________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ] જેન ગૃહસ્થાની સાહિત્યસેવા
[ ૧૬પ ] ભાવાર્થ–મગધદેશમાં આવેલા સાંકાશ્યનામા નિવેશમાં (સંયુક્ત પ્રાંતમાં ફરૂકાબાદ જિલ્લામાં સંકિસ નામનું હાલ ગામ છે ત્યાં (જુઓ ઇડિયન હિસ્ટોરિકલ કવોટલ માર્ચ ૧૯૨૯ પૃ. ૧૪૨) દેવર્ષિ નામનો દ્વિજ હતો કે જેનો પુત્ર સર્વ શાસ્ત્રમાં કુશલ સ્વયંભૂસમાન સર્વદેવ નામે થયો. તે પિતાના ચરણકમળની સેવાથી વિદ્યાલયને પ્રાપ્ત થયેલા અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ મુંજરાજાએ સભામાં જેને “સરસ્વતી’ એવા ઉપનામથી બોલાવેલ એવા તેના પુત્ર ધનપાલ વિષે સર્વ શાસ્ત્રના જ્ઞાતા હોવા છતાં પણ, જેનશાસ્ત્રોમાં વર્ણવેલી કથાઓ સાંભળવા માટે ઉત્પન્ન થયેલા કૌતુહલવાળા તેમજ નિર્મલ ચરિતવાળા ભેજાજાના વિનોદ ખાતર આ તિલકમંજરી નામની ફુટ અને અદ્દભુત રસવાળી કથા રચી.
કથામાં ઉત્સુત્ર પ્રરૂપણ ન થાય તેવી દૃષ્ટિએ જેનાચાર્ય વાદિવેતાલ શાંતિસૂરિએ તેનું સંશોધન કર્યું હતું. તિલકમંજરીની તાડપત્રની પ્રત સં. ૧૧૩૦માં લખાયેલી જેસલમેરૂ ભંડારમાં છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવાએ પણ તિલકમંજરીનાં પદ્યો ઉચ્ચ કોટિનાં માન્યાં છે અને કાવ્યાનુશાસન તથા છંદોનુશાસનમાં ઉદાહરણ તરીકે મૂક્યાં છે.
સં. ૧૦૨૮ માં જ્યારે માળવાના રાજ્યની ધાડે મનખેડ નામનું ગામ લૂંટયું ત્યારે ધારાનગરીના પ્રતિષ્ઠિત ધનપાળ પંડિતે નિર્દોષ માર્ગ ઉપર રહેલી પોતાની સુંદરી નામની બહેન માટે “પાઈલચ્છી નામમાળા” રચી. જે સં. ૧૯૭૩માં પં. બેચરદાસે સંશોધિત કરી જે. વે. કોન્ફરન્સ ઓફીસ દ્વારા પ્રગટ કરેલ છે.
ધનપાળરચિત નામમાળા . ૧૮૦૦ એવી યાદી એક ટિપ્પણમાંથી મળે છે. તે પ્રાયઃ સંસ્કૃત નામમાળા હોવી જોઈએ. ધનપાલે સંસ્કૃત કોષ રો હતો તેની સાબીતી તો ખુદ હેમચંદ્રાચાર્યને કેમાંથી મળી આવે છે. કારણ કે તેમણે પોતાના અભિધાનચિંતામણિ નામના સંસ્કૃતકોષની ટીકાના પ્રારંભમાં જ રહ્યુત્પત્તિર્ધનપતિ એવો ઉલ્લેખ કરી શબ્દોની વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલન કોષને પ્રમાણભૂત માન્યો છે. એવી જ રીતે દેશીનામમાળાની ટીકામાં પણ ધનપાળનો નામોલ્લેખ કરેલે મળી આવે છે. આ કે હાલ ક્યાંય પણ દષ્ટિગોચર થતો નથી.
ધનપાળના લધુ બંધુ શેભન મુનિએ યમકાલંકારમય ૨૪ તીર્થંકરની જે સ્તુતિઓ રચી છે તે શેનિસ્તુતિ નામે પ્રસિદ્ધ છે. તે સ્તુતિ પર ધનપાલે સંસ્કૃત ટીકા રચી છે. તે ટીકામાં તે જણાવે છે કે –
अब्जायताक्षः समजायताऽस्य प्रलाध्यस्तनूजो गुणलब्धपूजः । स शोभनत्वं शुभवर्णभाजा न नाम नाम्ना वपुषाप्यधत्त ॥ ३॥ . कातंत्रचंद्रोदिततंत्रवेदी यो बुद्धबौद्धाहततत्त्वतत्त्वः । साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥
१ अशोधयदिमां चासावुत्सूत्राणां प्ररूपणात् । शब्दसाहित्यदोषास्तु सिद्धसारस्वतेषु किम् ? ॥
૨ પહેલા બે લેક પોતાના પિતામહ તથા પિતાસંબંધમાં, તિલકમંજરીમાં આપ્યા તે પ્રમાણે છે.
For Private And Personal Use Only