SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ગૃહસ્થાની સાહિત્યસેવા જૈન સાહિત્યના સુષ્ટાઓ મુખ્ય ભાગે | ત્યાગી મહાત્માઓ છે, જેઓ સાંસારિક ઉપાધિથી સર્વથા મુક્ત હોવાને કારણે અધ્યયન અધ્યાપન તથા સાહિત્ય-સર્જનમાં જ મોટા ભાગે પિતાના સમયનો ભોગ આપતા. સાહિ ત્યરચનામાં નિવૃત્તિ અગ્રસ્થાન ભોગવે છે. લેખક : જેન ગૃહમાં ઘણું ખરા મંત્રીઓ વગેરે પૂ. મુનિમહારાજ વિદ્યાવ્યાસંગી તેમજ વિદ્વર્ગમાં પ્રતિષ્ઠાપાત્ર તથા વિદ્વાનોની કવિતાની યોગ્ય કદર કરનારા શ્રી ચતુરવિજયજી અને તેના ગુણદોષનું નિરૂપણ કરવામાં શક્તિ ગંભીરા. ધરાવનારા હતા. પરંતુ તેમનું જીવન વ્યાપા રિક, સામાજિક, રાજકીય અનેક વ્યવસાયમાં પ્રવૃત્તિમય હોવાથી સાહિત્યસર્જનમાં વિશેષ ઉદામશાલ થયા જોવામાં આવતા નથી. છતાં સર્વથા અભાવ નથી જ. ભલે અલ્પ પ્રમાણમાં હોય પરંતુ ગૃહસ્થ કવિઓએ પણ સાહિત્યમાં પિતાને ફાળો આપ્યો છે. જો કે સર્વ સાહિત્યથી હું પરિચિત નથી, છતાં મારા અભ્યાસ પ્રમાણે કેટલાક જૈન ગૃહની સાહિત્યસેવાનું દિગદર્શન કરાવવા પ્રવૃત્તિમાન થાઉં છું. ૧ કવિ ધનપાળ-ગૃહસ્થ જૈન કવિઓમાં સહુથી અગ્રસ્થાન પં. શ્રી ધનપાળ ભોગવે છે. એઓ જન્મથી શૈવધર્મી હતા. છતાં એમના લધુ ભ્રાતા શોભન (જેણે જૈનદીક્ષા સ્વીકારી હતી)ના સહવાસે જેનતને અભ્યાસ કરી શુદ્ધ શ્રદ્ધા થવાથી જેનત્વ અંગીકાર કર્યું હતું. એ ધારાધીશ મુંજનો અતિમાનીતો રાજસભાલંકાર મહાકવિ હતા. મુંજ પછી ધારાધીશ ભોજરાજાએ ‘સિદ્ધસારસ્વત કવીશ્વર” “કૂર્ચા સરસ્વતી ” એ નામનું બિરૂદ આપ્યું હતું. ભેજ અને ધનપાળ બાલ્યાવસ્થાથી જ પરસ્પર પરમ સ્નેહિઓ હતા. ધનપાળે જૈનધર્મ સ્વીકાર્યા પછી જેનસિદ્ધાંતોક્ત વિચાર અને સંસ્કારને પ્રતિપાદન કરનારી તિલકમંજરી જેવી અદ્વિતીય અને અદ્દભુત કથા રચી. જે મુદ્રિત અને સુપ્રાપ્ય છે. કવિ પોતાની વંશપરંપરાદિ હકીકત નીચે પ્રમાણે જણાવે છે. • आसीद् द्विजन्माखिलमध्यदेशे प्रकाशशंकाश्यनिवेशजन्मा । अलब्ध देवर्षिरिति प्रसिद्धि यो दानवार्षित्वविभूषितोऽपि ॥ शास्त्रेष्वधीती कुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभून्महात्मा देवः स्वयंभूरिव सर्वदेवः ॥ तज्जन्मा जनकांहिपंकजरजासेवाप्तविद्यालयो। विप्रः श्रीधनपाल इत्यविशदामेतामबध्नात् कथाम् ॥ अक्षुण्णोऽपि विविक्तसूक्तरचने यः सर्वविद्याब्धितः । श्रीमुंजेन 'सरस्वती' ति सदसि क्षोणीभृता व्याहृतः॥ निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोदहेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy