________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
f૧૦૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું એમાં રાજ્ય તરફથી સત્કાર થયો એટલે તો પછી પૂછવું જ શું ? ધીમે ધીમે સ્વભાન ભૂલી મદિરાપાન સુધી તે પહોંચી ગયા. ખુદ સિદ્ધરાજે પણ તેને મદિરાપન કરતા નજરે નિહાળ્યા. એટલે રાજાની શ્રદ્ધા કમી થઈ. આવક ધીમે ધીમે અટકવા લાગી. અને દેવબોધિને સ્વભાન થયું. હેમચંદ્રાચાર્યની વિદ્વત્તા, સચ્ચરિત્રતા, પ્રખરપાંડિત્યથી આકર્ષાઈ દેવધિ મદદ માગવા તેમની પાસે ગયા. અને હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે
पातु वो हेमगोपालः कम्वलं दण्डमुद्वहन् ।
षड्दर्शनपशुग्राम चारयन् जैनगोचरे ॥ દંડ અને કંબલને ધારણ કરતા શ્રી હેમ ગોપાલ તમારું રક્ષણ કરે, કે જે જૈન ગોચરમાં દર્શન રૂ૫ પશુઓને ચારી રહ્યા છે.”
હેમચંદ્રાચાર્યે આ વિદ્વાનને આસન આપ્યું, રાજસભાના પંડિત શ્રીપાલ સાથે મૈત્રી કરાવી અને સિદ્ધરાજ પાસે લક્ષ દ્રવ્ય અપાવ્યું. આ દેવબોધિ પંડિતને હેમચંદ્રાચાર્ય પાસે પિતાનો પરાભવ કબુલ કરે પડ્યો હતો. પ્રાંતે દેવબોધિએ ગંગાકિનારે જઈ આત્મસાધન કર્યું. હેમચંદ્રાચાર્ય સાથે સિદ્ધરાજ યાત્રા
પિતાને પુત્ર નહીં હોવાથી સિદ્ધરાજને ઘણું ખટક્યું હતું. પણ કરે શું? એ ભાગ્યની વાત ગણાય ! છતાં અંતઃકરણમાં તે શલ્ય સાલ્યા કરતું હતું. ખેદયુક્ત સિદ્ધરાજ અડવાણે પગે ચાલીને તીર્થયાત્રા કરવા નીકળ્યો. હેમચંદ્રાચાર્યને સાથે લીધા અને શ્રી શત્રુંજય ઉપર જઈ યુગાદિદેવની પૂજા-ભક્તિ કરી અને તે તીર્થની પૂજા માટે બાર ગામ સમર્પણ કર્યા. ત્યાંથી નીકળી રૈવતાચલ પહોંચ્યો. ત્યાં શ્રી સજજન મંત્રીએ રાજ્યના ખર્ચ શ્રી નેમિનાથ પ્રભુના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તેને કબૂલ રાખી એ તીર્થની ભાવપૂર્વક યાત્રા કરી હેમચંદ્રાચાર્ય સહિત પ્રભાસપાટણના શિવમંદિરમાં આવ્યાં. ત્યાં હેમચંદ્રાચાર્યે સ્તુતિ કરી કે–
यत्र तत्र समये यथा तथा, योसि सोस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवा-नेक एव भगवन्नमोऽस्तु ते ॥
ગમે તે સમય [શાસ્ત્ર]માં ગમે તે રીતે અને ગમે તે નામથી તમે છે, પણ જે તે તમે દેશની કલુન્નતા રહિત છે, તે હે ભગવન્ ! તમે એક જ છે માટે તમને નમસ્કાર છે.”
ત્યાંથી અંબિકાદેવીથી અધિણિત કાટિ નગરમાં આવ્યા. ત્યાં હેમચંદ્રાચાર્યો, અઠ્ઠમ તપ કર્યો. પ્રાંત દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે –“હે મુનિવર ! સિદ્ધરાજના ભાગ્યમાં સંતતિ નથી. પરંતુ તેમના ભ્રાતાને પુત્ર કુમારપાલ તેમની ગાદીનો વારસ થશે. પુણ્યશાલી એવો તે અનેક દેશોને જીતી પિતાની આણ મનાવશે, અને આઈ તપાસક પરમ શ્રાવક થશે.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજને આ હકીકતથી વાકેફ કર્યો. કુમારપાલનું થયેલ સંરક્ષણ
કુમારપાલ એ ત્રિભુવનપાલના પુત્રરત્ન, ભાવિના અઢારદેશના મહારાજા, પ્રૌઢ પ્રતાપશાલી અને ભાવીને પરમાતા પાસક હતા. પુત્રની આશાના ભંગથી ખેદ પામેલ સિદ્ધરાજે નૈમિત્તિકાને બોલાવ્યા. નૈમિત્તિકોએ જણાવ્યું કે–“આપનું રાજ્ય કેઈને પણ નમ્યા વિના કુમારપાલ ચલાવશે. પિતાના પ્રતાપથી અનેક દેશોને છતી રાજાઓને પિતાની આણ મનાવશે. તેના પછી રાજ્ય વિનાશ પામશે.” આ સાંભળી “ર મર્થ તત્ એવધે એ વાકય સમજવા છતાં, પૂર્વભવનાં કર્મોએ જેર કર્યું. સિદ્ધરાજની બુદ્ધિ ફરી. કુમારપાલ પર દ્વેષ
For Private And Personal Use Only