________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨].
“મહુડીની મૂર્તિઓ જેન છે?
[૪૯]
બધી આકૃતિઓના બહુ ઊંડા અભ્યાસ પછી મારું એવું માનવું છે કે ડો. શાસ્ત્રી પિત કરેલ મૂર્તિઓની પિછાનમાં ખોટા છે અને એ મૂર્તિઓ જૈન છે. .
આ વાતને પુરવાર કરવા માટે બે મૂર્તિઓ (નં. ૨ અને ૩) અને તેના પરિચારકેની આકૃતિઓ સંબંધી જુદા જુદો ઊહાપોહ કરે જરૂરી છે, કારણ કે ડીને બાદ કરતાં તેઓ ઘણું ખરી રીતે એકબીજાથી જુદી પડે છે.
નં. ૨ ની આકૃતિની ઓળખાણ માટે, યક્ષ અને પક્ષીની બાબતમાં આપણે નીચેની વાતનો વિચાર કરવાને છે.
૧ સમગ્ર શિલ્પમાં તેમનું સ્થાન. ૨ તેઓની બેઠક. ૩ તેઓના હાથને મરાડ અને તેના હાથમાં રહેલાં ચિહ્નો. ૪ તેઓની પ્રભા.
નંબર ૧ અને ર માં ઉલિખિત વસ્તુઓ એવી છે કે જે મેટે ભાગે જૈન યક્ષ અને યક્ષીમાં મળી આવે છે, અને બૌદ્ધ કે હિંદુ દેવોના પરિવારમાં નથી મળી આવતી.
નંબર ૩ની બાબતમાં છે. શાસ્ત્રીએ લખ્યું છે તે મુજબ યક્ષના હાથમાંનાં ચિહ્નો “સ્પષ્ટ નથી. તે જમણા હાથમાં બીજ પૂરક અને ડાબા હાથમાં નકુલીશ જેવા દેખાય છે. આમ છતાં ચિહ્નોની ઓળખાણ આપણને તાત્ત્વિક સહાય કરતી નથી, કારણ કે તે જેવા દેખાય છે તે જ હોય તો પણ આવાં ચિને ધારણ યક્ષ અને જેલની અંદર સામાન્ય છે. આથી કેવળ આના આધારે આપણે કશે નિર્ણય ન કરી શકીએ.
યક્ષીએ પોતાના ડાબા હાથે પિતાના ખોળામાં બેસેલ બાળકને પકડી રાખ્યું છે, જ્યારે તેને જમણા હાથમાંની વસ્તુ સ્પષ્ટ નથી. બને આકૃતિઓને પ્રભા છે જે બતાવે છે કે તે દૈવી વ્યક્તિઓ છે.
આ સંપૂર્ણ દેખી શકાતો (અથવા ‘આંતરિક) પૂરા એમ સિદ્ધ કરતા જણાય છે છે કે બાજુની આકૃતિઓ જેને યક્ષ અને યક્ષીની હોઈ શકે.
આ અનુમાનને નીચેની બાબતોથી પુષ્ટિ મળે છે ૧ મૂતિની પીઠિકા ઉપરની આકૃતિઓને અભ્યાસ. ૨ આકૃતિ નંબર ૧ ની પ્રજાના પાછળના ભાગમાં મળતા લેખ. ૩ બાહ્ય પૂરા.
આકૃતિ નબર ૨ની પીઠિક ઉપરની આઠ ઊભી આકૃતિઓ, ડે. શાસ્ત્રી માને છે તે પ્રમાણે, અષ્ટદિપાલ હેઈ શકે. જ્યારે આકૃતિ નંબર ૩ની પીઠિકા પરની નવ અધ આકૃતિઓ (Busts) (જેમાંના નંબર ચાર, પાંચ અને છની મુખાકૃતિઓ નષ્ટ થઈ ગઈ છે, પરંતુ તેમના મસ્તકને બતાવતાં ચિહ્નો જોઈ શકાય છે.) નવ ગ્રહની હેવી જોઈએ. - હવે જેને મૂર્તિવિધાનશાસ્ત્ર આ બંનેને (આઠ દિપાલ અને નવ ગ્રહને) મધ્યમ કેટીના દેવ તરીકે સ્વીકારે છે અને નવગ્રહ જૈન તીર્થંકરની, મોટે ભાગે પિત્તળની દશમી
- ૧ જુએઃ “બુલેટીન ઓફ ધી ડેક્કન કોલેજ ઇન્સ્ટીટયુટ” ના પૃષ્ઠ ૧૫૭-૧૬૨ માં છપાયેલ મારે જૈન મક્ષ અને યક્ષિણુઓ” શીર્ષક અંગ્રેજી લેખ.
For Private And Personal Use Only