SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- -- --- દીપોત્સવી અંક] જેન રાજાઓ f૧૫૭] ત્યારથી આ આચાર્ય વાદીદેવસૂરિ તરીકે વિખ્યાત થયા છે. તેમણે સ્વાદ્વાદરત્નાકર નામનો ૮૪૦૦૦ શ્લોકપ્રમાણ ન્યાયનો ગ્રંથ બનાવ્યો છે. સિદ્ધરાજે સિદ્ધાંતાર્ણવના નિર્માતા આ અમરચંદ્રસૂરિને વાદીને જીતવાની ખુશાલીમાં “સિંહશિશુક” બિરૂદ આપ્યું હતું. સિદ્ધરાજે કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિને આચાર્યપદ અપાવ્યું અને ગુજરાતની મહત્તા વધારે તેવું વ્યાકરણ બનાવવા વિનતિ કરી જેથી આચાર્યશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ બનાવી તેને સ્વપજ્ઞ નાની મોટી ટીકા બ્રહદ્રંન્યાસ અને ચારે અનુશાસન વગેરેથી સમૃદ્ધ કર્યું. સિદ્ધરાજના મહામાત્ય સાંભૂ, આશુક, ઉદાયન, દંડનાયક સજ્જન અને ખજાનચી સમ એ દરેક જૈન હતા. –( પ્રભાવક ચરિત્ર, જે. સા. સં. ઈતિહાસ પર ૩૦૯ થી ૩૩૯, તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ, ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, ભારતીય વિદ્યા -૧) કટુકરાજ (વરન. સં. ૧૬૪૨)-નાંદલની ગાદી ઉપર અનુક્રમે ચૌહાણ અણહિલ, છંદ, અશ્વરાજ, કટુકરાજ, અને જયંતસિંહ રાજાઓ થયેલ છે. કટુકસિંહ બારમી સદીના ત્રીજા ચરણમાં યુવરાજપદે હતો ત્યારે તેને યુવરાજપદના ભગવટામાં શમીપાટી (સવાડી) ગામ મલ્યું હતું. સં. ૧૧૬૭ અને ૧૧૭૨ના શિલાલેખોમાં તેને યુવરાજ તથા શમીપાટીના ભોક્તા તરીકે વર્ણવ્યો છે. ત્યારપછી એક સં. ૩૧ (જે પ્રાયઃ ૧૨૩૧) હશે, ને શિલાલેખમાં તેને કટુકદેવ રાજ તરીકે અને તેના પુત્ર જયંતસિંહને યુવરાજ તથા શમીપાટીના ભક્તા તરીકે વર્ણવ્યા છે. આ કટુકરાજ-કયુકદેવ જૈનધર્મપ્રેમી રાજા હતો. - ખંડક ગચ્છના સેનાધિપતિ દેવે વીર ભગવાનના મંદિરથી શોભતા શમી પાર્ટીમાં મંદિર કરાવ્યું. આ યશદેવને પુત્ર બાહડ અને પૌત્ર થલક નામે હતા. થેલ્લક અશ્વરાજ રાજા કૃપાપાત્ર હતા. તે થલકની પ્રેરણાથી યુવરાજ કટુકરાજે યશેદેવના મંદિરમાં શાન્તિનાથની પૂજા માટે પ્રતિવર્ષ ખર્ચ બાંધી આપે હતો.–(સેવાડી ગામના શિલાલેખો) રાજમાતા આનલદેવી (વીરનિ. સં. ૧૬૯૧)-–નાડેલના રાજા આલ્હણની પત્ની આનલદેવી જેનધર્મની પ્રેમી હતી. તેણે પિતાના પુત્ર કલ્હણદેવના રાજ્યકાળમાં વિ. સં. ૧૨૨૧ મહાવદિ ને શુક્રવારે ખંડેરેક ગચ્છને મહાવીર મંદિરમાં ભગવાન મહાવીર સ્વામીના ચૈત્ર શુદિ ૧૩ના જન્મોત્સવ નિમિતે રાજકીય મહેસુલમાંથી (પ્રતિવર્ષ) જુવારને એક હાએલ આપવાનું જારી રાખ્યું હતું. તે રાષ્ટ્રકૂટ સહુલની પુત્રી હતી એટલે તેના પિયરના રાષ્ટ્રકૂટ ખાતૂ અને કેલ્પણ વગેરેએ પણ ભ.મહાવીરના જન્મોત્સવ નિમિત્તે એકેક દ્રમ્મ આપ્યો હતો. -( જિનવિજયજી સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૨ લેખાંક ૩૪૯ ) પરમહંત મહારાજા કુમારપાલ (વીર નિ. સં. ૧૬૬૮ થી ૧૬૯૯)-મહારાજા કુમારપાલ સોલંકી એ પરમ જૈન રાજા હતા. ગુજરાતને રાજા સિદ્ધરાજ જયસિહદેવ અપુત્રિ મરણ પામે, એટલે તેની ગાદીએ, ભીમદેવરાજાના પુત્ર ક્ષેમરાજ (હરિપાળ)ના પુત્ર ત્રિભુવનપાળને પુત્ર કુમારપાળ આવ્યો. તેણે વિ. સં. ૧૧૯૯ માગશર શુદિ ૪ થી ૧૨૨૮ ના પિષ શુદિ ૧૨ સુધી એમ ૩૦ વર્ષ ૧ મહિને ને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું. તેને ૨ ભાઈ, ૨ બહેન, ૨ પત્ની અને મહાબલભોજ નામે ભાણેજ હતા. સિદ્ધરાજે પિતાને ઉત્તરાધિકારી કુમારપાલ થશે એમ જાણું કુમારપાલને મારવા અનેક પ્રયત્નો કર્યા હતા પણ તે બધા નિષ્ફળ નિવડ્યા. આ વિકટ અવસ્થામાં કલિકાલ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy