SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૮]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું સર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસુરિજીના ઉપદેશથી મંત્રી ઉદાયન, મંત્રી વાલ્મટ તથા આલિગ સર્જન, કુંભાર (સગર ), ભીમસિહ ખેડુત, દેવસી કટુકવાયો અને સિરી બ્રાહ્મણે કુમારપાળને કિમતી મદદ કરી છે. અને કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત થતાં તે દરેકના ઉપકારનો યોગ્ય બદલો વાળી આવે છે, અને પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે. તેને રાજ્ય પ્રાપ્ત થતાં જ પ્રથમ શાકંભરીના અર્ણોરાજ સાથે મહત્વનું યુદ્ધ થયું છે. પિતાનું સૈન્ય ફુટી જવા છતાં એકલાએ જ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. ત્યારપછી માળવાના બલાલ, સૌરાષ્ટ્રના સયર, કંકણના મલ્લિકાર્જુન, સાંભરરાજ અને ચેદીરાજને પણ જીતી તે દેશોમાં પિતાની આણ ફેરવી હતી. મહારાજા કુમારપાલ કર્ણાટક, ગૂજરાત, લાટ, સોરઠ, કચ્છ, સિધુ, ઉચ્ચ, ભંભેરી, મરૂ, માળવા, કાંકણ, મહારાષ્ટ્ર, કીર, જાલંધર, સપાદલક્ષ, મેવાડ, દીવ અને આભીર એ ૧૮ દેશનો રાજા હતા. મહારાજા કુમારપાળનાં બિરુદ અને વિશેષણો નીચે મુજબ મળે છે મહારાજાધિરાજ–અર્ણોરાજને જીતવાથી તેનું આ પદ સાર્થક મનાય છે. પ્રઢપ્રતાપ-સિદ્ધરાજ જયસિંહની મના છતાં તે એકાએક ગુજરાતને રાજા બન્યા તેથી તેને આ બિરુદ અપાય છે. અવન્તીના–રા. ગે. હા. દેશાઈ લખે છે કે– કુમારપાળે માળવા અને સાંભરના રાજા ઉપર જીત મેળવી હતી, એ નિર્વિવાદ છે. “અવન્તિનાથ” એ કુમારપાલનાં બિરુદો પૈકીનું એક છે.” (ગુ. પ્રા. ઈ. પૃ. ૧૯૩-૧૯૪)૨૩ ચક્રવર્તી–ગુજરાતના ૭ રાજાઓ ચક્રવર્તિઓ મનાય છે. ભીમદેવ, કર્ણ દેવ, સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાલ, મૂળરાજ અને ભીમદેવ (ગુ. ઐ. લે. લેખાંક ૧૬૬થી ૨૦૬). સિદ્ધરાજ, કુમાળપાલ, અજયપાલ, બીજો મૂળરાજ, વિશળદેવ, અન્નદેવ, અને સારંગદેવ (સં. ૧૩૩૩ ને આમરણ લેખ, પુરાતત્ત્વ પુ. ૧ એ. ૧) વિજાદયી–મહારાજા કુમારપાળ એક પછી એક વિજય પામતો ગયો અને ઉત્તરો ત્તર પ્રકાશને ગયે. વિચારચતુરાનન-કુમારપાલે ૫૦ વર્ષની ઉંમરે કપદમંત્રીના “રાજા મૂખ ન જોઈએ એવા આગ્રહથી ભણવાનું શરૂ કર્યું. અને એક જ વર્ષમાં ત્રણ કાવ્ય સુધીનું જ્ઞાન મેળવ્યું, ત્યારથી તેને આ બિરુદ અપાય છે. ગેલેક્ષકલ્પદ્રુમ-પાશુપતાચાર્ય ગંડ ભાવબૃહસ્પતિની પ્રભાસપાટણમાં રહેલ પ્રશસ્તિમાં કુમારપાળને તેનો વિરોથી, વિરામહિમા, વાઢધrviાંગસ્ટનાન્નેિતા અને રેસ્ટોરચવામ વિશેષણે આપ્યાં છે. મહારાજા કુમારપાળના આંતરિક જીવન ઉપર ઉપરનાં બિરુદો-વિશેષણો સુંદર પ્રકાશ પાડે છે. તેણે કરેલ પ્રજાપાલનનાં ધાર્મિક કાર્યોના વિસ્તૃત ઉલ્લેખ મળે છે જેની ટૂંકી નોંધ નીચે મુજબ છે. ૧૩ મહારાજા કુમારપાલે માળવાના વિજયસ્મારક તરીકે ચિત્તોડના કિલ્લામાં સિધેશ્વર મહાવન મદિર બંધાવેલ છે જે આજે મકલ છના મન્દિર તરીકે વિખ્યાત છે, જેમાં મહારાજા કુમારપાળને ૨૮ લીટીમાં શિલાલેખ પડેલ છે. આ મંદિરના સ્થમાં જૈન તીર્થકરોના કલ્યાણક જિનાભિષેક વગેરેનાં આલેખનો છે. કુમારપાલનો તે શિલાલેખ દિગમ્બર મુનિ રામકીર્તિએ તૈયાર કરેલ છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy