SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વ સાતમુ રા. ખ. ગોવિંદભાઈ હાથીભાઈ દેશાઈના કહેવા પ્રમાણે કદાચ તે રાજા જૈનધર્મના તિરસ્કાર કરનારા હતા, પરન્તુ સમય જતાં તે જૈન નહીં કિન્તુ જૈનધર્માં પ્રત્યે સમભાવી બનેલ છે અને તેણે જૈનધર્માંનાં અનેક કાર્યમાં સક્રિય ભાગ લીધેલ છે જે પૈકીની ટૂંકી નોંધ નીચે મુજબ છે— સૌરાષ્ટ્ર ઉપર નીમેલા હાકેમ સજ્જને રાજ્યની ત્રણ વર્ષની ઉપજ ખરચી ગિરનાર ઉપર નેમિનાથ ભગવાનનું મન્દિર ફરીથી અધાવ્યું અને મહારાજા સિદ્ધરાજે તેને બહાલી આપી. અને પૂજાના ખર્ચા સારું ૧૨ ગામ ધર્માદા આપ્યાં. આ જ રીતે તે બ્રાહ્મણાની મના છતાં સિદ્ધાચલજીના પહાડ ઉપર ગયા, ભ॰ આદિનાથની પૂજા કરી અને દેવદાયમાં ૧૨ ગામેાનું દાન કર્યું`.-(ગુરુ પ્રા॰ ઈંદ્ર પૃ॰ ૧૭૪-૧૭૫) Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધરાજે ચંદ્રગચ્છના—શાંડિલ ગચ્છના આ. શ્રોભાવદેવસૂરિના શિષ્ય આ. વિજયસિંહસૂરિના શિષ્ય આ. શ્રીવીરરને એમ ટંકાર કરી કે “ તમારું તેજ રાજાના આશ્રયથી જ વિકસિત લાગે છે.’’ આથી આચાર્યે ત્યાંથી વિહાર કરી ભિન્ન ભિન્ન દેશના રાજાએને સત્કાર પામી પુનઃ સિદ્ધરાજની આગ્રહભરી વિનંતિથી અને રાજાને એવા વિદ્વાનની ખેાટ સાલતી હતી તેથી પાટણમાં પ્રવેશ કર્યાં. અને તે જ દિવસે સાંખ્ય મતના વાદી સિહુને જીતી સિદ્ધરાજ તરફથી જયપત્ર મેળવ્યું. તેમજ દિગમ્બર મુનિ કમલકીર્તિને છતી સિદ્ધરાજ તથા .. ,, તેની સભા તરફથી ઘણું સન્માન મેળવ્યું. સિદ્ધરાજે આ આચાર્યને ઘણું માન આપ્યું અને માલવાની યુદ્ઘયાત્રા પ્રસંગે આ ભાવદેસૂરિના ચૈત્યના બલાનકે પેાતાની વિજયપતાકા ચડાવી ચૈત્યનું ઘણું ગૌરવ કર્યું. સિદ્ધરાજ જયંસ હૈ મલધારી આ શ્રી અભયદેવસૂરિના ઉપદેશથી પેાતાના રાજ્યમાં પર્યુષણાપર્વ અને અગ્યારશ વગેરે મેટા દિવસેાની શાસનદાનપૂર્વક અમારી પ્રવર્તાવી હતી.૧૩ તેઓના પટ્ટધર મલધારી આ. શ્રીહેમચંદ્રસૂરિના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહૈ સકલ દેશમાં જિનાલયપર સ્વર્ણકલશ ચડાવ્યા, ધંધુકા, સાચાર વગેરેમાં જૈન વરધાડાની છૂટ કરાવી આપી, જિનાલયેાની દેવદાયા ચાલુ કરાવી છે. સિદ્ધરાજ જયસિંહે સ.૧૧૫૨માં ૧ રુદ્રમહાલય, સુવિધિનાથ (મહાવીર) મન્દિર, ૩ ચાર પ્રતિમાયુક્ત સિદ્ધપુર વિહાર અને ૪ પાટણમાં રાજવિહાર કરાવ્યા છે. આ રાજાએ આ. દેવસૂરિને દિગબરવાદી કુમુદચંદ્રને જીતવાનું જયપત્ર આપ્યું (સ. ૧૧૮૧ ના વૈશાખી પૂનમ ), અને તે ઉપરાંત લાખ સેાનામહારા આપી, પરન્તુ આચાર્યે જૈનમુનિ હોઈ તે તે લેવાની મના કરી એટલે તેના વડે જિનપ્રસાદ બનાવી તેમાં ચાર આચાર્યો દ્વારા વિ. સ. ૧૧૮, વૈ. શુ. ૧૨ દિને શ્રીઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. १३ यस्पोपदेशादखिलस्वदेशे, सिद्धाधिपः श्रीजयसिंहदेवः । एकादशीमुख्यदिनेष्वमारी-मकारयच्छासन दानपूर्वम् ॥ ( આ વિજયસિંહરિકૃત ધર્મોપદેશમાલા વિવરણુ સ', ૧૧૯૧ ) जेण जयसिंहदेवो, राया भणिऊण सयलदेशम्मि । काराविओ अमारिं, पज्जोसवणासु तिहीसु ॥ ( આ૦ શ્રી ચંદ્રસૂરિષ્કૃત શ્રીમુનિસુવ્રતસ્વામીચરિત્ર ) For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy