SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમુ ૯૧૫ વર્ષીમાં રચાયેલી ધર્મોપદેશમાલા-લઘુવૃત્તિના ઉલ્લેખ છે અને આનું વિવરણુ સ્તમ્ભ તીર્થં (ખ ́ભાત) વિના ખીજે નથી—તેમ જણાવ્યું છે.૧ વિક્રમની દસમી સદીના પ્રારંભમાં સ્વાપન્ન ધર્મોપદેશમાલાની વ્યાખ્યા રચનાર આચાર્ય જયસિંહરિ વિક્રમની નવમી સદીના ઉત્તરાધમાં જન્મ્યા હશે, તે સદીના છેલ્લા ચરણમાં દીક્ષિત થયા હશે અને એ સમય દરમ્યાન ઉત્તમ ગુરુ-સહવાસમાં રહી સુશિક્ષિત થઈ સૂરિપદ પર પ્રતિષ્ઠિત થઈ પ્રશસ્ત જૈનધર્મના ઉપદેશક-પ્રચારક થયા હશે—એ વિચારી શકાય તેવું છે. આ જયસિંહસૂરિએ ધર્મોપદેશમાલા-વિવરણના અંતમાં પ્રાકૃતભાષામાં ૩૨ ગાથાઓ દ્વારા પોતાની ગુરુ-પર'પરા સાથે આવશ્યક ગુરુ-પરિચય કરાવ્યા છે-એથી આપણે તે કહ(કૃષ્ણ)મુનિ મહાત્માના પરિચય મેળવીએ છીએ. તેએાએ ત્યાં જણાવ્યું છે કે— વધર—“ આ સ્થવિરાવલી, જે પૂર્વ મુનિએ વીરજિનથી પ્રારંભ કરીને કહી છે, ત્યાંથી બાકી રહેલાઓની આવલીને હું હવે કહું છું, તે તમે સાંભળે. દૈવવાચક(નંદીસૂત્રકાર) પછી અનેક સૂરિએ થઈ ગયા પછી મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય જેવા વર્ટસર (વટેશ્વર) નામના ક્ષમાશ્રમણ થઈ ગયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્ત્વાચાય —તેના શિષ્ય ‘તત્ત્વાચાર્ય’ નામથી સુપ્રસિદ્ધ થયા, પાંચ પ્રકારના આચાર (જ્ઞાન, દશ`ન, ચારિત્ર, તપ અને વીય` સબંધી)ની શુદ્ધિથી જેમને જશ જગમાં પ્રકટ થયેા હતા, તેઓ જિન-પ્રવચનરૂપી ગગનમાં ચંદ્ર જેવા હતા. ચક્ષ——તેમના પ્રધાન શિષ્ય યક્ષ નામે પ્રકટ થયા, જેમણે ખેટ્ટય(બેટ્ટકૂપ)માં સુપ્રસિદ્ધ જિન–ભવન સ્થાપ્યું હતું. કૃષ્ણ મુનિ—તેમના શિષ્ય તે સુપ્રસિદ્ધ કણ્ડ(કૃષ્ણ)મુનિ થયા, જેઓ તપસ્તેજના રાશિ હતા. દુ:ખમકાલમાં અનેક રાજાએએ જેમનાં ચરણ-કમલ સેવ્યાં હતાં. ભવ્યજનરૂપી કમળાને વિકસાવવામાં–પ્રફુલ-વિકસ્વર કરવામાં જેએ સૂર્ય જેવા હતા. તીથ'યાત્રા—સ`ધથી પૂજિત-સત્કૃત થયેલા જેમણે (કૃષ્ણમુનિએ) ભારતમાં રહેલી જિનવરાની અવતરણ (ચ્યવન), જન્મ, નિષ્ક્રમણ (દીક્ષા), [જ્ઞાન], નિર્વાણ (મેક્ષ)ની ધરા– કલ્યાણક ભૂમિને બહુપ્રકારે (મન, વચન, કાયાથી) નમન કર્યું હતું. તપ-જિન-કલ્પ ધારણ કરનારની જેમ જેમણે કાય-કલેશ વિના એક માસ-ખમણુ (ઉપવાસ–તપ), ખેમાસી-ખમણ, ત્રણમાસી ખમણુ, અને ચેમાસી ખમણ(તા) કર્યા હતાં. १ પ્રભાવ——ભક્તિથી જેમનું નામ ગ્રહણ કરવાથી મનુષ્યનાં અનેક પ્રકારનાં અનિષ્ટોજેમકે-દેવેા, મનુષ્યા કે તિર્યંચેાદ્વારા કરાતી પીડા, ગ્રહો, ભૂતા, રાગે, ઉપસર્ગા, મારિ(મરકી) અને શત્રુઓએ ઉત્પન્ન કરેલ અનિષ્ટ, ચારા તથા શત્રુઓ, મત્ત થયેલા રાજા, દુઃસ્વપ્ના, અને અશુભ શકુનેદ્વારા કરેલું-કરાતું અનિષ્ટ પણ જલદી ક્ષય પામે છે. સૂર્યંનાં કિરણોથી ભેદાયેલ ગાઢ અંધકાર ક્ષય પામે–એમાં વિસંવાદ કયાં છે ? ધર્મવેશમાજા-રઘુવૃત્તિઃ ૨૬ વર્ષે નસદ્દીયા । ...વિવાં સ્તમ્મતીર્થં વિના ન | '-મૃ. ૨-૪ આ વટેશ્વર, તત્ત્વાચા અને યક્ષ, વિ.સ'. ૮૩૫માં પ્રા. કુવલયમાલાકથાકાર દાક્ષિણ્યચિન્હ ઉદ્યોતનાચાર્યાંના પૂર્વજો છે કે કેમ ? તે વિચારણીય છે, For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy