SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું नेयाउअं सुअक्खायं, उवादाय समीहए ॥ ન્યાયયુક્ત આગમને ગ્રહણ કરીને (તેને) ઈચ્છે છે. सोच्चा नेयाउअं मग्गं, बहवे परिभस्सइ ॥ નિયાયિક માર્ગને સાંભળવા છતાં પણ કેટલાએક (શ્રદ્ધાથી) રહિત રહે છે. આવા પ્રકારના કથનને આધારે પાછળના આચાર્યોએ તેમને માટે લખ્યું કે अस्ति वक्तव्यता काचित्, तेनेदं न विचार्यते । निर्दोषं काञ्चनं चेत् स्यात्, परीक्षाया बिभेति किम् ॥ “હજુ કંઈક કહેવાપણું છે તેથી આ (વેદ વગેરે શાસ્ત્ર) વિચારાતાં નથી. જે નિર્દોષ સોનું હોય તે પરીક્ષાથી શા માટે બીવે છે ?” निकषच्छेदतापेभ्यः, सुवर्णमिव पण्डितैः । परीक्ष्य भिक्षवो ग्राह्य, मद्धचो न तु गौरवात् ॥ “હે મુનિઓ ! પંડિતો જેમ કષ, છેદ અને તાપથી પરીક્ષા કરીને તેનું લે છે તેમ તમારે પણ મારું વચન પરીક્ષા કરીને ગ્રહણ કરવું, પણ માત્ર મહત્તાથી ન લેવું.” એ પ્રમાણે પ્રભુશ્રી મહાવીર સ્વામીએ જનતામાં તર્કવાદની રુચિ ઉત્પન્ન કરી અને જનતાને પરીક્ષક બનાવીને ઉપદેશ આપે. સમય જતાં આ યુક્તિવાદના પરિપાક રૂપે ન્યાય-સૂર્ય ઉદયવંત થ, ગણધરેએ અને ભદ્રબાહુસ્વામીજી વગેરે ચૌદપૂર્વધરએ પ્રભુના ઉપદેશને આગમબદ્ધ કર્યો અને તેમાં યુક્તિવાદને વ્યવસ્થિત ગોઠવ્ય. સંગ્રહકાર ઉમાસ્વાતીજીએ તે પ્રકાશને ઝીલી “તત્ત્વાર્થસૂત્ર'ની રચના કરી અને તેમાં કહ્યું કે “પ્રમાણનધામઃ” “સાચું જ્ઞાન પ્રમાણ અને ન વડે થાય છે. જેનદર્શનમાં આ રીતે ન્યાયશૈલીથી લખનાર આ પ્રથમ મહાપુરુષ થયા. ન્યાયના પ્રકાશમાં યથેચ્છ વિચરીને સત્યના શોધક અને જૈન ન્યાય-સૂર્યના ઉત્કૃષ્ટ ઉપાસક શ્રી સિદ્ધસેન દિવાકર જેનદર્શનમાં બીજા મહાન વૈયાયિક થયા. તેમણે “સન્મતિતક, ન્યાયાવતાર,’ ‘બત્રીશ બત્રીશીઓ' વગેરે મહાન ન્યાય ગ્રન્થો રચ્યા. પછીથી ત્રીજા નૈયાયિક મલવાદીજી થયા તેમણે “નયચક્રવાલ' ન્યાયગ્રન્થ રચ્યો અને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરી જેના ધર્મને ધ્વજ ફરકાવ્યો. આ રીતે યુક્તિવાદને વિકાસ થતો ગયો અને ન્યાયમાર્ગના પ્રકાશમાં યથેચ્છ વિહરવાની રુચિ વૃદ્ધિગત થવા લાગી. વીર નિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીને સાત સો વર્ષને સમય જૈન ન્યાય-સૂર્યના મધ્યાહ્નને સમયે હતું એમ કહી શકાય. આ પ્રસંગે તેની આડ બૌદ્ધ, વેદાન્ત વગેરે અનેક વાદળો આવતાં અને કઈ કઈ સમય તે પ્રકાશને ઢાંકી દેવાને પ્રયત્ન કરતા હતા. આ સાત વર્ષ દરમ્યાન જે જે મહાપુરુષોએ તે વાદળો દૂર કરી ન્યાય-સૂર્યને દેદીપ્યમાન રાખ્યો હતો તેમને ટૂંક પરિચય આપણે આ લેખમાં સાધીશું. ૧ શ્રી હરિભદ્રસૂરિજી તેઓને સત્તાકાળ વિક્રમની છઠ્ઠી સદીની આસપાસનો છે, જે સમયમાં શૈદ્ધોનું બહુ જેર હતું, અને રાજાઓ વિદ્યામાં રસ લેતા હતા. રાજસભામાં મોટા મોટા શાસ્ત્રાર્થો થતા હતા. ૌદ્ધોએ શુન્યવાદ અને તર્કવાદની અતિગૂઢ સમસ્યાઓ ઊભી કરી હતી અને તેઓ તે For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy