________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬] શ્રી અબ્દકલ્પ
[૩૭] લુણિગવસહી" નામનું ૨કનેમિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું. (૪૩)
શ્રી તેજપાલ મંત્રીએ રસ્તંભતીર્થ (ખંભાત)માં ઉત્પન્ન થયેલું આંખને અમૃતાંજને સમાન અને કપાયેલા પથ્થરનું બનાવેલું બિંબ ત્યાં સ્થાપન કર્યું. (૪૪)
રાજા શ્રી ૨૮મદેવના આદેશથી ત્યાં હરિતશાળામાં પિતાના પૂર્વ વંશજોની મૂર્તિઓ સ્થાપના કરી. (૪૫)
ખરેખર, સુત્રધાર-શિલ્પીઓમાં શ્રેષ્ઠ શ્રી રશેલનદેવનું નામ અહીં ચૈત્ય રચનાના શિલ્પથી યથાર્થતાને પ્રાપ્ત થયું છે. (૪૬)
આ (પર્વત)ના નાના ભાઈ મનાકનું (ઇન્દ્રના) વેજીથી કપાઈ જવાના ભયે સમુદ્ર
૨૫-આ “ણિગવસહી નામનું મંદીર મહામંત્રી તેજપાળના પુત્ર લાવસિંહના કલ્યાણ માટે તે વખતના ગૂજરાતના રાજાના મહામંડલેશ્વર આબુના પરમાર રાજા સેમસિંહની આજ્ઞા લઈને આબુના દેલવાડા ગામમાં વિમળવસહીની પાસે જ બાર કોડ ત્રેપન લાખ (૧૨૫૩૦૦૦ ૦૦) રૂપિયા ખર્ચ કરીને લૂણસહિ નામનું શ્રી નેમિનાથ પ્રભુનું ભવ્ય મંદિર બંધાવ્યું. આ મંદિરની કેરણી હિંદની કળાની ગૌરવભરી યાદ આપે છે.
૨૬-આ મૂર્તિ મૂળનાયક તરીકે શ્રી નેમિનાથપ્રભુની ખંભાતથી લાવીને મૂકવામાં આવેલી છે, અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી પાસે મહોત્સવ પૂર્વક સ, ૧૨૮૭ના ચૈત્ર વદી ૭ ને રવિવારે કરાવામાં આવી છે.
૨૭-હાલનું ખંભાત તે જ સ્તંભતીર્થ છે. આ નામ ચાપોત્કટ રાજાઓના સમયમાં મળ્યું હશે કેમકે તેનું જુનું નામ “ગભૂટ' હતું. સેલંકીઓના રાજ્યકાળમાં ત્યાંના રાજ્યવંશને અંત આવતાં તેને અણહિલપટ્ટણ સાથે જોડી દેવામાં આવ્યું. તે કાળમાં ખંભાત મોટું આયાત નિકાસનું બંદર ગણુતું. આગ્રા, દિલ્હીને વેપાર પણ આ બંદર મારફતે જ થ. મુસ્લીમ હજ કરવા માટે પણ આ બંદરથી જ જતા. અણહિલવાડ પડતાં અલફખાને આ શહેરને કબજો લઈ લૂટયું.
૨૮-આ સેમદેવ (મસિંહ) આબના પરમારવંશીય પરાક્રમી રાજા ધારાવર્ષને પુત્ર હતું. તે તેના કાકા પ્રહલાદ દેવથી (જેમણે પાલણપુર વસાવ્યું) શાસ્ત્રવિદ્યા શીખ્યો હતો. તેણે લુણવસહીના મંદિર માટે ‘બાણુ’ ગામ ભેટ કર્યું હતું. તે સમયના સં. ૧૨૮૭ અને સં. ૧૨૯૦ના લેખો મળી આવેલા છે તેથી તે સમયે તે વિદ્યમાન હતો અને વરતુપાળ તેજપાળને સમકાલીન હતા, એ નિશ્ચિત થાય છે.
ર૯-આ શોભનદેવ લુણવસહિ મંદિર બાંધવામાં મુખ્ય મીસ્ત્રી હતા. તેના જ શિલ્પચાતુર્ય અને બુદ્ધિવૈભવથી આ મંદિર ભારતની ઉત્તમોત્તમ કારીગરીના ગૌરવસમું બની શકર્યું છે. આ શોભનદેવ માટે જિનહર્ષગણિકૃત વસ્તુપાલ ચરિત્રમાં કેટલુંક વર્ણન છે.
૩૦-મૈનાક પર્વત માટે પૌરાણિક કથા એવી છે કે-પહેલાં બધા પર્વતેને પખો હતી તેથી તે ગમેત્યાં ઊડી શકતા. આથી કઈક કારણ મળતાં ઇદ્ર તે પાંખે તેડી નાખવા માંડી. આ જોઈને હિમાલયને પુત્ર મૈનાક છોડીને દક્ષિણમાંના સમુદ્રમાં ડુબી ગયા. સીતાની ખેજ માટે નીકળેલા હનુમાને સમુદ્રને ઓળંગતાં વચ્ચે મૈનાક ઉપર પગ દીધું હતું. આ મૈનાક પાર્વતીને અને નંદિવર્ધન (આબુ)ને ભાઈ થાય એવી કથા છે.
For Private And Personal Use Only