________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬] જૈનધર્મને વિકૃત ઇતિહાસ
[ પ પ ] આ પછી “નૈન તથા વા ધર્મજ તટના” શીર્ષક પેરેગ્રાફ પણ અર્ધસત્યો અને બ્રમાત્મક વિગતોથી ભર્યો છે. છેલ્લે “રાજર ર તાર” આ પેરેગ્રાફમાં જે લખ્યું છે એ પણ ઘણું જ વિચિત્ર છે. જુઓ તેમના શબ્દો
x x ૪ રક્ષિા ની પ્રત્યે માંતિ મv સારી ના હસ્તે थे और कपडोंके स्थान पर केवल एक अंगोछा डाले रहते थे; परन्तु जो जैनी मगधमें रह गये थे, उन्होंने श्वेत वस्त्र धारण कर लिये थे। अतएव प्रथम दिगंबर (दिशाओंसे ढके हुये) और द्वितीय श्वेताम्बर (सफेद वस्त्रोंसे आच्छा. दित) के नामसे प्रसिद्ध हुये। पहलि सदी इसवी तक दोनों सम्प्रदाय अलग हो गये । धीरे धीरे इनके धार्मिक ग्रन्थ भी अलग हो गये । श्वेतांबर अपनी मूर्तियांको स्वच्छ वस्त्रोंसे आच्छादित करते हैं परन्तु दिगम्बरोंकी मूर्तियां बिल्कुल नंगी रहती हैं। कुछ जैनी ऐसे भी हैं जो मूर्तिपूजा के बिलकुल विरोधी हैं। यह धोंदीयापन्थी कहलाते हैं और अल्प संख्यामें पाये जाते हैं।'
આ લખાણમાં કેટલીય ભ્રમિત અને અસત્ય વરતુઓ રજુ થયેલી છે. લેખકે જેન ધર્મના સિદ્ધાંત, મતો અને મતભેદનું લગારે નિરીક્ષણ કર્યું નથી લાગતું. માત્ર અંગ્રેજ વિદાને અને જૈન ધર્મના અભ્યાસીઓનું લખેલું વાંચી આધળું અનુકરણ જ કરેલું છે.
આ પુસ્તકના લેખક આર. કે. માથુર (R. K. Mathur) છે. આનંદ પુસ્તકમાલ ઓફીસ કાનપુરથી ઈ. સ. ૧૯૩૮માં આ પુસ્તક પ્રગટ થયેલું છે.
આ પુસ્તકમાં કરવામાં આવેલાં વિધાને જૈનધર્મ માટે ખૂબ ગેરસમજ અને અજ્ઞાનતા ફેલાવનારાં છે, માટે દરેક જૈનની ફરજ છે કે આ અને આવાં જૈનધર્મ સંબંધી ગેરસમજ કરનારાં દરેક પુસ્તકને વિરોધ કરી જૈનધર્મ સંબંધી સત્ય વસ્તુ પ્રગટ કરાવવા મહેનત કરે.
આ સિવાય આગળના મૌર્ય સામ્રાજ્યના પ્રકરણમાં અશોક પછીના રાજાઓને ઇતિહાસ જ નથી આપ્યો. બૌદ્ધ અને હિન્દુ ધર્મના પ્રચારક રાજાઓ અને ધર્માચાર્યોને પરિચય લેખકે આપ્યો છે પરંતુ જેનધર્મના પ્રચારક રાજાઓ અને જૈનાચાર્યોને કયાંય. ઉલ્લેખ નથી કર્યો, કયાંય નામ સુદ્ધાં નથી આવ્યાં.
લેખકે શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય, રામાનુજ, કબીર તથા નાનક અને મીરા આદિને સંક્ષિપ્ત પરિચય આપે છે. પરંતુ જેનધર્મના કેઈપણ વિદ્વાન સમર્થ
જૈનાચાર્યને પરિચય નથી આપ્યો. એટલે લેખકે પાપાતથી પ્રેરાઈ જૈનધર્મના ઇતિહાસ | તરફ દુર્લક્ષ જ કર્યું છે એમ લાગ્યા વગર નથી રહેતું.
લગભગ પપ૦ પાનાંના આ પુસ્તકમાં જૈનધર્મ સંબંધી માત્ર અઢી પાનાં જ રોકાયાં છે અને તેમાં પણ તન અસત્ય અને ભમ્રાત્મક વાતે જ લખી છે. આ એક જ પુસ્તકમાં નહિ પણ આવા અનેક પુસ્તકમાં જૈનધર્મ સંબંધી અનાનતાભરી વાત લખેલી જોવાય છે.
અન્તમાં -આ પરિસ્થિતિમાં જૈનધર્મના દરેક અનુપાયી પછી ચાહે તે “વેતાંબર છે કે દિગંબર, થાનકમાગિ છે યા તેરાપંથી હો-દરેક જેનની એ ફરજ થઈ પડે છે કે પાઠય પુસ્તકોમાં ચાલતા અજ્ઞાનને દૂર કરવા પ્રયન કરે. આ પુસ્તક માટે તે રાજપુતાનાના જેને જલદી જાગૃત થઈ રાજપુતાના શિક્ષા બોર્ડ દ્વારા સ્વીકૃત આ પુસ્તકને આટલા ભાગને રદ કરાવવા બનતા પ્રયત્ન કરે એ જ શુભેચ્છા.
For Private And Personal Use Only