________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રી હેમચન્દ્રાચાર્ય
[૧૩] જાગ્યો. તેનો વધ કરી નાખવા સુધી તેને વિચારો સર્યા. એ વાત કુમારપાલના જાણવામાં આવી એટલે એ ભસ્મ લગાવી જટાધારી તાપસ થઈ ચાલી નીકળ્યો. સિદ્ધરાજને આ બાબતની જાણ થઈ, એટલે તેને ગમે તે રીતે પકડવા મહેનત કરી. પરંતુ તેમાં સફળતા ન મળી. તાપસ વેશમાં પણ કુમારપાલ પર વિપત્તિના પહાડ તૂટી પડ્યા. આવી વિકટ અવસ્થામાં પણ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી મંત્રી ઉદાયન, વાગભટ્ટ, આલિગ, સજન કુંભાર, ભીમસિંહ ખેડુત, દેવસી કટુક વાણીઓ, સિરિ વિપ્ર વગેરેએ કુમારપાળને કિમતી મદદ કરી તેમનું સંરક્ષણ કર્યું. હેમચંદ્રાચાર્યે પણ કેટલાક વિકટ પ્રસંગમાંથી બચાવી લીધા. કુમારપાલને રાજ્યાભિષેક અને વિજય
મહારાજા સિદ્ધરાજ વિ સં. ૧૧૯૯ માં પંચત્વ પામ્યા. કુમારપાલને દેશાટનને અવધિ પૂરે થયો. કુમારપાલ પણ ત્યાં આવી પહોંચ્યા. અને ગુરુદેવ હેમચંદ્રાચાર્યને આશીર્વાદ લીધે. અને સં. ૧૧૯૯ માગશર સુ. ૪ ને દિવસે ગાદિનશીન થયે. રાજ્યાભિષેક ઘણું જ મહત્સવ પૂર્વક ઉજવા. કુમારપાલને વિટ અવસ્થામાં જે જે લોકોએ આશ્રય આપી મદદ કરી હતી તેઓને ઉપકારનો ગ્ય બદલે વાળી તેણે પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી.
ગુર્જરેશ્વર કુમારપાલે અનેક દેશો જીત્યા. શાંકભરીને અર્ણોરાજ સાથેના યુદ્ધમાં સૈન્ય કુટી જવાથી બીજાની સહાયતા વિના એકલાએ જ વિજય મેળવ્યો. રાજ્યભિષેક પછી તરત જ આશરે વિ. સં. ૧૨૦૦ માં આ યુદ્ધ થયેલ છે. ત્યાર પછી માળવા સૌરાષ્ટ્ર કાંકણ વગેરે પ્રદેશોમાં યુદ્ધ કરી પોતાની આણ પ્રવર્તાવી. અઢારદેશનું આધિપત્ય કુમારપાલ ભૂપાલે ભગવેલું છે, એ વાત નિર્વિવાદ છે. કુમારપાલે કરેલાં ધાર્મિક કાર્યો
સંવત્ ૧૨૧૬નાં માગશીર્ષ શુકલ દ્વિતીયાને દિવસે કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યોતેણે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. હેમચંદ્રાચાર્ય અને કુમારપાલને ગુરુ-શિષ્ય જેવો સંબંધ . કુમારપાલે સાત કુવ્યસનનો ત્યાગ કર્યો. સ્વરાજ્યની અંદર અમારિપટની ઉલ્લેષણ કરાવી. જે પ્રભુ મહાવીરના સમયમાં શ્રેણિક મહારાજાએ નતું કર્યું તે કુમારપાલે હેમચંદ્રાચાર્યના સમયમાં કર્યું. જુગાર સર્વથા બંધ કરાવ્યો. અપુત્રિયાનું ધન લેવાને કાયદે રદ કરાવ્યો. તેને રાજ્યમાં ઢોરોને પણ પાણી ગળીને પાવામાં આવતું. એક માખીની પાંખ સરખી પણ કોઈ દુભાઈ ન શકે. રાજ્યલક્ષ્મીને ધર્મકાર્યમાં પણ સારો વ્યય કર્યો. મદ્યપાનને પ્રચાર પણ સર્વત્ર બંધ કર્યો. સોમનાથ પાટણમાં સોમેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. કુમારવિહારાદિ જૈન મંદિર બનાવ્યાં. ૭ર દેરીવાળો ત્રિભુવનવિહાર કરાવ્યો. પાર્શ્વનાથ, નેમિનાથ વગેરે પ્રભુની પ્રતિમાઓ પધરાવી. દાનશાળા ખેલાવી, તેની વ્યવસ્થા શ્રીમાળી નેમિનાથના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારને સુપ્રત કરી. પિશાળ, ધર્મશાળાઓ કરાવી. વાવ, તળાવો, કુવાઓ, હવાડાઓ વગેરે કરાવરાવ્યાં. દાનને વરસાદ વરસાવ્યો. સાધર્મિક બધુઓને મદદ કરી. પના દિવસે બ્રહ્મચર્યવ્રત પાળ્યું. રત્સવ અને અઢાઈ મહેત્સવ કર્યો. શત્રુજ્ય તીર્થની યાત્રા કરી. સોમનાથની યાત્રા કરી. ૧૬૦૦ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા અને ૧૪૪૪ નવાં જિન મંદિર પર કળશ ચઢાવ્યા. પિતાના રાજ્યમાં ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યા. અને બીજાં પણ અનેક ધાર્મિક કાર્યો કર્યા છે. આ રીતે મહારાજા કુમારપાળે જે ધાર્મિક કાર્યો કર્યા તે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને જ પ્રતાપ છે.
For Private And Personal Use Only