SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ દિત કરી અને તેના વચનથી જ ચિત્રકુટથી ત્યાં લાવીને સંવત ૧૯૧૦૮૮મે વર્ષ ૨૦ઘણું આ ધંધુક રાજા પણ પરાક્રમી હતા. તેથી ગુજરાતના રાજાઓની વંશાનુગત આજ્ઞામાં રહેવાની તેણે ના પાડી આથી તે ચંદ્રાવતીથી ભાગીને ધારાને રાજા ભેજ, જે તે સમયે ચિતડ (ચિત્રકૂટ)ના કિલ્લામાં હતા, તેના શરણે ગયો. ભીમદેવના દંડનાયક વિમલ શાહે ત્યાં જઈ તેને મનાવ્યો અને ગુજરાતના રાજાની સાથે મેળ કરાવી આજ્ઞાનુવતી બનાવ્યા. આ ધધુરાજના સમકાલીન રાજાઓ વિગ્રહરાજ, ચૌલુક્ય ભીમદેવ વિ. સં. ૧૦૭૮ થી ૧૧૨૦ અને પરમાર ભેજ પ્રથમ વિ. સં. ૧૦૭૮, ૧૦૮૭, ૧૦૯૯. વગેરે હતા. એટલે એ નિર્વિવાદ છે કે તે આબુના પરમાર રાજાઓમાં અગિયારમી સદીમાં વિદ્યમાન હતો. * ૧૮-ભીમદેવ પહેલે દુલભરાજના ભાઈ નાગરાજનો પુત્ર હતા. તેને શાસનકાળ વિ. સં. ૧૦૭૮ થી૧૧૨૦ સુધીનો છે. દ્વાશ્રયના ઉલેખ પ્રમાણે નાગરાજ જીવતાં જ દુર્લભરાજે તથા નાગરાજે ભીમને રાજ્યાભિષેક કર્યો હતો; પણ બોમ્બે ગેઝેટીયરમાં દુર્લભરાજ પહેલાં જ નાગરાજ મરી ગયાનો સંભવ જણવ્યો છે. એ વાતની પુષ્ટિ પ્રબંધચિંતામણિએ દુર્લભરાજ પછી ભીમદેવના જ રાજ્યકાળને ઉલ્લેખ કરવાથી અને નાગરાજનું નામ પણ ન હોવાથી, મળે છે. ઉત્કીર્ણ લેખો પણ પ્રબંધચિંતામણિને અનુસરે છે. જિન. પ્રભસૂરિજીએ પણ “અણહિલપુર સ્થિત અરિષ્ટ નેમિકલ્પ”માં આપેલી વંશાવલીમાં નાગરાજનું નામ પણ નથી આપ્યું. ભીમદેવના શાસનકાળના બે વર્ષ વીતતાં મહમુદ ગિઝનીની ચઢાઈએ થાણેશ્વર, મથુરા, કેનેજ, કાલિંજર અને સોમનાથ વગેરેને નાશ કર્યાને ઉલેખ મુરલીમ તવારીખકાર ઈબ્ન અસીર (ઈ. સં. ૧૧૬૦ થી ૧૨૨૯) કરે છે. ગીઝનીની ચઢાઇથી ભીમદેવ અણહીલપુરથી નાસીને કચ્છના કંથકેટના કિલ્લામાં ભરાઈને સૈન્યને તૈયાર કરતે હતે. આ તૈયારી અનુસાર વિશ્વનાથ રેઉના કથન પ્રમાણે ગિઝનીના પાછાં ફરતાં ભીમદેવે તેને હરાવ્યો અને તેથી ગિઝનીને બીજો રસ્તો લેવો પડ્યો હતો, જે રતે તે હેરાન થયો હતો. ભીમદેવે સેમિનાથના લાકડાના મંદિરના સ્થાને પત્થરનું મંદિર બંધાવી નવી લિંગપ્રતિષ્ઠા કરાવી હતી. ભીમના સમકાલીન માળવાના રાજા ભેજની સાથે ભીમને ઘણી વખત લડાઈઓ થઈ હશે એમ પ્રબંધચિંતામણિ અને ઉદયપુર પ્રશસ્તિથી જાણી શકાય છે. પાછળથી ભીમ અને ભેજ વચ્ચે તે વખતના ભીમના સાંધિવિગ્રહિક ડામરથી મૈત્રી સંબંધ બંધાયાનું જણાય છે. પણ ભેજની પાછલી અવસ્થામાં ભીમદેવ અને ચેદના રાજા ગાંગેયદેવ (સં. ૧૦૮૭થી ૧૦૯૮) તેમજ કર્ણાટકના રાજા તે ચૌલુક્ય વિક્રમાદિત્ય પાંચમા (વિ. સં. ૧૦૬૫થી ૧૦૭૪) અથવા એને પુત્ર જયસિંહ (વિ. સં. ૧૦૭૪થી ૧૦૯૬)- આ ત્રણે મળીને ભેજને દબાવ્યાના અલગ અલગ ઉલ્લેખ મળે છે. આમ મૂળરાજના સ્થાપેલા ગુજરાતના રાજ્યને ખરેખરું વિસ્તારવાનું કામ તે આ ભીમદેવે કર્યું છે. મૂળરાજે જીતેલા ઉત્તરના આબુ સુધીના પ્રદેશને તાબે રાખવા સાથે નડલના રાજાને સામંત બનાવ્યું અને પૂર્વના પરાક્રમી ભોજરાજને છેવટે દબાવી, ચેદીને કર્ણને મદદ કરી ગુજરાતની એ બાજુની સરહદ વધારી દીધી હતી. ભીમે સ્થાપત્યકળામાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે. તેના જ ઉત્તેજનથી વિમલ-વસતિ, મોઢેરાનું સૂર્યમંદિર, સેમિનાથનું આરસ મંદિર, તેની રાણી ઉદયમતીએ બંધાવેલી રાણીવાવ વગેરે બંધાયેલાં-સ્થાપત્યે ખાસ ગણી શકાય. આ ઉદયામતીથી થયેલે પુત્ર કર્ણદેવ ભીમની ગાદીએ આવ્યો. For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy