________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ રક્ષણ કર્યું, અને આના (અબુદાચલ) વડે મુદ્રાવાળા સંપત્તિવાળા (થયેલા) બે દંડનાયક મંત્રીશ્વરે (વસ્તુપાલ-તેજપાલ) ભવથી રક્ષાયા. (૪૭)
દૈવ(કર્મયોગ)થી ૩૧લેચ્છાએ ખંડિત કરેલાં આ બે તીર્થોને બે જણાએ ૩૨શક સંવત ૧૨૪૩માં ઉદ્ધાર કર્યો (૪૮). - તેમાં પ્રથમ તીર્થનાં ઉદ્ધાર કરનાર ૩૩ મહણસિંહના પુત્ર લલ્લ હતા અને બીજા વ્યવહારી (વેપારી) ચંડસિંહના પુત્ર ૩૪પીથડ ઉદ્ધાર કરનારે થયા. (૪૯)
૩૧-મુતા નેણસીની ખ્યાતના ઉલ્લેખ મુજબ અલ્લાઉદ્દીન ખૂનીના સૈન્ય વિ. સં. ૧૩૬૮માં જાલેરના ચૌહાણ રાજા કાન્હડદેવ ઉપર ચડાઈ કરી હતી. સં. ૧૩ ૬૯માં ગુજ રાતના અનેક શહેરની સમૃદ્ધિ લુંટી લીધી. શત્રુજ્ય તીર્થ પણ આ આક્રમણથી બચ્યું નથી. તેણે તીર્થના મુખ્ય મંદિરને નાશ કર્યો, જેને ઉદ્ધાર સં. ૧૩૭૧માં સમરાશાહે કરાવ્યા. ત્યાંથી જીત મેળવીને પાછા ફરતાં આબુ ઉપર ચઢીને આ મંદિરને નાશ કર્યાનું જણાય છે. * ૩૨-શક સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૧૩પ વર્ષનું અંતર છે. તેથી ૧૨૪૩+ ૧૭૫=૧૩૭૮ના વિક્રમ સંવત આ મંદિરને ઉદ્ધાર થશે અર્થાત મંદિરના નાશ પછી દશ વર્ષે આ ઉદ્ધાર થયો છે એમ નક્કી થાય છે.
૩૩-આ મહણસિંહ તે માંડવ્યપુર (મર)ના રહેવાસી ગોસાલના પુત્ર ધનસિંહ તેના પુત્ર વિજડ આદિ છ ભાઈઓ અને ગસાલના ભાઈ ભીમાના પુત્ર મહણસિંહ હતા. મહેણુ સિંહને લાલિમસિંહ (લલ્લ) વગેરે ત્રણ પુત્રો હતા. આમ વીજડ અને લાલિગ આદિ નવ ભાઈઓએ “વિમલવસહિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને ધર્મસુરિની પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજી પાસે સં. ૧૯૩૮ના પેષ્ઠ વદિ ૮ ને સોમવારના રોજ પ્રતિષ્ઠા કરાવી.
૩૪-બીજા ઉદ્ધારક તે જ વખતના વ્યાપારી ચંદસિંહના પુત્ર શ્રી પેથડ સંધપતિ હતા. તેઓ સંધ લઈને આબુ ઉપર યાત્રા કરવા આવ્યા અને નષ્ટ થયેલા ભાગને પિતાના દ્રવ્યથી વિ. સં. ૧૯૭૮માં જ જીદ્ધાર કરાવ્યું. નેમિનાથ પ્રભુની મૂર્તિ નવી કરાવીને તેની પ્રતિષ્ઠા કરવી. આ પેથડશાહ માંડવગઢ નિવાસી દેવાના પુત્રથી ભિન્ન છે. “પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહમાં આ પેથડ માટે થિડરાસ સંઘમાં સાથે ગયેલા કેઈમુનિએ લખેલ છપાયો છે. તદુપરાંત પેથડશાહના વંશજ શાહ પર્વતે જ્ઞાનભંડાર લખાવતાં નિશીથગ્રુણિની પ્રતિ સં. ૧૫૭૧માં લખાવી તેમાં પેથડશાહના વંશની વિસ્તૃત પ્રશસ્તિ આપી છે, (જુઓ. પુરાતત્વ વર્ષ ૧, અંક-૧, પૃ. ૬૧માં શ્રીમાન પુણ્યવિજયજી મહારાજને “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ” નામને લેખ) આ સિવાય પણ બીજા સાધનથી જાણી શકાય છે કે તેઓ શેઠ સુમતિના પુત્ર આભૂના પુત્ર આંસડના પુત્ર વર્ધમાનના પુત્ર શ્રીમાન ચડસિહના પુત્ર હતા. તે પાટણ પાસેના સંરક (સાંડેરા ના રહેવાસી અને શનિએ પરવાડા હતા. તેમને છે ભાઈઓ હતા.
For Private And Personal Use Only