SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] શ્રીઅંબુંદકલ્પ [૨૩] પૈસાને વ્યય કરી ૨૧વમલવસહી નામને સુંદર પ્રાસાદ કરાવ્યો (૩૯-૪૦) અહીં અનેક પ્રકારે પૂજાયેલી અંબિકા દેવી યાત્રાથી અત્યંત નમ્ર થયેલા સંઘના બધાં વિજોને નાશ કરે છે. (૪૧) ત્યાં બાષભદેવના પથ્થરના મંદિર આગળ એક જ રાતમાં શિપીએ ઉત્તમ છેડે બનાવ્યા. (૨) ૧૯-વિમલવસતિ પ્રાસાદ બંધાવ્યાને સમય વિસં. ૧૦૮૮ નિશ્ચિત છે. જો કે આ સાલ તે પછી ત્રણસો વર્ષ લખાયેલી જણાય છે. ઉત્કીર્ણ લેખે અને પ્રબંધમાં આ સાલ એક સરખી ઉલ્લેખાયેલી જણાય છે. ૨૦-આ મંદિર બંધાવતાં ૧૮૫૩૦૦૦૦૦ અઢારકરેડ ત્રપલાખ રૂપિયાનો ખર્ચ થયાનું મનાય છે, જો કે આ માન્યતા કેટલાકને અતિશક્તિ ભરી લાગશે પણ વિમલવસહી મંદિરમાં અત્યારે જેટલી જમીન રેકઇ છે તે જમીન ઉપર સોનામહોર પાથરીને તે જમીન ખરીદતાં, તેમજ જમીનની સપાટીથી આટલે ઉચે પહાડ ઉપર સામાન ચઢાવતાં તેમજ ખાઈએ પૂરવાની સાથે આવી ઉત્કૃષ્ટ કારીગરીવાળું મંદિર બંધાવતાં અઢાર કરેડ તેમને લાખ રૂપિયા લાગ્યા હોય એ અસંભવિત નથી. ૨૧-આ જમીન ઉપર વિમળશાહે અપૂર્વ કારણવાળા આરસપાષાણુથી મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકીએ, રંગમંડપ અને બાવન જિનાલય વગેરેથી યુક્ત વિશાળ જિનમંદિર બંધાવી તેનું નામ “વિમલવસહી' રાખ્યું. તેમાં શ્રી ગરષભદેવની ધાતુની મોટી પ્રતિમા સ્થાપન કરી શ્રી વર્ધમાનસૂરિજીના હાથે વિ. સં. ૧૦૦૮ માં પ્રતિષ્ઠા કરાવી. રર-વસહિ' એટલે જૈનમંદિર, જૈન મંદિરમાં મંદિર કરાવનાર જેના સ્મરણાર્થનું નામ રાખવું હોય તે નામ સાથે વસતિ–વસહિ શબ્દ જોડવામાં આવે છે ‘વસહિ' એ સંસ્કૃત વસતિ (વસથિ) ઉપરથી થયેલ છે. ૨૩-વિમલવસહિ મંદિરના મુખ્ય દરવાજાની સામે હસ્તિશાળી બનેલી છે. આ હસ્તિશાળા વિમલમંત્રીશ્વરના મોટા ભાઈ મંત્રી નેતના પુત્ર મંત્રી ધવળ તેના પુત્ર મંત્રી આનંદ, તેના પુત્ર મંત્રી પૃથ્વીપાલે-(પ્રે. યાકેબીએ એડીટ કરેલા નાગેન્દ્રવંશીય હરિભદ્રસુરિ કૃત સનસ્કુમાર ચરિત્રની અંતિમ પ્રશસ્તિમાં આ વંશાવલીને ઉલ્લેખ છે. આ પૃથ્વી પાલ, સિદ્ધરાજ અને કુમારપાળ (૧૧૪૩ થી ૧૧૭૨)ના મંત્રી હતા.)-વિમલવસહીને છદ્ધાર કરાવતી વખતે કુટુંબીઓના સ્મરણાર્થે સં. ૧૨૦૪માં બનાવી છે. આ હસ્તિશાળાના પશ્ચિમ દરવાજામાં પેસતાં જ મૂળનાયકની સન્મુખ એક મોટા ઘડા ઉપર વિમલમંત્રી બેઠેલા છે. તેમના માથે મુગટ છે, જમણું હાથમાં પૂજાને સામાન છે, ને ડાબા હાથમાં લગામ છે. મૂર્તિ આરસની હતી પણ મસ્તક સિવાયને બધો ઘોડા સાથેનો ભાગ ચૂનાના પ્લાસ્તરથી બનાવેલું જણાય છે. કદાચ મુસ્લિમ ચઢાઈ વખતે તે ખંડિત થતાં પાછળનાઓએ તે મૂર્તિને સુધરાવી હશે. ઘોડાની પાછળના ભાગમાં એક માણસ પથ્થરનું મજબૂત છત્ર વિમળશાહના મસ્તક પર ધારણ કરી લે છે સં. ૧૬૪૬ના સમય પહેલાં રચના કરનાર હીરસૌભાગ્યકારે વિમલશાહની મૂર્તિને આરસના સફેદ ઘોડા ઉપર હાથ જોડીને બેઠેલી જણાવી છે. આથી જણાય છે કે મંદિરના For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy