________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[e]
શ્રી જૈન સત્ય પ્રકારા
| વર્ષ
૨-૪ના 'માં જે અંગ્રેજી ભાષાના લેખ પ્રગટ કર્યા છે તેનેા ગુજરાતી અનુવાદ તથા એ મૂળ લેખ અહી' પ્રગટ કરીએ છીએ,
અમને ખાત્રી છે કે આ વિષયના અભ્યાસીઓને આ લેખ અવશ્ય ઉપયાગી થઇ પડશે. તેમજ ડા. શાસ્ત્રીજીને પણ આ અંગે ફરીને વિચાર કરવા પ્રેરણા કરશે.
તમી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડાદરા રાજ્યમાંથી મળેલી કહેવાતી બૌદ્ધ મૂર્તિઓ”
ગત વર્ષે, વાદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાને વીજાપુર તાલુકાના મહુડીગામમાંથી કેટલાંક શિલ્પ મળ્યાં છે,? એમાં કાલાકનારે મંદિરમાંથી મળી આવેલી ચાર ધાતુતિ શ્રી પશુ હતી. ડૅ।કટર શાસ્ત્રીએ, એ સંબધી કેટલીક વિચારણાના મતે, એ મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિ તરીકે ઓળખાવી છે. પણ નીચે જણાવ્યા પ્રમાણે તેમના આ નિર્ણુય સાચા ઢાય એમ લાગતું નથી.
જે મૂર્તિઓ સબંધી વિચારણા કરવાની છે તે, ‘રીપોર્ટ ’ના પ્લેટ ન. ૪, ૫ અ, ૫ ખ અને ૬ માં છપાયેલ છે. અહીં આપણે તેને અનુક્રમે આકૃતિ નંબર ૧, ૨, ૩ અને ૪ તરીકે એળખીશુ.
બધી મુખ્ય આકૃતિએ પુરૂષાની છે અને ધ્યાનમુદ્રામાં પદ્માસનમાં બિરાજિત છે, તેમને પનીર, લાંબી કાનની બૂટા અને સ્થિર નેત્રા છે. (ખાસ કરીને આકૃતિ ન, ૧). આાકૃતિ ન. ૧ અને ૨ ની પાછળ લખગેાળ પ્રમા છે. જ્યારે આકૃતિ ન. ૩માં સાત ફણાવાળા સર્પ પ્રભા રચે છે. આકૃતિ ન. ૨, ૩ અને ૪ ની જમણી અને ડાબી બાજુએ પુરૂષ અને સ્ત્રી છે કે જે લલિતાસનમાં બેસેલ છે. અને તેમની પાછળ લંબગોળ કમા છે. દરેક મૂર્તિ ઊચી પીઠિકા [પબાસન] ઉપર બિરાજમાન છે, આ દરેક પીઠિકા [પામસન] ઉપર જુદી જુદી તરેહનુ કાતરકામ કરવામાં આવ્યું છે. આકૃતિ ન. ૧ ની પીઠિકા ઉપર ધર્માંચક્ર અને તેની બન્ને બાજુએ એક એક હરણુ છે. આકૃતિ ન રની પીઠિકા ઉપર આઠે ઊભી આકૃતિઓ છે. આકૃતિ ન. ૩ ની પીઠિકા ઉપર એક પરિશ્રમથી બનાવેલ સુશાલન છે. એમાં પરસ્પરમાં ગૂંથાયેલ સર્પના ગુંચળા મુખ્ય પ્રતિમાના કમલાસનને ઊંચે પકડી રાખે છે અને બન્ને ખૂણામાંની નાગની મૂર્તિ આગળ ધરી રાખે છે. આ સર્પાકૃતિ એક ચાર પાયાવાળી પીઠિકા ઉપર સ્થિત છે. અને એ પીઠિકાના આગળના ભાગમાં મનુષ્યની નવ અધ'આકૃતિ (Busts) છે. ન. ૪ની આકૃતિની પીઠિકાના થોડાક ભાગ તૂટી ગયેલા જણુાય છે. કેવળ જમણી બાજુના ખૂણામાં સિહાસનના સિંહો અને લલિતાસનમાં સ્થિત એક પરિચારકની આકૃતિ ખાકી રહેલ છે.
ડૉ. શાસ્ત્રીએ બરાબર સૂચિત કર્યુ છે તે પ્રમાણે, મુખ્ય આકૃતિએની ઓળખાણ માટે, ઉપર જણાવેલ પરિચારકાની આકૃતિને સાચી રીતે એળખવી આવશ્યક છે, તેમણે એ આકૃતિને યક્ષ અને યક્ષી તરીકે એળખાવેલ છે તે ખરાબર છે, પરન્તુ સાથેસાથે તેએાનું માનવું છે કે એ પરિચારકાની આકૃતિ જ ભલ અને હારિતીની છે અને જૈન યક્ષો યક્ષીઓની નથી. આ ઉપરથી છેવટે તેમણે નિય કર્યાં છે કે મુખ્ય મૂર્તિઓ સુની છે અને જૈન તીર્થંકરની નથી.
'
૧. ‘ એન્યુઅલ રીપેાઈ - ૧૯૩૯ પૃષ્ઠ ૬-૧૧, ૨. પૃ. ૬
For Private And Personal Use Only