________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] મહારાજા કુમારપાળ
[૧૬૩] થયો. એટલે પ્રભાતે પંચનમસ્કારનું સ્મરણ કરતાં તે જાગૃત થતો. તેમજ હૃદયમાં દેવ, ગુરુ અને ધર્મની પ્રતિપત્તિ-પ્રાપ્તિને વિચાર કરતે. પછી કાયશુદ્ધિ કરીને તે પુષ્પ, ફળ, સ્તોત્રરૂપ વિવિધ પૂજાથી જિનપ્રતિમાને પૂજતે. સત્ત્વગુણના સ્થાનરૂપ તથા સમસ્ત જયલક્ષ્મીના તિલક સમાન તે પ્રતિદિન યથાશક્તિ વ્યાખ્યાન આદરતો. વળી તે હસ્તીના સ્કંધ પર આરૂઢ થઇ સમસ્ત સામંત મંત્રીઓના પરિવાર સાથે જિનભવનમાં આવતા અને ત્યાં વિધિપૂર્વક પ્રવેશ કરતા હતા. પછી અષ્ટપ્રકારની પૂજાથી તે જિનપ્રતિમાઓને પૂજતો અને પ્રણામ કરીને પવિત્ર સ્તોત્રોથી ભગવંતના ગુણગાન કરતા હતા. વળી શ્રીહેમચંદ્ર ગુરુમહારાજના ચરણ ચંદન, કપૂર અને કનક-કમળોથી પૂજીને તે પ્રણામ કરતો અને પ્રત્યાખ્યાન લેતે. તથા ગુરુની સમક્ષ બેસીને પરલોકમાં સુખ આપનાર એવા ધર્મનું તે શ્રવણુ કરતે અને પોતાના મહેલમાં આવીને તે લેકને દાદફરિયાદ કરવાનો અવસર આપતો હતે. વળી ભજન વિશેષને થાળ આગળ ધરીને પુનઃ ગૃહત્યની પૂજા કરતો અને યોગ્ય સંવિભાગવત સાચવીને તે પવિત્ર આહારનું ભોજન કરતો હતો. ભોજન કર્યા પછી રાજસભાના મંડનારૂપ સિંહાસન પર બેસીને તે પંડિતોની સાથે શાસ્ત્રાર્થનો વિચાર ચલાવતો હતા. વળી અષ્ટમી કે ચતુર્દશી વિના તે દિવસના આઠમા ભાગે ભોજન લે અને સાંજે ગૃહની પુષ્પાદિકથી પૂજા કરતા હતા. એમ પુણ્યના નિધાનરૂપ કુમારપાળ રાજા પવિત્ર આચરણથી કાળ વ્યતીત કરતો.
નવકારમંત્ર માટે રાજાની અચલ શ્રદ્ધા–કુમારપાળ મહારાજા હંમેશાં પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં નિદ્રાવશ થતો અને નમસ્કારમંત્રનું સ્મરણ કરતાં અને બંદીજનોને કહેલ જિનસ્તવનથી જાગૃત થતો. પંચપરમેષ્ઠિનમસ્કારના માહાત્મ્ય માટે કુમારપાળ નરેશ કહેતા કે તેથી મને સાક્ષાત ફળ મળ્યું. સૈન્ય સહિત દિયાત્રા કરવા જતાં મારું કામ ન સરતું અને વિપરીત ફળ મળતું, પરંતુ હવે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તેના પ્રભાવથી મારા શત્રુઓને મારા દંડનાયકે પણ જીતી શકે છે. વળી ક્યાંય પણ અનર્થ ઉપજતો નથી. મારા દેશમાં દુષ્કાળનું પણ કોઈ વખત નામ સાંભળવામાં આવતું નથી. વળી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્મરણના મહિમાને પણ અદ્દભુત ગણતો હતો.
કુમારપાળ મહારાજના ધાર્મિક જીવન માટેની હકીકત કુમારપાળચરિત, કુમારપાળ પ્રબંધ, કુમારપાળ પ્રતિબોધ, પ્રબંધચિંતામણિ, પ્રભાવક ચરિત્ર, કુમારપાળ રાસ વગેરે ઘણું ગ્રંથમાં લખાયેલ છે; પરંતુ કુમારપાળ પ્રતિબંધના કર્તા શ્રી સોમપ્રભાચાર્ય રાજા કુમારપાળના સમકાલીન હતા, અને રાજાના ખાનગી જીવનના પણ માહિતગાર હતા તેથી તેમનું લખાણ વધુ માનનીય છે. કુમારપાળ મહારાજા એક આદર્શ રાજવી, ધાર્મિક–શ્રદ્ધાળુ નૃપતિ, પરમહંત જેન રાજા હતા. ધર્મના સર્વ નિયમનું એક સરખું પાલન કરતા ઉદાર રાજા હેવાથી સર્વ ધર્મને માન આપનાર હતા. ઊંચા પ્રકારનું ચારિત્ર હોવાથી સદ્દગુણી મનુષ્યોને સત્કાર કરતા અને તેમના રાજ્યકાળમાં પ્રજા સર્વ રીતે સુખી હતી.
કુમાળપાળ રાજાને જન્મ સં. ૧૧૪૯, રાજ્યાભિષેક સં. ૧૧૯૯, સમ્યકત્વમૂળ બાર વ્રતસવીકાર સં. ૧૨૧૬, સ્વર્ગગમન સં. ૧૨૩૦. એ રીતે ૫૦ વર્ષની પ્રૌઢ ઉમરે ગાદી ઉપર બેઠા પછી ૩૧ વર્ષને રાજ્યકાળ ભોગવી ૮૧ વર્ષની ઉમરે તેમને સ્વર્ગવાસ થયો.
૧૧
For Private And Personal Use Only