________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રી હેમચંદ્રાચાય
[ ૧૦૧ ]
કે જેમાં એમની કલમ ન ચાલી હોય. શ્રી હેમચંદ્રાચાર્યનું આવું સતે મુખી સાહિત્ય જોઇને જૈનેતર વિદ્વાને પણ તેમની મુક્ત કંઠે પ્રશંસા કરે છે.
પાંડવકથાના કરેલા ફેટ—
શ્રી હેમચંદ્રાચાય' એક વખત અણહિલપુરમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા, તેમાં પાંડવાને પ્રસ’ગ આવતાં તેમણે જૈતી દીક્ષા ગ્રહણ કરી હતી અને શત્રુંજય પર તેઓ નિર્વાણુ પામ્યા હતા એ વાત આવી. આ સાંભળી શૈવા ખળભળી ઊઠયા અને આ હકીકત લેશમાત્ર સત્ય નથી એમ કહેવા લાગ્યા. ઊહાપાતુ ખૂબ વધ્યા. છેવટે એ વાત રાજદ્વારે પહોંચી. સિદ્ધરાજ શૈવધર્મી હતા છતાં તેને હેમચંદ્રાચાર્યના વચન પર શ્રદ્ધા હતી. એટલે આમાં સત્ય શું છે, એને સ્ફાટ કરવા હેમચંદ્રાચાર્યને ખેાલાવ્યા. જેન-જૈનતર તમામ પ્રજા ભેગી થઇ હતી. બ્રાહ્મણાએ સ્વધર્મની વાત ઊકેલી કે પાંડવા શૈવધર્મી હતા અને હિમાલય પર પચત્વ પામ્યા હતા, એ પ્રમાણે મહાભારતનું વચન છે. તેથી હેમચંદ્રાચાર્યનું કથન કેવી રીતે સંગત હોઈ શકે ? આ વાતને ખુલાસા કરવા સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને કહ્યું એટલે બુદ્ધિના ભંડાર સમયજ્ઞ હેમચંદ્રાચાર્યે એના જ મહાભારતનું પ્રમાણુ આપ્યું-કે મહાભારતમાં ગાંગેયનું એક આખ્યાન આવે છે. તેમાં ગાંગેય પોતાના પરિવારને કહે છે કે-યુદ્ધની અંદર મારા પ્રાણને અંત થાય તે જ્યાં કાર્યતા પણ અગ્નિસ'સ્કાર ન થયા હોય તે સ્થળે મારા અગ્નિસંસ્કાર કરજો યુદ્ધમાં ગાંગેય પ્રાણમુક્ત થયા, એટલે તેમનું શશ્ન એક એવા પર્યંતના ઊંચા શિખર પર લઇ ગયા કે જ્યાં કાઇને પણ પગસંચાર ન હતા. અહીં કાઇને પણ અગ્નિર્સસ્કાર થયેલ નથી એમ વિચારી શબ ઉતાર્યું, એટલામાં તે આકાશવાણી થઈ કે~~
अत्र भीष्मशतं दग्धं पाण्डवानां शतत्रयम् ॥
द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ १६२ ॥ प्रभा० हेम० चरित्रे અર્થાત્ “ અહીં તેા સે। ભીષ્માને, ત્રણસે પાંડવાના, સહસ્ર દ્રોણાચાર્યતા અને અસંખ્ય કર્ણાને અગ્નિ સંસ્કાર થયા છે.
હેમચંદ્રાચાર્યે મહાભારતના ઉપ ક્ત શ્લોક તરફ બ્રાહ્મણોનું ધ્યાન ખેચ્યું. અને જણાવ્યું કે મહાભારતના ઉલ્લેખ પ્રમાણે સે ભીષ્મા, ત્રણસે પાંડવા, હજાર દ્રોણાચાર્યો અને કર્ણાની તે। સંખ્યા જ નથી. તે પછી જૈનશાસ્ત્રમાં વર્ણવેલા પાંડવા જૈન હાય અને મહાભારતમાં કથન કરેલ પાંડવા ચૈવ હાય એમાં નવાઈ જેવું નથી. કારણ કે પાંડવેની પ્રતિમાએ જેવી તમારા કેદાર તીર્થમાં મળી આવે છે તેવી જ અમારા પરમ પાવન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર અને નાસિકના ચંદ્રપ્રભુના મંદિરમાં પણ મળી આવે છે. માટે આમાં અસત્ય જેવું કંઈ નથી. આ પ્રમાણે હેમચદ્રાચાર્યનું યુક્તિયુક્ત વચન સાંભળીને સિદ્ધરાજને ખાત્રી થઈ. દેવળેાધિએ કરેલી પ્રશંસા
હેમચંદ્રાચાર્યાંની વિદ્વત્તા અને સચ્ચરિત્રતાની ખ્યાતિ દિવસે દિવસે વધતી જતી હતી. મહારાજા સિદ્ધરાજની રાજસભામાં તેમનું સ્થાન ઊંચું હતું. સિદ્ધરાજ ચર્ચાના શાખાન હતા. તેની સભામાં અવારનવાર અનેક વિષયે પર ચર્ચાએ થતી હતી. એકદા ભાગવત મતદર્શીની દેવોધિ નામના પડિત હેમંદ્રાચાર્યની કીર્ત્તિને ઝાંખી કરવા અહિલપુર પાટણમાં આવ્યા. સિદ્ઘરાજે તેની વિદ્વત્તાથી આકર્ષાઈ સત્કાર કર્યાં. એક તા અભિમાની અને
For Private And Personal Use Only