________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
યત્ન કરે નહીં. વળી જે સંસારી જ્ઞાનક્ષણ અને તેનું દુઃખ તે તેના નાશની સાથે જ નાશ પામ્યું છે. તેથી પણ તેને યત્ન કરવાની જરૂર નથી. વળી મુક્તિ શબ્દનો અર્થ એ થાય છે કે–બંધનમાંથી છુટા થવું. હવે તે બંધનમાંથી છુટા થવારૂપ મુક્તિ તેને જ ઘટી શકે કે-જે બંધાયો હોય. બૌદ્ધને મતે જે ક્ષણ બંધાયે હતું તે નાશ પામી ગયે અને જેને મુક્તિ આપવાની છે તે બંધાયેલ ક્ષણથી જુદા ક્ષણ છે. એટલે જેને બંધન હતું તેની તે મુક્તિ થઈ જ નહીં. માટે કોઈ પણ રીતે બૌદ્ધ મતે મુક્તિ ઘટતી નથી. એ થે દેષ છે.
(૫) સ્મરણશક્તિનો વિવંસ–-બીજાએ અનુભવેલ ત્રીજાને સાંભરતું નથી. દેવદત્ત ખાધું હોય તેને સ્વાદ યદત્ત કહી શકતા નથી. અને જો એમ માનવામાં આવે કે-એકને અનુભવ બીજાને પણ સ્મરણ કરાવી શકે છે તે એક વ્યક્તિએ જે કંઈ જોયું કે જાણ્યું હેય તેનું સમરણ સર્વ જનને થઈ જવું જોઈએ, પણ એ પ્રમાણે કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. માટે જે વ્યકિતને સ્મરણ થાય છે તે જ વ્યક્તિએ અનુભવ કરેલ હોવો જોઈએ. જેઓ આત્માને સર્વથા ક્ષણિક માને છે તેઓને જે અનુભવ કરનાર હતો તે આત્મા નષ્ટ થઈ ગયું એટલે હવે સમરણ કરનાર કોઈ રહ્યો નહીં. કારણકે ચાલુ જે આત્મા સ્મરણ કરનાર છે તેણે અનુભવ કરેલ નથી. અને અનુભવ કરનારની હૈયાતી નથી. એ રીતે મરણ કેઈને પણ થશે નહીં અને જ્યારે સમરણ નહિ થાય એટલે કાઈ વસ્તુ જરૂરિયાત વખતે લેવી અને જરૂરિયાત પૂરી થયે સંભારીને પાછી આપવી વગેરે જગતના વ્યવહારો પણ ચાલશે નહીં. વળી એ પ્રમાણે
इत एकनवते कल्पे, शक्त्या में पुरुषो हतः।
तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः॥ એક સમય બદ્ધ- દશનના આદ્ય પુરુષ બુદ્ધ પિતાન ભિક્ષુઓ સાથે મિતલ ઉપર વિચારતા હતા. કટકા કુલ ભૂમિમાં અનાપા પગ મુકવાથી બુદ્ધના પગમાં એક માટે કાંટે પેસી ગયો. તે સમયે સાથે રહેલા ભિક્ષુઓએ પ્રશ્ન કર્યો કે–પ્રભા ! આપને આ કાંટ ક્યા કારણે વાગે ? તે વખતે બુદ્ધ કહે છે કે--હે ભિક્ષુઓ ! આ ભવથી ૯૧ મા ભવમાં શક્તિ નામના શસ્ત્રથી મેં એક પુરુષને માર્યો હતો. તે કર્મના વિપાકથી આજે હું પગમાં વિધાયો . બુદ્ધના એ વચન આત્માને સર્વથા ક્ષણિક માનવાથી કદી પણ ધટી શકતાં નથી, એટલે આત્મા સર્વથા ક્ષણિક માની શકાય નહિ. જેમ આત્મા સર્વથા ક્ષણિક સંભવતું નથી. તેમ બીજા કોઈ પણ પદાર્થ સર્વથા ક્ષણિક સંભવતા નથી. વળી કેટલાક બૌદ્ધ કહે છે કે દરેક પદાર્થો ચારક્ષણ રહે છે. તે આ પ્રમાણે-(૧) પ્રથમક્ષણ ઉત્પત્તિ નામને. છે, તે ટાણે દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે. (૨) બીજો ફાણ સ્થિતિ નામને છે, તે ક્ષણ દરેક પદાર્થને સ્થિર કરે છે. (૩) ત્રીજો ક્ષણ જરા નામને છે, તે ક્ષણ પદાર્થને જીર્ણ કરે છે. અને (૪) એ ક્ષણ વિનાશ નામને છે તે ક્ષણે દરેક પદાર્થને નાશ થાય છે. દરેક પદાર્થ ચાર ક્ષણ રહેવાવાળી પ્રક્રિયા પણ પૂર્વે બતાવેલ દેથી દૂષિત હોવાના કારણે માન્ય કરી શકાતી નથી. માટે કોઈ પણ રીતિએ સર્વથા ક્ષણિકવાદ સ્વીકાર્ય નથી એ વિષે રમોદાદીએ બરાબર રાયાવી બા સાથેની એને સમ' કરી
(ચાલુ)
For Private And Personal Use Only