SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું (૩) ત્રીજા પદ્યુમ્નસૂરિ—જેએ પ્રભાવકરિત્રના સંશોધક છે, અને પ્રભાવકચરિત્રકારે પ્રભાવકચરિત્રની પ્રશસ્તિમાં પોતાની ગુરુપર’પરામાં ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિજીના પ્રથમ પરિચય આપ્યા છે તેઓ પોતાના સમરાદિત્યસક્ષેપમાં પેાતાને પરિચય આ પ્રમાણે આપે છે– वादं जित्वाल्लुकक्ष्मापसभायां तलपाटके | आत्तैकपट्टोयस्तं श्रीप्रद्युस्तं पूर्वजं स्तुवे ॥ * }} તેમણે અલ્લુરાજની સભામાં દિગંબરેશને પરાજિત કર્યા હતા, અને શ્વેતાંબર જૈનધર્મની વિજયપતાકા ફરકાવી હતી. સૂરિજીએ સપાદલક્ષ, ત્રિભુવનગિરિ આદિના રાજાઓને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. શ્રી પદ્યુમ્નસૂરિ પ્રખર વિદ્વાન અને મહાન વાદી હતા. આ આચાય ચદ્રકુલમાં થયા છે જે ગચ્છ પાછળથી રાજગચ્છ તરીકે પ્રસિદ્ધ થયા. તે વિક્રમની અગિયારમી શતાબ્દિના પ્રારંભમાં થયા. ૩૩ માનવદેવસૂરિ-પ્રદ્યુમ્નસૂરિજીની પાટ ઉપર શ્રી માનદેવસૂરિ (ત્રીજા) થયા જેમણે ઉપધાન–વિધિગ્રંથ બનાવ્યેા. તેએ પણ અભ્યાસુધી હતા. ૩૪ વિમલચદ્રસૂરિ——તેમના પટ્ટધર શ્રી વિલચંદ્રસૂરિજી થયા. તેએ મહાપ્રાભાવિક હતા. તેમને પદ્માવતીદેવી પ્રત્યક્ષ હતાં. સૂરિજી મહારાજે દેવીની સહાયતાથી અનેક વાદીએને જીતી જૈનશાસનની વિજયપતાકા ફરકાવી હતી. ઉપરના ત્રણે પડધરા સંબંધી વિશેષ ઇતિહાસ નથી મલતે, તેમના જન્મ-દીક્ષાસ્વર્ગાદિના સવતા પણ મલતા નથી. ૩૫ ઉદ્યોતનસૂરિ—તેમની પાર્ટ શ્રી ઉદ્યોતનસૂરિ થયા. આ આચાર્ય મહાપ્રભાવશાલી થયા. યપિ તેમનું પણ જન્મસ્થાનાદિ નથી મલતું તાપ સાધુજીવનનાં શુભ કાર્યોની નોંધ આ પ્રમાણે મલે છે— તેમનું વિહારક્ષેત્ર પૂર્વદેશ હતા. તેમણે સમ્મેતશિખરજીની પાંચવાર યાત્રા કરી હતી. પૂર્વદેશમાં વિચરી અનેક ભવ્ય જીવોને પ્રતિાધી વીતરાગ ધર્મના અનુરાગી બનાવ્યા હતા. ત્યાં એકવાર તેએએ આમ્રુતીનું માહાત્મ્ય સાંભળ્યું, એટલે પૂર્વીદેશથી વિહાર કરી આખુ તરફ પધાર્યાં. ત્યાં આજીની તલેટીમાં ટેલી નામના ગામના સીમાડામાં વિશાળ વટવૃક્ષની છાયામાં વિસામે ખાવા બેઠા હતા; તે વખતે અદ્દભુત ચારિત્ર, ઉત્તમ તપ, અને અનુપમ જ્ઞાન જોઈ ત્યાં રહેલ સર્વાનુભૂતિ નામના યક્ષરાજ, સૂરિજીને પ્રત્યક્ષ થયા અને દૈવી વાણીમાં જણાવ્યું છે કે “ ગુરુજી મહારાજ ! આપનામાં આવા ઉત્તમ અનુપમ ગુણેા છે. આપના જેવા પ્રભાવશાલી અત્યારે ખીજા નથી, છતાં અત્યારે શુભ ઘટિકામાં આપની પરપરાના ઉદય માટે યેાગ્ય પુરુષને આચાર્ય પદવી આપશે। તે તે પણ મહાપ્રભાવશાલી અને આ વટવૃક્ષની જેમ જૈનશાસનના ફેલાવા કરનાર થશે. શ્રી ઉદ્યોતનસૂરિએ આ શુભ અવસર એળખી શ્રી સદેવ મુનિ આદિ આઠ મુનિરાજોને આચાય પદવી આપી. વડવૃક્ષની નીચે આ પ્રદ્યુમ્નસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી થયા છે, જેમનું “ન્યાયયવનસિંહ” અથવા “ત પંચાનન ' બિરુદ હતુ. તેમણે સુપ્રસિદ્ધ તાર્કિકશિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિતર્ક ' ઉપર તત્ત્વખાધવિધાયિની અપરનામ વાદમહાર્ણવ ટીકા પંચીશ હાર્ શ્લોક પ્રમાણ બનાવી. આ અભયદેવસૂરિજીના શિષ્ય શ્રી ધનેશ્વરસૂરિજી થયા છે, જેમણે ધારાધીરા મુ'જરાન્તની સભામાં અન્યવાદિએ સાથે વાદ કરી વિજયપતાકા ફરકાવી હતી. તે મુજરાજના માનીતા ગુરુ હતા. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy