટિએ લખ્યો છે અને તેમાં કેવળ છએ દર્શનની માન્યતા બતાવી છે. છતાં પણ તેમાં જેનદર્શન પ્રત્યેની અભિરુચિ તે વ્યક્ત કરી જ છે. લલિતવિસ્તારમાં સટપણે જિનેશ્વર ભગવાનની મહત્તા અને જૈનદર્શનની વિશુદ્ધતા બતાવી છે. - તેમણે પોતાના ગ્રન્થમાં અનેક દાર્શનિક ગ્રન્થ તથા ગ્રન્થકારોનો ઉલ્લેખ કર્યો છે, તેમાંનાં મુખ્ય આ છે. અવધૂતાચાર્ય, સાંખ્ય દાર્શનિક આસુરિ અને ઈશ્વરકૃષ્ણ, મીમાંસક કમરિલભટ્ટ, ભાષ્યકાર-પતંજલિ, પાતંજલ યોગાચાર્ય, વૈયાકરણું પાણિની, ભગવદ્દગોપેન્દ્ર, વૈયાકરણ ભર્તુહરિ, વ્યાર્ષિ, વિધ્યાસી, શિવધર્મોત્તર વગેરે બ્રાહ્મણ ધર્મિઓ હતા. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy