SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૫૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ આગળ ઉપર લેખક મહાશય “મદાથી વ પરા” શીર્ષક પેરેગ્રામાં લખે છે તે પણ ઘણું વિચિત્ર છે : “जैनधर्मके तीन मुख्य सिद्धान्त है, दिव्यदृष्टि, सुविचार तथा सत्कर्म । सत्कर्म के अन्तर्गत पांच बातें है-चौरी न करना, इन्द्रियोंको वशमें रखना, झूठ न बोलना, पवित्र जीवन व्यतीत करना और अहिंसा । अन्तिम सिद्धान्त पर जैनी इतना जोर देते हैं कि कीडे मकोडों तकको कष्ट नहीं देते, पानी छानकर पीते हैं, मुंह और नाकसे कपडा बांधे रहते हैं और रातका भोजन सूर्यास्तसे पहले ही कर लेते है। महावीरका कथन है कि ईश्वर कुछ शक्तियां कि समष्टि है। परन्तु वह आवागमनके सिद्धान्तको मानते थे और कहते थे कि सदजीवन व्यतीत करनेसे प्रत्येक जीवात्मा परमात्माकी शक्तियां प्राप्त कर सकता है अथवा ईश्वरसे मिल कर पक हो सकता है। x x x x महावीर मूर्तिपूजाके विरोधी थे, फिन्तु आजकल जैनी उनकी और उनके. गुरु पारसनाथकी मूर्तियां पूजते हैं। उनके मन्दिर अधिकतर पर्वतों तथा સૂનાર કંઢો મેં પાયે ગાતે હૈ ” (પૃ. કરૂ ) આ ફકરામાં ખરેખર લેખકે જૈનધર્મ સંબંધી પિતાનું ઘર અજ્ઞાન પ્રદર્શિત કર્યું” છે. લેખકનું અજ્ઞાન તે બહુ દુઃખ ઉત્પન્ન કરે તેવું છે જ પરંતુ જૈન સમાજના વિદ્યાર્થીઓ આટલું વાંચવા છતાં આ વરતુને લગારે વિરોધ જ નથી કરતા એ એથીયે વધુ દુ:ખ ઉત્પન્ન કરે તેવું છે. અજમેરમાં વેતાંબર અને દિગંબર શ્રીમાને ધીમાને- જેને વસે છે તેમની સંસ્થાઓમાં આ પુસ્તકો પાઠયપુરતક તરીકે ચાલે છે છતાં તે સંસ્થાના જૈન અધ્યાપકે શિક્ષા બોર્ડ સામે પોતાને વિરોધ સરખે ય નથી ઉચ્ચારતા એ ઓછી દુઃખની વાત નથી. બધા જૈન મોટું અને નાકે કપ બાંધે છે એમ લખવું એ સત્યથી વેગળું છે. વળી ભગવાન મહાવીરદેવ મૂર્તિ પૂજના વિરોધી હતા, આ લખાણ તો લેખકનું પુરાતત્વ અને ઈતિહાસ સંબંધી ઘોર અજ્ઞાન પ્રગટ કરે છે. લેખક મહાશયે જે મથુરા, ઉદયગિરિ આદિના લેખો-મૂર્તિઓ જોવાની મહેનત લીધી હતી તે તેમને આવું લખવું ન પડત. અ અઢી હજાર વર્ષની પુરાણી જિનમૂર્તિઓ અને શિલાલેખ વિદ્યમાન છે; પ્રાચીન જૈન શાસ્ત્રો મૂર્તિપૂજાનું વિધાન રજુ કરે છે; એટલે લેખકે જે રજુ કર્યું છે તે નર્યું અજ્ઞાન ભર્યું લાગે છે. શ્રી પાર્શ્વનાથજી જેને ના તેવીસમા તીર્થકર છે. ભગવાન શ્રી મહાવીરદેવ અને ભગવાન શ્રી પાર્શ્વનાથજી વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર છે. અર્થાત્ ભગવાન શ્રી. પાર્શ્વનાથને નિર્વાણ પછી ૧૮ વર્ષ પછી ભગવાન શ્રી મહાવીરદેવનો જન્મ થયો હતો, ૨૦૮ વર્ષ પછી ભગવાન મહાવીરની દીક્ષા થઈ હતી, અને ૨૫૦ વર્ષ પછી ભગવાન મહાવીરનું નિર્વાણ થયું હતું. આમ છતાં લેખક શ્રી પાર્શ્વનાથ ભગવાનને ભગવાન શ્રી મહાવીર દેવના ગુરુ તરીકે ઓળખાવે એ નરી અજ્ઞાનતા નહિ તો બીજું શું કહેવાય ? જૈનધર્મના ઈશ્વર તાવ અને આવાગનની માન્યતા પણ લેખકની કલ્પના માત્ર જ છે. જૈનધર્મ એવું નથી જ માનતે. હા દરેક ભવી છવ કર્મ ક્ષય કરી મુકિત પ્રાપ્ત કરી શકે છે, અને મુકિત પ્રાપ્ત કરેલ છવ પુન: જન્મ નથી જ લે એમ નધર્મ માને છે. For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy