SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું દ્વારા ઉત્તમ ચૈત્ય વિક્રમસંવત્ ૯૧૭ મુનિરાજે પહેલાં શ્રીમત્ નાગપુરમાં પોતાના વચનથી નારાયણ શેઠ (જિનમદિર) કરાવીને તેમાં વીરથી ૭૧૯ (અમ્હારા ધારવા પ્રમાણે જોઈ એ) વર્ષામાં શુ. પ`ચમીએ અંતિમ જિન( મહાર્દ ૨ તીર્થંકર )ની પ્રતિષ્ઠા કરી વંભ ( બ્રહ્મ ) વગેરે ૭૨ ગાહિકા ( જિનમંદિરની સાર સંભાળ કરનારા વહીવટદાર-ટ્રસ્ટી) સ્થાપ્યા હતા. ’↑ કૃષિંગચ્છઆ કૃષ્ણમુનિ(ઋષિ)ના નામથી કૃષિં-ગચ્છ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારપાલચરિત્રકાર જયસિંહરિ પેાતાની ગુરુ—પરપરા સૂચવતાં જણાવે છે કે તેમાં થયેલા આચાર્યો વગેરેના ઉલ્લેખા અહીં દર્શાવવામાં આવે છે. ૧૪ મી, ૧૫ મી સદીમાં તે કૃષ્ણમુનિની પરપરામાં આશ્ચર્યોંકારી મનેહર–ચરિત્રવાળા સૂરિ થઇ ગયા પછી જયસિંહસૂરિ નિગ્રંથચૂડામણિ ઉત્પન્ન થયા, જેમણે વિ. સ. ૧૩૦૧માં મદેશ(મારવાડ)માં `ના તાપથી પીડાતા સંધને મત્રથી આકર્ષેલા પાણીના સમૂહ દ્વારા જીવાડ્યો હતા. તેમના પદ્મ પર પ્રસન્નચંદ્રસૂરિર પ્રભાવક–શિરામણ થયા; જેમના પટ્ટ પર નિસ્પૃહ-શિરામણ મહાત્મા મહેન્દ્રર થયા; જેએ મહમ્મદસાહિથી પ્રશસિત થયા હતા. [ ‘જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ' નામના પુસ્તકમાં અમ્હે એને ઉલ્લેખ કર્યાં છે–લે. ] કુમારપાલ-ચરિત્રકાર જયસિંહરિ, એ મહેન્દ્રસૂરિના પટ્ટધર હતા. ગુરુભક્તિથી કુમારપાલરિત્રના પ્રથમ આદર્શને લખનાર મુનિ નયચંદ્ર એ હમ્મીર-મહાકાવ્ય અને રભામજરી-નાટિકાના કર્તા જણાય છે. ધર્મેટ ઊકેશવ શમાં થયેલા મૂહૂ નામના સુશ્રાવકે પોતાની માતાના શ્રેય માટે ગ્રહણુ કરેલું મહાવીર-ચરિત્ર (હેમચંદ્રાચાર્યાંનું ત્રિષ્ટિ શ.પુ. ચ. પ` ૧૦), પેાતાના ગુરુ-કૃષિશિષ્ય નન્નસૂરિ દ્વારા વિ. સં. ૧૭૬૮માં કાલાપુરીમાં સભા-વ્યાખ્યાનમાં વંચાવ્યું હતું એમ "6 १ तत्रासीदपसी मलब्धिवसतिर्वन्दारुवृन्दारक व्रातख्याततपाः कृपाजलनिधिः श्रीकृष्णनामा मुनिः ॥ यो मित्रव्यदुःखतो व्रतमधाद् योऽभिग्रहान् दुर्महान्, दधे व्यालविषाकुलान् पद - जलैरुज्जीवयामास यः । प्रत्यब्दं चतुरुत्तरां व्यरचयद् यः पारणात्रिंशतं स क्ष्मापालविबोधनः रामधनः कृष्णर्षिरास्तां मुद्रे ॥ श्रीमन्नागपुरे पुरा निजगिरा नारायणश्रेष्ठितो निर्माष्योत्तमचैत्यमन्तिमजिनं तत्र प्रतिष्ठाय च । श्री वीरान्नव - चन्द्र - सप्त (९१७) शरदि श्वेतेषुतिभ्यां शुचौ भाद्यान् समतिष्ठत् स मुनिरा द्वासप्ततिं गौष्ठिकान् ॥ " —કુમારપાલચરિત મહાકાવ્ય-પ્રશસ્તિ (બ્લો. ૧ થી ૪) ૨ વિ. સં. ૧૭૭૯ માં ઉમેસ( ઓસવાળ ) જ્ઞાતિના સધપતિ ઝાઝાના પુત્ર...કે પિતાના એચ માટે કરાવેલ પાનાથ બિંબની પ્રતિષ્ઠા કૃષ્ણષિ-ગુચ્છના આ પ્રસન્નચંદ્રસૂરિએ કરી જણાય છે, જે પ્રતિમા મિર્જાપુરના પંચાયતી મંદિરમાં છે. તેને ઉલ્લેખ સ્વ. બાબુ પૂ. નાહરના જૈનલેખસંગ્રહ (ખ. ૧ લે. ૪૨૬ )માં પ્રકાશિત થયેલ છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy