SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] ગુરુપરંપરા [૧૨૯] આઠ મહાનુભાને આચાર્ય બનાવ્યા ત્યારથી નિગ્રંથગચ્છનું “વડગચ્છ” એવું પાંચમું નવું નામ શરૂ થયું. આ આચાર્ય પદવી વીરનિ. સંવત ૧૪૬૪ વિ. સં. ૯૯૪ માં થઈ હતી. વડગચ્છની શરૂઆત ત્યારથી જ થઈ. આમને સ્વર્ગવાસ મેદપાટના ધવલ ગામમાં થયો. શ્રી ઉદ્યોતનસુરિજી નામના એક બીજા આચાર્ય કે જેઓએ એ વિ. સં. ૮૩૪માં ( શક સં. ૬૯૯)ના છેલ્લા દિવસે કુવલયમાલા કથાની પૂર્ણાહુતિ કરી છે તે થયા છે. તેમનું બીજું નામ દાક્ષિણ્યાંકરિ છે. આ ઉદ્યોતનસુરિજી-દાક્ષિણ્યાંકસૂરિજી અને ઉપરના ઉદ્યોતનસૂરિજી બને તદ્દન જુદા જ આચાર્યો છે. અને બન્ને વચ્ચે સો વર્ષનું અંતર છે. તપગચ્છપટ્ટાવલીના અનુવાદમાં નામએક્યથી ભૂલ થઈ છે અને બન્ને આચાર્યોને એક કરી નાખ્યા છે. ૩૬ સર્વદેવસૂરિ– શ્રી ઉદ્યોતનસુરિજીના પટધર શ્રી સર્વદેવસૂરિજી થયા. તેઓ મહાપ્રતાપી અને પુણ્યશાલી હતા. તેઓ નવીન ગૌતમસ્વામી કહેવાતા. સર્વાનુભૂતિયક્ષના કહેવાથી શ્રી ઉદ્યોતરિજીએ તેમને પોતાની પાટ ઉપર સ્થાપ્યા હતા. આ આચાર્યનો જન્મ, દીક્ષા, સ્વર્ગસ્થાન સંવતાદિ મલતાં નથી. શ્રી સર્વદેવસૂરિજીએ સં. ૧૦૧૦ માં રામસૈન્યપુરમાં શ્રી ઋષભદેવ જિનમંદિરમાં શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી તીર્થરૂપે તેની સ્થાપના કરી હતી. તેમના ઉપદેશથી ૨૭ જિનપ્રાસાદ સ્થપાયા હતા. તેમણે ચંદ્રાવતી નગરીના રાજાના વિશ્વાસુ મંત્રી કંકણને પ્રતિબોધ આપી ચંદ્રાવતીમાં ગગનચુમ્બી જિનાલય બંધાવ્યું હતું. અને છેવટે ઉત્સવપૂર્વક તેને દીક્ષા આપી હતી. આ આચાર્યના સમય દરમ્યાન ચંદ્રગચ્છના જંબૂનાગ (જંબુ) નામના સુવિહિત સાધુએ સં. ૧૦૦૫ માં શ્રીમણિપતિચરિત્ર તથા જિનશતક કાવ્ય સ્તવન રૂપે રચ્યું; જે કાવ્ય ઉપર ૧૦૨૫ માં નાગેન્દ્રના શ્રી સામ્બમુનિએ વિવરણ–રીકા રચેલ છે. આ ઉપરાંત તેમણે ચંદ્રદૂતકાવ્ય પણ બનાવ્યું લાગે છે. વિ. સં. ૧૦૨૮ માં ધનપાલ મહાકવિએ દેશી નામમાલા બનાવી. આ અરસામાં જ વિમલમંત્રી થયા. વિ. સં. ૧૦૯૬માં શ્રીથી રાપદ્રીયગચ્છીય વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી સ્વર્ગવાસી થયા; જેમણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પ્રખર ન્યાયથી ભરેલી પાઈય ટીકા બનાવી હતી. આ જ સમયે શ્રી સુરાચાર્ય થયા અને બારમી સદીના પૂર્વકાલમાં મહાપ્રભાવક શ્રી વિજયસિંહસૂરિ થયા. આ પાંચેનો ટૂંક પરિચય આ પ્રમાણે છે – મહાકવિ ધનપાલ–આ એક ગૃહસ્થ મહાકવિ થયા છે. તેઓ માળવાના ધારનગરીના સુપ્રસિદ્ધ રાજા મુંજ અને ભોજરાજની સભાના રત્ન અને રાજ્યમાન્ય હતા. તેઓ જાતે બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ સર્વદેવ, જન્મસ્થાન મધ્યપ્રાંતમાં આવેલું સંકાશ્ય નગર હતું. તેઓ ધારાનગરીમાં ક્યારે આવ્યા તે મલતું નથી. પરંતુ તેમના દાદા ધારા ૧ કુવલયમાલાના ક્ત શ્રી ઉદ્યોતનસૂરિજીનો પરિચય આ પ્રમાણે મલે છે: મહાદુવારમાં ત્રિકમભિરત ઉદ્યોતન નામને ક્ષત્રિય હતો જે તે વખતે ત્યાં રાજા હતા. તેને પુત્ર સ પ્રતિ થયો, જે વડેસર પણ કહેવાત. તેને પુત્ર ઉદ્યોતન થયે, જેણે આ-કુવલયમાલાની કથાની રચના કરી. તેમના વિઘ ગુર વીરભદ્રાચાર્ય, યુક્તિશાસ્ત્ર શીખવનાર હરિભદ્રસૂરિ, અને ગુરુ શ્રી તવાચાર્યજી હતા. તેમણે શ્રી વીરભદ્રસૂરિજીના ઉપદેશથી જાબાલીપુરમાં આ કથા રચી. તેમને હી દેવીનાં પ્રત્યક્ષ દર્શન થયાં હતાં, જેના પ્રતાપે આ મહાઅદ્દભુત કથા રચવામાં આવી. આ વખતે જાબાલીપુરમાં વત્સરાજ નામે પ્રતાપી રાજા હતા. તેમને સમય વિક્રમની નવમી સદીને For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy