SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્યાદ્વાદની સર્વવ્યાપકતા. [સ્યાદ્વાદ સંબંધી ભિન્ન ભિન્ન જૈનેતર વિદ્વાનોના અભિપ્રાયો] સંગ્રાહક - મુનિરાજ શ્રી સુશીલવિજ્યજી અહિસાપરામણ જૈનધર્મને મુખ્ય સિદ્ધાંત સ્યાદાદ છે. આ રયાદાદનું બીજું નામ અનેકાન્તવાદ છે. એક જ વસ્તુ ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી જોતાં ભિન્ન ભિન્ન રૂપવાળી છે. એક જ વસ્તુમાં દેખાતી આવી ભિન્નરૂપતાનું વૈજ્ઞાનિક-બુદ્ધિગમ્ય રીતે સંકલન કરવું એ ચાઠાદનું કાર્ય છે. મનસા, વાચા, કર્મણીએ ત્રણમાંથી કોઈ પણ રીતે કોઈને જરા પણ ન દુભવવું એ અહિંસાની પરાકાષ્ઠા છે. એ પરમ અહિંસાને જીવનમાં-વહારમાં ઉતારવાનો એક માત્ર માર્ગ સાઠાદને રવીકાર છે. જેમણે જેમણે આ સાદાદને સિદ્ધાંતને લેટસ્થ બુદ્ધિથી અભ્યાસ કર્યો છે તેમને એ સિદ્ધાંતની મહત્તા અને ઉપગિતાએ જરૂર ડોલાવ્યા છે. પ્રસંગે પ્રસંગે આ વિદ્વાનોએ સ્યાદ્વાદ સંબંધી પિતાના અભિપ્રાય જાહેર કર્યા છે. અહીં આવા અભિપ્રાય માંના થોડાક અભિપ્રાય રજુ કરું છું [૧] મહામહોપાધ્યાય રામમિત્ર શાસ્ત્રી વાણારસો (કાશીના સ્વર્ગસ્થ મહામહોપાધ્યાય શ્રી. રામમિત્ર શાસ્ત્રીજીએ પિતાના સુજન સમેલન નામના વ્યાખ્યાનમાં જેને સ્યાદ્વાદ વિષે બોલતાં કહ્યું કે– “સજન ! અનેકાન્તવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જ પડશે. અને સ્વીકારી પણ છે. જુઓ વિષ્ણુપુરાણ અધ્યાય ૬, દ્વિતીયાંશમાં ૪રમા લોકમાં કહ્યું છે કે नरकस्वर्गसंज्ञे वै पुण्यपाये द्विजोत्तम !। वस्त्वेकमेव दुःखाय सुखायेार्जवाय च । कोपाय च यतस्तस्माद वस्तु वस्त्यात्मकं कुतः ? ॥ “અહી” પરાશર મહર્ષિ કહે છે કે વસ્તુ વવાત્મક નથી અને અર્થ એ છે કે કઈ પણ એકાન્તથી એક રૂપ નથી. જે વસ્તુ એક સમયે સુખને હેતુ છે તે વસ્તુ બીજા ક્ષણમાં દુઃખનું કારણ થાય છે, અને જે વસ્તુ એક ક્ષણમાં દુઃખના કારણભૂત છે તે જ વસ્તુ ક્ષણભરમાં સુખનું કારણ થઈ પડે છે. સજજનો ! આપ સમજી શકયા હશે કે આ સ્થળે “સ્થાદ્વાદ સ્પષ્ટપણે કહેવાય છે. વળી બીજી વાત ઉપર પણ ધ્યાન આપશો તો પણ તે સમજાશે. જેઓ “વળાઅનિવારે 7' (આ જગત સદ્ અથવા અસદ્દ એમ બન્નેમાંથી એકે રીતે કહી શકાય નહીં.) કહે છે તેઓને પણ વિચારદૃષ્ટિથી દેખવામાં આવે તે “અનેકાન્તવાદ માનવામાં કઈ હાનિ નથી. કારણ કે જ્યારે વસ્તુ સત્ પણ કહેવામાં નથી આવતી અને અસત્ પણ કહેવામાં નથી આવતી તે કહેવું પડશે કે કઈ પ્રકારથી સત હાઈને For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy