________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક]
કહ(કૃષ્ણ)ષિ
[ ૧૧૩]
[ 2 ]
બીજું વિવરણ—આ ગ્રન્થનું બીજું સવિસ્તર વિવરણ ૧૪૪૭૧ કપ્રમાણનું વિજયસિંહરિએ વિ. સં. ૧૧૯૧માં સિદ્ધરાજના રાજ્યકાલમાં રચ્યું હતું, જેમાં સુપ્રસિદ્ધ માલધારી હેમચંદ્રાચાર્યના પ્રથમ પટ્ટધર હતા. આ વિવરણકારની પ્રાંત પ્રશસ્તિ અહે પાટણ જેનભંડાર-ગ્રંથ-સૂચી (ગા. ઓ. સિ. નં. ૭૬ પૃ. ૩૧૧ થી ૩૧૩)માં દર્શાવી છે, જેની ૪૩૩ તાડપત્રવાળી પિથી પાટણમાં છે.
] ત્રીજી વ્યાખ્યા--આ ગ્રંથની ત્રીજી વ્યાખ્યા–વિવૃતિ (૬૮૦૦ લેક–પ્રમાણુ) મુનિદેવસૂરિએ વિક્રમની ૧૪મી સદીના પ્રારંભમાં રચી હતી, જેનો ઉલ્લેખ અહે. પાટણ-જેન-ભંડાર–ગ્રંથસૂચી (ગા. એ. સિ. નં. ૭૬ ભા. ૧, પૃ. ૧૦૯-૧૧૦)માં દર્શાવ્યો છે. તે વિદ્યુતિકારે કૃષ્ણઋષિને સુગૃહીતનામવાળા, ભવિક લોકોના શકને હરનારા જણાવ્યા છે અને તેમનો તારૂપી કલ્પવૃક્ષ, લબ્ધિરૂપ અવિરલ ફળાવડે ફળે હતો-તેમ જણાવ્યું છે. તથા તેમના શિષ્ય જયસિંહરિનું સ્મરણ કર્યું છે, કે જેમનાં શાસ્ત્રરૂપી વૃક્ષનાં અર્થ–પુષ્પોનો સંગ્રહ કરીને પિતે એ વૃત્તિ રચી હતી. વૃત્તિકારે પિતાને શાંતિનાથ-ચરિત્ર રચનાર તરીકે ત્યાં સૂચવેલ છે.
કણમનિ સંબંધમાં બીજા ઉલ્લેખો. વિ. સં. ૧૮૨૨માં ૬૩૭૦ શ્લોકપ્રમાણ કુમારપાલચરિત મહાકાવ્ય રચનાર જયસિંહ સૂરિએ પિતાના પૂર્વજ તરીકે આ કૃણમુનિનો પરિચય આપ્યો છે કે
આર્ય સુહસ્તીના મુખ્ય શિષ્ય શ્રીગુપ્તસૂરિથી ચારણલબ્ધિના કારણથી ચારણગણું પ્રખ્યાત થયો, તેની ચોથી શાખા વજનાગરીમાં, વિટપ નામના બીજા કુલમાં અનહદ લબ્ધિઓના વાસસ્થાનરૂપ દેવ–સમૂહથી વદન કરાતા, પ્રખ્યાત તપાવી, કૃપાસાગર કૃષ્ણ નામના મુનિ થયા. જેમણે મિત્ર-વ્યય(મરણ)-દુઃખથી વ્રત સ્વીકાર્યું હતું, જેમણે દુઃખે ગ્રહણ કરી શકાય એવા અભિગ્રહો ધારણ કર્યા હતા, જેમણે સર્પોના ઝેરથી આકુલ પ્રાણીઓને પગના પાણીથી ઉજજીવિત કર્યા હતા, જેમણે પ્રતિવર્ષ ૩૪ પારણું કર્યાં હતાં; રાજાઓને પ્રતિબંધ કરનારા, શમરૂપી ધનવાળા તે કૃષ્ણ ઋષિ હષ માટે થાઓ. તે
૧ આ મુનિદેવસૂરિ, વાદી દેવસૂરિની પરંપરામાં થયેલા મદનચંદ્રસૂરિના શિષ્ય હતા. દેવચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્યના ગુર)ને પ્રાકૃત (વિ. સ ૧૧૬૦ ના ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ) શાંતિનાથચરિત્રને વિ. સં. ૧૩૨૨ માં તેમણે સંક્ષિપ્ત કરી બીજું સંસ્કૃત રચ્યું હતું, જે અદ્દભુત ચરિત્ર જોઈને સં. ૧૪૧૦ માં મુનિભદ્રસૂરિએ ત્રીજું શાંતિનાથ-ચરિત્ર રચ્યું હતું. ઉપર્યુક્ત મુનિદેવસૂરિને પીટર્સન રિપાર્ટ ૧, ૪ માં ભૂલથી “મુનિને વિશેષણ સમજવાથી દેવસૂરિ સૂચવતાં તેના આધારે બીજા સાક્ષર લેખકોએ તેવી ભૂલ ચાલુ રાખી હતી. ખરી રીતે આનું નામ મુનિદેવસૂરિ સમજવું જોઇએ. પોતાના અને સમકાલીન અન્ય અનેક રસૂરિ-કવિઓના કાવ્ય-ગ્રંશેના સંશોધક સમરાદિત્ય-સંક્ષેપ રચનાર પ્રદ્યુમ્નસૂરિએ રચેલી પ્રવજ્યા-વિધાનવૃત્તિને આ મુનિદેવસૂરિએ પ્રથમ આદર્શ માં દર્શાવી હતી-આ સંબંધમાં અમહે જેસલમેરવ્યાં. ગ્રંથસૂચી( અપ્રસિદ્ધગ્રંથ-ગ્રંથકૃત્પરિચય પૃ. પર-પ૩) માં સૂચવ્યું છે. એથી આ મુનિદેવીયા ધર્મોપદેશમાલા-ત્તિ, વિક્રમની ૧૪ મી સદીના પ્રારંભમાં તેમણે રચેલી હેવી જોઈએ. બહથ્રિપનિકામાં તે સંબંધમાં ૧૧૯૦ વર્ષનો થયેલ ઉલેખ વાસ્તવિક જણાતું નથી.
For Private And Personal Use Only