SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમુ નગરીમાં આવ્યા હશે એમ લાગે છે. ગુજરાજાએ વિદ્વત્તાથી પ્રસન્ન થઇ તેમને ‘સરસ્વતી’નું બિરુદ આપ્યું હતું. તેએ પ્રથમ વેદધર્માવલંબી હતા. પરંતુ પાછળથી તેમના ભાઈ શેાલનકુમાર જે જૈન સાધુ હતા તેમના સંસર્ગથી જૈન બન્યા હતા. શાભનકુમાર પણ જૈનધર્મીના ચંદ્રગચ્છના શ્રી મહેદ્રસૂરિજીના ઉપદેશથી જૈન સાધુ બની મહાન વિદ્વાન થયા હતા. તેમની દીક્ષાથી ક્રોધિત થઈ ધનપાલે ભાજરાજ દ્વારા જૈન સાધુઓને માલવામાં વિહાર બંધ કરાવ્યા હતા. શાભનમુનિએ તે વિદ્વાર ખુલ્લા કરાવ્યા, ધનપાલને પ્રતિખેાધ આપ્યા, અને યમકમય સુંદર ચતુર્વિશાંત જિનસ્તુતિ બનાવી, જેના ઉપર સુંદર ટીકા ધનપાલ કવિએ જ બનાવી. ધનપાલે જૈનધર્મી થયા પછી જિનેશ્વરનું મદિર બધાવ્યું જેમાં શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી મહેદ્રસૂરિજીએ કરી હતી. આ મૂર્તિ સમક્ષ ધનપાલ કવિએ પાંચસે। શ્લોકાની ઋષભૂંજનસ્તુતિ બનાવી. "C ભાજરાજને જૈનધમ ની સુંદર કથા સાંભળવાની અભિલાષા થતાં ધનપાલે “ તિલકમંજરી ” મહાકાવ્ય બનાવ્યું. આ કથા વાદિવેતાલ શાન્તિસૂરિજીએ સશાધિત કરી હતી. કવિએ ઋષભપંચાશિકા, શ્રાવકવિધિ, વિરોધાભાસઅલ કારવાળી મહાવીર સ્તુતિ; સત્યપુરીય શ્રી મહાવીર ઉત્સાહવાળું અપભ્રંશમાં સ્તુતિકાવ્ય, પાયિલચ્છીય નામમાલા; એક મેટી નામમાલા—કાષ બનાવ્યાં છે. શ્રી હેમચદ્રાચાર્યાં જેવા સમર્થ આચાર્યાં તે કહે છે કે " वचनं धनपालस्य ” તથા અભિધાનચિંતામણ કાષની ટીકાની શરૂઆતમાં જ કર્યું છે “ વ્યુત્પત્તિર્યંનપાતઃ ’’ ભોજરાજાએ તેમને “સિદ્ધસારસ્વત” અને “ કુર્ચાલસારસ્વતી’ નાં બિરુદો આપ્યાં હતાં. કવિરાજના વિશેષ પરિચય માટે પ્રભાવકચરિત્ર, પ્રબંધચિન્તામણિ, જૈન સા. સ. ઇ. વગેરે જોવાં. ધનપાલ નામના એક ખીજા પણ કવિ થયા છે, જેમણે અપભ્રંશ ભાષામાં “વિસયત્તહા ” નામને સુંદર કથાગ્રંથ બનાવ્યે છે. << વધુ માનસૂરિ—વિ. સં. ૧૦૫૫માં ચંદ્રગચ્છના શ્રીવ માનસૂરિજીએ સુપ્રસિદ્ધ શ્રી હરિભદ્રસૂરિજીના ઉપદેશદ ઉપર ટીકા રચી. આ સિવાય, ઉપમિતિભવપ્રપોંચા, નામસમુચ્ચય તથા ઉપદેશમાલા બૃહપિત્ત રચી છે. આ આચાર્યને વિ. સ. ૧૦૪૫ (શક સં. ૯૧૦) ને કટીગ્રામમાં પ્રતિમાલેખ ઉપલબ્ધ છે. તેમનું સ્વર્ગંગમન વિ. સં. ૧૦૮૮માં થયું છે. આ જ આચાર્યાંના શિષ્યા શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજી થયા છે. શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ ૭૦૦ શ્લોકપ્રમાણ પદ્મબદ્ઘ સુંદર વ્યાકરણ જાબાલીપુરમાં ૧૦૮૦માં બનાવ્યું છે. શ્રીજિનેશ્વરસૂરિજીએ શ્રીહરિભદ્રસૂરિજીનાં અકાપર ૧૦૮૦માં સ. વૃત્તિ રચી છે. પચલિંગી પ્રકરણ, વીરચરિત્ર, નિર્વાણુ લીલાવતી કથા, કથાાષ, પ્રમાણલક્ષણ સટીક; ષત્થાનક પ્રકરણ વગેરે ગ્રંથા અનાવ્યા છે. આ બન્ને આચાર્ય માટે એક રસિક કથા ચાલે છે કે તેમણે દુ^ભરાજના સમયે પાટણમાં વસતીની સ્થાપના કરી હતી. પ્રભાવકચરત્રકાર આ સબંધી જે જણાવે છે તેને ભાવાર્થ આ પ્રમાણે છે–તેએ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. એટલે ગુરુમહારાજે તેમને વિહાર માટે અનુજ્ઞા આપી, અને શિક્ષા આપતાં જણાવ્યું કે ‘શ્રી પત્તન (પાટણ)માં ચૈત્યવાસિ આચાર્યાં, સુવિહિત સાધુએને ત્યાં રહેવા ન દેતાં વિન્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી, તમારે તેનું નિવારણ કરવું. કારણ કે આ કાળમાં તમારા સમાન કાઇ નથી. (પ્રભાવકચરત્ર, પૃ. ૨૫૬) For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy