SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] કેટલાંક અતિહાસિક પઘો [૨૩] શ્રી વિજ્યક્ષમાસૂરિ ૪-૫ આ બને કૃતિ આચાર્યશ્રી વિજયક્ષમાસુરિ સંબંધી સ્વાધ્યાય છે. આ સૂરિજી વિજયદેવસૂરિના શિષ્ય વિજયસિંહરિ વિજ્યરત્નસૂરિના વિનય અને પટ્ટધર છે. તપાગચ્છની ૬૩મી પાટે થયા છે. બન્ને સ્વાધ્યાયમાં થોડું ઘણું ઐતિહાસીક તત્વ પણ રહેલ છે. આ આચાર્યશ્રીને જન્મ મારવાડમાં આવેલ પાલી નામના નગરમાં ૧૭૩રમાં ચતુરની ભાર્યા ચતુરંગદેની કુક્ષિથી થયો હતો. સંવત ૧૭૩૯માં નાની વયે પાલીમાં જ વિજ્યરત્નસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. તેમને ૧૭૫૬માં પંન્યાસ પદ અને ૧૭૭૩ ભાદ્રપદ સુદ ૮ મે મંગળવારે ઉદયપુરમાં મહારાણી સંગ્રામસિંહની હાજરીમાં વિયરત્નસૂરિએ આચાર્યપદ આપ્યું હતું. આ ઉત્સવ ઉદેપુરના સંઘે ૨૦૦૦૦હજાર ખર્ચીને કર્યો હતો. આ. રત્નસુરિને સ્વર્ગવાસ ઉદયપુરમાં જ ૧૭૭૭ ભાદરવા વદી બીજે થયું હતું. ત્યાં સ્તૂપ પણ બનાવ્યો, સ્વર્ગવાસી સુરિને અધિક પરિચય જાણવા માટે “જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય” ગ્રંથ જો. ક્ષમારિના પ્રતિમા લેખે મારા જોવામાં આવ્યા નથી. પહેલી સ્વાધ્યાયમાં બહાનપુરના સંઘની વિનંતીનું વર્ણન મળે છે. ગુલાબ નામના કોઈ શ્રાવકે સાત ગાથામાં ઉકત સ્વાધ્યાય નિર્માણ કરેલી છે. સુરિજીને દક્ષિણ તરફ પણ વિહાર હતો. બીજી સ્વાધ્યાય પણ સાત ગાથામાં પંડિત સુંદરચંદે રચેલી છે. તેમાં ઉદયપુરમાં થયેલ આચાર્ય પદનો ઉલ્લેખ દૃષ્ટિગોચર થાય છે. ઉપરની બન્ને સ્વાધ્યાય એક પત્રમાં સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખેલી છે. લગભગ ૧૦૦ વરસનું પત્ર જણાય છે. શ્રી જિનલાભસૂરિ ૬-૭ આ બન્ને ગીતે ખરતરગચ્છાચાર્ય શ્રી જિનલાભસૂરિ સંબંધી છે. આવા સરિરત્નને જન્મ આપવાનું સૌભાગ્ય વિક્રમપુર નિવાસી પંચાનનની ધર્મપત્ની પદમાદેને સંવત ૧૭૮૪ શ્રાવણ શુ. ૫ પ્રાપ્ત થયું હતું. તેઓએ બાળવયમાં જિનભક્તિસૂરિ પાસે સંવત ૧૭૯૬ બે. ગુદી ૬ને દહાડે જેસલમેરમાં દીક્ષા અંગીકાર કરી હતી. સંવત ૧૮૦૪ જે. શુ. ૫ માંડવી (કચ્છ) બંદરમાં તેઓને આચાર્યપદ મળ્યું. આચાર્ય પદ મળ્યા પછી સુરિજી જેસલમેર (પાંચ ચાતુર્માસ), બીકાનેર ગારબદેસર થઈ પુનઃ જેસલમેર આવ્યા. ત્યાં લેકવાપુર (જેસલમેરની પુરાતન રાજધાની) તીર્થમાં સહસ્ત્રફણું પાર્શ્વનાથની યાત્રા કરી. તે યાત્રાનું સ્તવન જૈન લેખ સંગ્રહમાં બાબુ પુરણચંદજી નાહારે પ્રકટ કર્યું છે. ત્યાંથી ગાડી પાર્શ્વનાથજીની યાત્રાએ ગયા ત્યારે ૭૫ સાધુએ તેમની સાથે હતા. તથા ૧૮૨૧માં આ ખૂની યાત્રામાં ૮૫ સાધુઓ હતા. અનેક તીથોની યાત્રા કરતાં તેઓ સંવત ૧૯૨૭માં સુરત પધાર્યા. ત્યારે ત્યાં સુરિજીના ઉપદેશથી શાહ નેમિદાસ-પુત્ર ભાઈદાસે ત્રણ ભૂમિને પ્રાસાદ બનાવ્યો. તેમાં શીતલનાથ સહસ્ત્રફણ પાર્થ અને ગેડી પાર્ધાદિ ૧૮૧ જિન બિંબોની જિનલાભરિજીએ સં. ૧૮૨૭ વૈશાખ સુદિ ૧૨ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરી, તે પ્રસંગે કુશલસૂરિજી અકબરપ્રતિબોધક જિનચંદ્રસૂરિજી તથા જિનચંદ્રસુરિજી એ ત્રણ આચાથની ચાંદીની પાદુકાની પ્રતિષ્ઠા કરી. તે અત્યારે મુંબઈમાં ભાયખળા, મોતીશાહના મંદિરની મૂળ ગભારામાં વિદ્યમાન છે. તે પર નીચે પ્રમાણે લેખ ઉતકીશું છેઃ " संवत १८२७ शाके १६९३ प्रधर्तमाने वैशाख सुदि १२ तिथौ शुक्रे For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy