________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
જેન રાજાઓ
[૧૫૫ ]
રાજાશભદ્ર (વીરનિ. ની સોળમી શતાબ્દિ )-વાગડદેશના રત્નપુરમાં યશેભદ્ર રાજા થએલ છે જે જૈનધર્મો હતો. તેણે ડિયાનકમાં ચોવીશ દેરીવાળું જિનાલય બંધાવ્યું. અને આ૦ શ્રીદત્તસૂરિ પાસે જેન દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ સમય જતાં આ૦ યશભદ્રસરિ એવા નામથી પ્રભાવક જૈનાચાર્ય થએલ છે. તેઓએ ગિરનાર તીર્થપર ૧૩ દિવસનું અનશન સ્વીકારી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. આ આચાર્યની પાટે અનુક્રમે આ૦ શ્રી પ્રદ્યુમ્નસૂરિ આ૦ શ્રી ગુણસેનસૂરિ આઇ શ્રી દેવચંદસૂરિ અને કલિકાલસર્વજ્ઞ આ શ્રી હેમચંદ્રસૂરિ (વિ. સં. ૧૧૪૫ થી ૧૨૨૯ ) થએલ છે. (કુમારપાલપ્રતિબધ )
રાજકુમારો (વીર નિ. સં. ૧૫૮૭)-આ. શ્રી ચક્રેશ્વરસૂરિના ઉપદેશથી ૧૫ રાજકુમાર પ્રતિબોધ પામ્યા હતા.
શ્રીપાલ (વીર નિ. સં. ૧૬૧૨) એલીચપુરનો રાજા એલક શ્રીપાલ જેન રાજા હતો. તેણે માલધારી આ૦ શ્રી અભયદેવસૂરિના ઉપદેશથી વિસં. ૧૧૪૨ ના મહા શુદિ ૫ રવિવારે શ્રીપુરનગરમાં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. તથા મુક્તાગિરિ પર્વત પર શ્રી શામળીયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. આ બન્ને વેતામ્બર તીર્થો આજે પણ વિદ્યમાન છે. મુક્તાગિરિ તીર્થમાં મૂળનાયક પણ તે સમયના પ્રતિષ્ઠિત વિદ્યમાન છે. આ તીર્થ વિ. સં. ૧૯૪૦ સુધી વેતામ્બરેના તાબામાં હતું.
નરવર્મા (વીરનિ. સં. ૧૬૩૭)-ધારાપતિ નરવર્માએ આ૦ શ્રી વલ્લભસૂરિને બહુ માન આપ્યું હતું, એ એ રાજા જૈનધર્મને પ્રેમી હતો, એમ બતાવે છે.
-(જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પેરે ૩૧૪) કુમારપાલ (વીરનિસં. લગભગ ૧૬૮૦ )-ત્રિભુવનગિરિ ( તહનગઢ)નો યાદવ વંશી રાજા કુમારપાલ આ. શ્રી જિનદત્તસૂરિના ઉપદેશથી જૈનધર્મને પ્રેમી બન્યો હતો.
–(ભારતીય વિદ્યા સૈમાસિક, ભા. ૨ એ. 1) પહેલે કર્ણદેવ સોલકી (વીર નિસં. ૧૫૯૦ થી ૧૬૨૦)-ગૂર્જરપતિ રાજા કર્ણદેવ જૈનધર્મ પ્રત્યે સદ્દભાવ ધરાવનાર રાજા હતા. તેણે આ૦ શ્રી વિમલચંદ્રસૂરિના પટ્ટધર આ૦ શ્રી સર્વદેવસૂરિના પટ્ટધર આ૦ શ્રી દેવસૂરિને “રૂપશ્રીનું બિરુદ આપ્યું હતું. તેમજ પ્રશ્નવાહન કુલના હર્ષપુરીય ગ૭ના આ૦ શ્રી જયસિંહસૂરિના શિષ્ય આ૦ શ્રી અભયદેવસૂરિને “માલધારી”નું બિરૂદ આપ્યું હતું. તે ગોવિદાચાર્યને પણ બહુ માનતો હતો.
આ રાજાના મંત્રી ધવલક, મહામાત્ય મુંજાલ અને મહામાત્ય શાંતૂ વગેરે જેનધમાં હતા.
– તપગચ્છ પઢાવલી સિદ્ધરાજ અને જેનો, પ્રભાવચરિત્ર, ભારતીય વિદ્યા ભાવ ૨, અં૦ ૧ )
મહારાજા સિદ્ધરાજ જયસિંહ (વીર નિસં. ૧૬૨૦ થી ૧૬ ૯)-કર્ણદેવ પછી તેની ગાદીએ તેને પુત્ર સિદ્ધરાજ જયસિંહ આવ્યું.
૧૨ તેઓને આ બિરૂદ સિદ્ધરાજ જયસિંહે આપ્યું હોય એવા પણ ઉલ્લેખ મળે છે, સંભવ છે કે-રાજા કર્ણદેવ અને સિદ્ધરાજ સાથે હશે અને બિરુદની ઘટના બની હશે.
૨૦
For Private And Personal Use Only