SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક 1 કહ(કૃષ્ણ)મુનિ [૧૦] સુમેરુ જેવા નિશ્ચલ જે મહાત્મા સ્મશાન-ભૂમિઓમાં સર્વ રાત્રિમાં દેવ વગેરે દ્વારા કરાતા બહુપ્રકારના ઉપસર્ગો વડે [ધ્યાનથી] ચલાયમાન કરી શકાયા ન હતા. જેમણે ભારતવર્ષમાં અજ્ઞાનરૂપી ગાઢ અંધારામાં પડેલાઓને જિન-વચનરૂપી પ્રદીપ વડે સિદ્ધપુર(મેક્ષ)ને માર્ગ પ્રકટ કર્યો હતો-દર્શાવ્યો હતો. જેમણે અનેક મહાસને-રાજાઓ, બ્રાહ્મણો અને શેઠને પ્રજ્યા આપી પ્રવૃજિત ર્યા હતા અને બીજાઓને ઠેકાણે ઠેકાણે અભય(મંત્રીશ્વર અભયકુમાર) જેવા શ્રાદ્ધોશ્રાવકે કર્યા હતા. જિન–સંદિરો થવાં–જેમણે ઘણું દેશમાં ચતુર્વિધ(સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ) શ્રીસંઘદ્વારા કરાતી યાત્રાવાળાં મનહર અનેક જિન-મંદિરો કરાવ્યાં હતાં. ગુજરત્તા(ગુજરાત) સુધીમાં નાગઉર(નાગાર-મારવાડ) વગેરે નગરમાં, તે મહાત્મા પિતે જાતે ભજન કરવા માટે પણ જયાં વસ્યા, ત્યાં ત્યાં (નાગઉર વગેરે નગરોમાં) અનેક જિન-મંદિરે થયાં હતાં. ' “૧ જાવા નિમંત્રિાળ ને ળિ ને ૪(૪)છા ! देसेसु बहुविहेसुं चउविहसिरिसंघजत्ताणि ॥ नगरेसु सयं वुच्छो भुत्तुं वा जाव गुज्जरत्ताए। नागउराइसु जिणमंदिराणि जायाणि णेगाणि ॥" –જયસિંહસૂરિના ધર્મોપદેશમાલા-વિવરણના અંતમાં (ગાથા ૧૩, ૧૪) ગૂજરશબ્દનો પ્રાચીન ઉલ્લેખ, વિક્રમની ૭ મી સદીમાં સુપ્રસિદ્ધ કાદંબરી કાર મહાકવિ બાણભટ્ટે સંસ્કૃતમાં શ્રીહર્ષચરિતમાં ઉ. ૪ માં શ્ર ધ્વજ્ઞાન: વિશેષણદ્વારા પ્રતાપશીલ પ્રભાકરવધન રાજાધિરાજને પરિચય કરાવતાં કરે છે, તેમજ ૧૮ દેશી ભાષાઓને પરિચય કરાવનાર દાક્ષિણ્યચિહનસૂરિ અપરના ઉદ્યોતનાચાર્ય શકકોલ ૭૦૦=વિ. સં. ૮૩૫ માં રચેલી પ્રાકૃત કુવલયમાલાકયામાં ગુજર ા અને ગુજર મારા તથા ના પથિકના પ્રાકૃતમાં ઉલ્લેખ કર્યા છે, તે અહે અપભ્રંશકાવ્યત્રયી( ગા. એ. સિ. ન. ૩૭ ભૂમિકા પૃ. ૮૯-૯૪)માં દર્શાવ્યા છે. અહીં દર્શાવેલ પ ત્તા શબ્દને આ ઉલ્લેખ, વિક્રમસંવત્ ૧૫ ને હાઈ પ્રાચીન છે, ઘટિયાલા(જોધપુર, મારવાડ)માંથી મળેલ જૈન પ્રાકૃત શિલાલેખમાં થયેલ સત્તાનો ઉલ્લેખ, આ પછી ત્રીજા વર્ષ-વિ. સં. ૯૧૮ને મળે છે. ઇતિહાસપ્રેમી મુંશી દેવીપ્રસાદજીએ “મારવાડના પ્રાચીન લેખ' પુસ્તકમાં સં. છાયા સાથે ૨૪ પદ્યોવાળા એ પ્રાકૃત શિલાલેખને છેડી અશુદ્ધિઓ સાથે પ્રકાશિત કર્યો છે તેને સ્વ. પૂ. નાહરજીએ જેનલેખસંગ્રહ (ખ. ૧, પૃ. ૨૫૬ થી ૨૬૧)માં પુનઃ પ્રકટ કરેલ છે. તે પરથી જણાય છે કે-પડિહાર (પ્રતિહાર) વંશી સદ્ગુણ રાજા શ્રીકક્કે ભક્તિથી જિનભવન કરાવ્યું હતું, અને તે, સિદ્ધ-ધનેશ્વરના ગચ્છમાં ગઠિકોને અર્પણ કર્યું હતું. આ કકકુક મહારાજાએ પિતાને સરિત-ગુણવડે મરુ વગેરે અનેક દેશે( જેમાં રાજપાત્તાપુ આર્ય ગુજરાત દેશ છે)માં જનોને અનુરાગ ઉત્પન્ન કર્યો હતો. [ “નનાનાપ્રમવા fહ સઃ ' આ નીતિ-વચન તરફ કવિનું સૂચન સાર્થક જણાય છે. ] જેણે વિષમ પ્રસંગમાં ગિરિ-વાલાથી પ્રજવલિત પલ્લીમાંથી ગે-ધન આદિને ગ્રહણ કરી તેની રક્ષા કરી હતી, જેણે ભૂમિને નીલેમ્પલ વગેરેની સુગંધથી સુગંધવાળી અને આંબામહુડા તથા શ્રેષ્ઠ શેલડી વગેરે વૃક્ષો દ્વારા મધુર રમણીય બનાવી હતી. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy