________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૧] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ કરવામાં આવે તો પણ તેનો નાશ ન થવો જોઈએ, પરંતુ તેમ બનતું નથી. ગમે તે પદાર્થ ગમે તે અનિયત સમયે નાશ થતે જોવામાં આવે છે. માટે અમુક પદાર્થ અમુક નિયત કાળ સુધી રહે જ જોઈએ એ સંભવતું નથી. એટલે જગતમાં રહેલા દરેક પદાર્થો એક ક્ષણ રહીને બીજે ક્ષણે નાશ થવાને સ્વભાવવાળા છે એ સિદ્ધ થાય છે. એથી સિદ્ધ થયું કે ઘટપટ વગેરે સર્વ પદાર્થો ક્ષણિક-એક ક્ષણ રહીને બીજે ક્ષણે નાશ પામનારા- છે, તે પ્રમાણુ સિદ્ધ છે. જેવા ઘટપટ છે તે જ આત્મા છે માટે આત્મા પણ ક્ષણિક-એક ક્ષણ રડી બીજે ક્ષણે નાશ પામનારે-છે. એટણે સત સત તત્ ક્ષણિકાન્ એ અબાધિત, પ્રમાણુસિદ્ધ સિદ્ધાંત છે માટે માન જોઈએ.
સ્યાદ્વાદિ-કારણ વિના કાર્ય બને નહિ માટે ક્ષણિક વાદ મિથ્યા છે. જે પ્રમાણેથી સિદ્ધ કરવામાં આવે છે કે- સર્વ પદાર્થો ક્ષણિક છે. પરંતુ તે પ્રમાણેથી તે બરાબર સિદ્ધ થઈ શકતું નથી. કારણ કે ઘટ પટ વગેરે પદાર્થો નાશ પામે છે તે બરાબર છે. તેઓ નાશ સ્વભાવવાળા ઉત્પન્ન થયા છે તે પણ બરાબર છે. પરંતુ કોઈ પણ કાર્ય કારણ વિના બને જ નહિ “નાશ” એ પણ એક કાર્ય છે. જ્યારે નાશને અનુકુળ કારણે મળે ત્યારે જ નાશરૂપ કાર્ય થાય, પરંતુ જ્યાં સુધી તે કારણો ન મળે ત્યાંસુધી તે કાર્ય થાય નહિ એટલે ઘટપટ વગેરે પદાર્થો અમુક નિયત સમય સુધી રહેવાવાળા જ ઉત્પન્ન થયા છે કે એક ક્ષણે રહીને બીજે જ ક્ષણે નાશ થવાવાળા છે, એમ કંઈ નથી. પરંતુ
ત્યાં સુધી તેને નાશ કરનાર હેતુઓ ન મળે ત્યાં સુધી તે રહેવાના સ્વભાવવાળા છે. અને નાશ થવાના હેતુઓ મળે એટલે નાશ પામવાવાળા છે. માટે ઘટપટ વગેરેને એક ક્ષણ પછી બીજે ક્ષણે નાશ પામનાર ક્ષણિક માની શકાય નહિ. વળી આત્મા તો ત્રિકાળ સ્થાયી નિત્ય છે. એટલે તેને તે સર્વથા ક્ષણિક માની શકાય જ નહિ માટે થતુ તત્વ સત ક્ષળિયામ એ નિયમ માનનીય નથી.
બદ્ધ-દરેક પદાર્થોને દરેક ક્ષણે નાશ કાળથી થાય છે. કારણ સિવાય કાર્ય ન બને એ સત્ય છે. અમે જે કહીએ છીએ કે-દરેક પદાર્થો દરેક ક્ષણે નાશ પામે છે તે પણ કારણ સિવાય કહેતા નથી. નાશ થવાના અનેક હેતુઓ છે. તેમાં કાળ પણ નાશનું એક કારણ છે. જેમકે:-ઘટપટ વગેરે પદાર્થોને નાશ મુશલ મારવાથી અગ્નિમાં બાળવાથી કે પ્રબળ ઉપધાતથી જોવામાં આવે છે. પરંતુ ઉપરનું એક પણ નાશનું કારણ જેને પ્રાપ્ત ન થયું હોય તેને પણ કેટલેક કાળે નાશ દેખાય છે. કોઈ પણ કારણ સિવાય પડયા પડયા જે વસ્તુનો નાશ થઈ જાય છે તે નાશ કારણ સિવાય થયો છે એમ માની શકાય જ નહિ. માટે તે નાશનું કોઈક કારણું અવશ્ય માનવું જ જોઈએ. તે કારણ કાળ જ માની શકાય, અન્ય કોઈ સંભવી શકે નહિ. જ્યારે નાશનાં અનેક કારણેમાં કાળ પણ નાશનું કારણ છે એ સિદ્ધ થયું એટલે દરેક પદાર્થો દરેક ક્ષણે નાશ પામે છે. તે કારણ સિવાય થયું ન કહેવાય. કારણકે-કાળ નામને નાશક પદાર્થ દરેક ક્ષણે હોય જ છે. એટલે સિદ્ધ થાય છે કે-નાશ સ્વભાવવાળા ઘટ પટ વગેરે પદાર્થો ઉત્પન્ન થયા પછી કાળ નામના નાશક પદાર્થથી જ બીજે ક્ષણે નાશ પામે છે. એટલે તેઓ એક ક્ષણ રહેવાવાળા ક્ષણિક છે. આત્મા પણ ત્રિકાલસ્થાયી નિત્ય સંભવી શકતા નથી, જે તે ત્રિકાલસ્થાયી નિત્ય હેય તે દરેક વખતે એક
For Private And Personal Use Only