SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૪ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું કલ્યાણ માટે સં. ૧૦૩૩ માં પંચની સાક્ષી પૂર્વક જૈનમંદિરની પૂજા માટે વરુણશર્મા (વડસમા ) ગામનું ખેતર સમર્પિત કર્યું.” આ તામ્રપત્ર ઉપર શ્રી ચામુંડા મમમ એમ સહી છે. અને તેમાં બારમી લીટીમાંदानफलं च ॥ जिनभवनं जिनविम्बं, जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि ॥ આ રાજાએ આ૦ શ્રી વિમલચંદ્રસૂરિના શિષ્ય વીરસૂરિના ઉપદેશથી થિરા ગામના વિરૂપનાથ યક્ષના મંદિરમાં બલિદાનમાં પશુહિંસા થતી હતી તે ન કરવા માટેનું શાસનપત્ર કરી આપ્યું. (વીરસૂરિ પણ ત્યારબાદ પાટણમાં આચાર્યપદથી વિભૂષિત થયા છે.)૧૦ -( પ્રભાવક્ષ્યરત્ર, તામ્રપત્ર, ભારતીય વિદ્યા સૈમાસિક વર્ષ ૨. અંક ૧ ) - ભદ્રકુમાર (વીરનિ. સં. ૧૪૬૧ લગભગ)–અષ્ટાદશશતી દેશના ઉંબરિણી ગામમાં પરમારવંશી ભદ્ર નામે રાજકુમાર હતો તેણે જૈનધર્મ સ્વીકાર્યો હતો અને અંતે આ૦ શ્રી વિમલચંદ્રસૂરિના શિષ્ય આ૦ વીરરિની પાસે ભદમુનિના નામથી જૈન દીક્ષા પણ સ્વીકારી હતી. આ વરસૂરિનું સ્વર્ગ ગમન થતાં તેની પાટે ભદ્રમુનિજી આ૦ શ્રી ચંદ્રસુરિજી એ નામથી પ્રસિદ્ધ થયા. (પ્રભાવચરિત્ર, શ્રી વીરસૂરિપ્રબંધ) ' ધવલરાજ (વીરનિ. સં. ૧૫૨૩)–ધવલરાજ એ હસ્તિડીના રાજા મમ્મટ રાજનો પુત્ર અને જેન રાજા છે. વિદગ્ધરાજે જે આદિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો તેમાં શ્રાવક ગેટ્ટીઓએ પિતાના ન્યાયપાજિત દ્રવ્ય વડે ભરાવેલ અને અંજનશલાકા કરાવેલ આદિનાથ પ્રભુની પ્રતિમાની, આ. વસુદેવસૂરિ સંતાનીય આ૦ શાંતિભદ્રના ઉપદેશથી વિ. સં. ૧૦૫૩ ના માહ શુદિ ૧૩ રવિવારે પુષ્ય નક્ષત્રમાં પ્રતિષ્ઠા કરાવી તથા ધ્વજાદંડ ચડાવ્યું. - ધવલરાજે પિતાના દાદાએ આપેલ તુલાદાન વગેરે દાનને કાયમ રાખીને જિનાલય માટે પીપળા પાસેને અરઘટ્ટવાલે કૂ દાનમાં આપ્યો હતો. આ રાજાએ પાછલી વયમાં પોતાના હાથે જ પિતાના પુત્ર બાલપ્રસાદને રાજ્ય સોંપી આત્મકલ્યાણ કર્યું હતું. આ આત્માભિમુખ જેન રાજા હતો. -( હસ્તિકુંડી-હલ્યુડીનો શિલાલેખ) મહીપાલકુમાર (લગભગ વીરનિ. સં. ૧૫૫૦ )–મહીપાલ તે રાજા સંગ્રામસિંહને પુત્ર હતો. રાજા સંગ્રામસિંહનું મૃત્યુ થતાં રાણીએ બાલક મહીપાલને ગુર્જરેશ ભીમદેવના મામા અને રાજા સંગ્રામસિંહના ભાઈ દ્રોણાચાર્યની પાસે ભણવવા મૂકો. મહીપાલે દ્રોણાચાર્યજી પાસે દીક્ષા સ્વીકારી, જેઓ યોગ્ય સમયે શ્રી સુરાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેણે રાજા ભેજની સભામાં જઈને પંડિતોને જીત્યા હતા અને ગુર્જરપતિ ભીમદેવ તેમને બહુ માનતો હતો.-( પ્રભાવક ચરિત્ર) ૧૦ પ્રથમ ભીમદેવના મંત્રી નેઢ દંડનાયક-મંત્રી વિમલ અને ખર્ચખાતાના પ્રધાન નહિલ એ જૈન હતા. (ભારતીય વિદ્યા, ભા૨ અં૦૧) ૧૧ ભેજરાજે આ શાન્તિસૂરિજીને “વાદિવેતાલ”નું બિરૂદ આપ્યું છે અને જૈન ચૈત્ય બનાવ્યાં છે. મું જરાજે ૫. ધનપાવ કવિને “કુર્ચાલસરસ્વતી'નું બિરુદ આપ્યું હતું. આ રાજા આ અજિતસેનસૂરિના પટ્ટધર આ૦ જિનેશ્વરસૂરિ પરમ ભક્ત હતા. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy