SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક]. જેન રાજાઓ [૧૫] વિ. સં. ૯૯૬ માં મહા વદિ ૧૧ દિને પિતાના પિતાએ કરાવેલ, મંદિરના નિર્વાહ માટે જે દાનશાસન હતું તેને પુનઃ દાનશાસન તરીકે જાહેર કર્યું હતું એટલે કે મમ્મટરાજ પિતાને પગલે ચાલનાર જેન રાજા હતા. માળવાનો મુંજ અને ગુજરાતને મૂલરાજ આ રાજાના સમસમી રાજાઓ છે. –(હસ્તિકુંડીને શિલાલેખ) સપાદલક્ષપતિ (વીર નિ. ની પંદરમી સદીના પ્રારંભમાં)-ચંદ્રગના આ૦ શ્રી પ્રદ્યુમ્નસૂરિના ઉપદેશથી સપાદલક્ષ અને ત્રિભુવનગિરિ આદિના રાજાઓ જેન બન્યા હતા. -(પાર્શ્વનાથચરિત, જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પા. ૨૬૩) કઈમરાજ (વીર નિ. સં. ૧૫૦૦ લગભગમાં) ત્રિભુવનગિરિન રાજા આ પદ્યુમ્નસૂરિના ઉપદેશથી જેન બન્યો હતો તેને જ પુત્ર કે પૌત્ર કદમ નામે રાજા થએલ છે જે પણ જેનધર્મને માનનારો હતો. એટલું જ નહીં કિન્તુ તેણે આ પ્રદ્યુમ્નસૂરિ શિષ્ય આ૦ અભયરિની પાસે દીક્ષા લઈ આ ધનેશ્વરસૂરિ એવા નામથી તેઓનો પદ શોભાવ્યો છે. અને ત્યારથી તેને ગચ્છ રાજગ૭ તરીકે વિખ્યાત થએલ છે. માલવરાજ મુંજ પણ આ આચાર્યને પિતાના માનીતા ગુરુ તરીકે માનતા હતા. આ૦ ધનેશ્વરસૂરિની પાટે અનુક્રમે આ. અજિતસિંહરિ, આ૦ વર્ધમાનસૂરિ, આ શ્રી શાલિભદ્રસૂરિ, આ૦ શ્રી ચંદ્રસૂરિ, આ૦ શ્રી જિનેશ્વરસૂરિ, આ. શ્રી પૂર્ણભદ્રસૂરિ, આ૦ શ્રી ચંદ્રપ્રભસૂરિ અને આ૦ શ્રી પ્રભાચંદ્રસૂરિ થએલ છે. આ. પ્રભાચંદ્રસૂરિએ સં. ૧૯૩૪ માં પોતપોતાના ગુચ્છ કે વાડાની નહીં કિન્તુ અવિભક્ત જૈન શાસનની પ્રભાવના કરનાર આચાર્યોનાં ચરિત્રોથી ભરપૂર પ્રભાવક્યરિત્ર રચેલ છે. -( પ્રભાવક ચરિત્ર પ્રશસ્તિ, જેન સારા સંવ ઈતિહાસ પે ૨૭૦ ) મૂલરાજ સોલંકી (વીરનિ. સં. ૧૪૬૮ થી ૧૫ર૩)-મહારાજા મૂળરાજ એ ગુજરાતમાં સેલંકી (ચૌલુક્ય) વંશનું રાજ્ય સ્થાપનાર આદિ પુરુષ છે. જેનધર્મ તરફ તેમને સંપૂર્ણ સદ્દભાવ હતો. તેણે અણહિલપુર પાટણમાં “શ્રીમૂલરાજવસહી” એ નામનું જેનમન્દિર બનાવ્યું હતું. વીર મહત્તમ (મહેતે) એ રાજા મૂલરાજનો જેનમંત્રી છે. -(પ્રબંધચિંતામણિ, રા. બા. ગોળ હા. દેશાઈકૃત ગુજરાતને પ્રાચીન ઈતિહાસ) ચામુંડરાજ સેલકી (વીર નિ. સં. ૧૫૨૩)-મૂલરાજ સોલંકી પછી તેને પુત્ર ચામુંડરાજ વિ. સં. ૧૦પ૩ માં પાટણની ગાદીએ આવ્યું, જેને જૈનધર્મ પ્રત્યે ઘણે જ સદ્દભાવ હતો. તેણે પોતાના પિતાની પેઠે જૈનમન્દિર બનાવ્યું નથી, કિન્તુ પિતાના જ રાજ્યકાળમાં જેનમન્દિરને દાન આપ્યું છે, જેનું તામ્રપત્ર આજે વિદ્યમાન છે. એ તામ્રપત્રમાં લખ્યું છે કે-“ મહારાજા મુલરાજના પુત્ર યુવરાજ ચામુંડરાજે પિતાના આત્માના ૮ આ મન્દિર આદિનાથ ભગવાનનું હતું જે અત્યારે વિદ્યમાન નથી. આ હૂંડીથી ૧ માઈલ દૂર (સમી પાટીમાં) લાલ મહાવીરનું મંદિર છે જેના થાંભલાઓમાં વિસં ૧૨૯૯, ૧૩૪૫ વગેરે સાલના શિલાલેખો ખોદાએલ છે. એટલે આ મંદિર પણ પ્રાચીન છે. ૯ આ સ્થાન અત્યારે કરૌલી (જયપુર રાજ્ય)થી ઈશાનમાં ૨૪ માઇલ દૂર છે, જેનું પ્રચલિત નામ તહનગઢ છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy