SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું ૮૭૦-શિવમૃગેશ તથા રાણો ભતૃભાટ થયા. ૮૮૪-મલવાદીજીએ શિલાદિત્યની રાજસભામાં વાદમાં બૌદ્ધોને હરાવ્યા. ૮૯૦-આમરાજાનો સ્વર્ગવાસ થયો. ૯૦૦ થી ૯૩૮-આમરાજાને પાત્ર ભોજરાજ થયો. ૯૧૩-૧૫-જયસિંહસૂરિજી. ૯૨૫-શિલાકાચાર્યજી. દસમા સૈકાને ઉત્તરાર્ધ-ચંદ્રગચ્છીય આ. પદ્યુમ્નસૂરિના ઉપદેજથી સપાદલક્ષ અને ત્રિભુવનગિરિના રાજાએ જેનધર્મ સ્વીકાર્યો. ૯૪૭-યશોભદ્રસૂરિજી થયા. મૂળ તેઓ વડોદરાનાં રત્નપુરના યશોભદ્ર નામે રાજા હતા. તેમણે શ્રી દત્તસૂરિજીના ઉપદેશથી દીક્ષા લીધી હતી. ૯૬૨-સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચો કથાની રચના કરી. ૯૭૩–આચાર્ય વાસુદેવસૂરિના ઉપદેશથી વિદગ્ધરાજ જેન થયા. ૯૯૧ લગભગ-ભદ્રકુમારે આ. વિમલચંદ્રસૂરિના શિષ્ય આ. વીરસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી. પાછળથી તે ચંદ્રસૂરિના નામે ખ્યાત થયા. ૯૯૪-આબુ પાસે ટેલીગ્રામમાં વડ નીચે આચાર્ય ઉદ્યોતનસુરિજીએ આઠ શિષ્યને આચાર્ય પદ આપ્યું. વડગચ્છની સ્થાપના થઈ. ૯૯૬-વિદગ્ધરાજને પુત્ર મમ્મટ આ. બલભદ્રસૂરિના ઉપદેશથી જૈન થયો. ૧૦૦૫-જંબૂનાગમુનિએ જિનશતક અને મણિપતિચરિત્ર રચ્યું. ૧૦૦૮–૧૦–રાણુ અલ્લટે ચિત્તોડના પ્રસિદ્ધ સ્તૂપ બનાવ્યો. ૧૦૧૦–આ. સર્વદેવસૂરિજીએ રામસૈન્યપુરમાં પ્રતિષ્ઠા કરી. ૧૦૧૭-મૂળરાજ સોલંકીને અભિષેક. (મૂળરાજે પાટણમાં મૂળરાજવિહાર બંધાવ્યો હતા. અને જિનમંદિરને દાન આપ્યું હતું.) ૧૦૨૮–મહાકવિ ધનપાળે દેશનામમાળા'ની રચના કરી. ૧૦૩૦ લગભગ-આ. પ્રદ્યુમ્નસૂરિજીના ઉપદેશથી ત્રિભુવનગિરિને રાજ કઈમરાજ જેન થયો. અને પછી દીક્ષા લઈ ધનેશ્વરસૂરિના નામે તેમને પટ્ટધર થયો. તેમના નામથી રાજગચ્છ પ્રસિદ્ધ થયો. ૧૦પર-મૂળરાજ સોલંકીને સ્વર્ગવાસ અને વલ્લભરાજની ગાદી. ૧૫૩–આ. શાંતિભદ્રસુરિજીના ઉપદેશથી ધવલરાજે જિનમંદિરની પ્રતિષ્ઠા કરી. (અને પાછળથી તેણે દીક્ષા લીધી.) ૧૦૫૫-ચંદ્રગથ્વીય વર્ધમાનસૂરિજીએ હરિભદ્રસૂરિના ઉપદેશપદ પર ટીકા ચી. અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં કવિ સેઢલે ઉદયસુંદરીથા રચી. ૧૦૬૬-વલ્લભરાજને સ્વર્ગવાસ. દુર્લભરાજની ગાદી. ૧૦૭૧-નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીને જન્મ થયો. ૧૦૭૩-કક્કસૂરિના શિષ્ય શ્રી જિનચંદ્રમણિએ નવપદ લઘુવૃત્તિ રચી. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy